Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝકોલસા સંકટને પહોચી વળવા માટે કેન્દ્ર સરકાર પ્લાન,હવે થશે કોલસાનું ઉત્પાદન 20 લાખ ટન

કોલસા સંકટને પહોચી વળવા માટે કેન્દ્ર સરકાર પ્લાન,હવે થશે કોલસાનું ઉત્પાદન 20 લાખ ટન

Coal crisis
Share Now

દેશના કોલસા સંકટ (Coal crisis) માટે કેન્દ્ર સરકારનો પ્લાન. દેશમાં ચાલી રહેલા (Coal crisis) કોલસા સંકટ પર પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે પૂરે-પૂરે તૈયારીઓ કરી દીધી છે. વીજળી કંપની, રેલવે અને અન્ય રાજ્યોની માંગ કોલસાની માગ પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે હવે તૈયાર છે.  સરકાર એક સપ્તાહની અંદર દૈનિક કોલસાના ઉત્પાદનને 19.4 મિલિયનથી વધારીને 2 મિલિયન ટન એટલે કે, 20 લાખ ટન કરવા જઈ રહી છે.

Coal crisis

કોરોના અને વરસાદને કારણે કોલસો ખુટ્યો

રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડની પોતાની કોલસાની ખાણ છે. જોકે આ રાજ્યો કોલસાની ખાણોમાંથી કોલસો કાઢવા માટે કંઈ પણ કરતા નથી. માનવામાં આવી રહ્યું છે કે, મંજૂરી મળવા છતાં કેટલીક રાજ્ય સરકારો નિર્ણયનો અમલ કરી શકી નથી.  આ રાજ્યો દ્વારા કહેવામાં આવ્યું કે, પૂરતું કોલસાનું ખનન ન થવા બદલ કોરોના અને વરસાદ જવાબદાર હોવાનું કહ્યું છે. લાંબા સમયથી વરસાદ થયો હોવાથી કોલસાનું ખનન પ્રભાવિત થયું છે. આ સાથે આયાત કરેલા કોલસાની કિંમતો વધવાને કારણે પણ હાલની સ્થિતિ સર્જાઈ છે.

 વિદેશ કોલસાની આયાત ઘટી

વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેને વીજળી કંપનીઓ મિક્સ કરે છે. જ્યારે આયાત કરાતા કોલસાની કિંમત વધી ગઈ તો આવી સ્થિતિમાં પોતાની ખોટની ભરપાઈ કરવા માટે કંપનીઓ ઘરેલુ કોલસા તરફ શિફ્ટ થઈ ગઈ અને ઘરેલુ કોલસો શોધી રહી છે. જેથી કોલસાની માંગ વધી.

રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ મોટા લેણદાર છે. આ તમામ રાજ્યોને કોલ ઈન્ડિયાને 20,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. મોટી માત્રામાં રકમ ચૂકવવાની નીકળતી હોવા છતાં આ રાજ્યોમાં કોલસાનો સપ્લાય કરવામાં આવે છે અને આગળ જતા પણ વીજળી-કોલસાનો સપ્લાય ચાલુ રખાશે.

કોલસા મંત્રાલય જાન્યુઆરીથી કોલ ઈન્ડિયામાંથી સ્ટોક લેવા માટે આ લેણદાર રાજ્યોને લખી રહ્યું છે. જોકે કોઈપણ પ્રતિક્રિયા મળી નથી. કોલ ઈન્ડિયા એક સીમા સુધી જ કોલસાનો સ્ટોક કરી શકે છે, કારણ કે ઓવરસ્ટોકિંગથી કોલસામાં આગ લાગી શકે છે. ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પોતાની કોલસાની ખાણ છે. જોકે આ ખાણોમાં ખનન ખૂબ જ ઓછું અથવા તો બિલકુલ જ નથી.

કોલસાની સપ્લાય વધારવાનો નિર્દેશ

પ્રધાનમંત્રી કાર્યાલયે મંગળવારે કોલસા સપ્લાય અને વીજળી ઉત્પાદનને લઈને સમીક્ષા બેઠક કરી છે. બેઠક દરમિયાન કોલસાના ટ્રાન્સપોર્ટેશનને વધારવાની રીતો પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી કાર્યાલયે  કોલસા મંત્રાલયને કોલસાનો સ્ટોક વધારવા માટે કહ્યું છે. જ્યારે રેલવેને વીજળી સંચાલિત યંત્રો સુધી ઈંધણ પહોંચાડવા માટે રેક ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે. કોલસાની અછતને કારણે રાજસ્થાનથી લઈને કેરળ સુધીના લોકોને વીજળીકાપનો સામનો કરવો પડ્યો છે. જેથી આ રાજ્યોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.

આ પણ વાંચો: ખાદ્ય તેલને લઈને સામાન્ય પ્રજા માટે સૌથી મોટી રાહતના સમાચાર, કેન્દ્રનો મહત્વનો નિર્ણય

દેશમાં વીજળી સંકટની વચ્ચે રેલવેએ મોટું પગલું ભર્યુ છે. હવે પાવર પ્લાન્ટને કોલસા પહોંચાડવા માટે 24 કલાક ટ્રેન ચાલી રહી છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે કોલસાની આ અછતને ઈમર્જન્સી જાહેર કરી છે. તમામ ઝોનલ રેલવેના મુખ્ય પરિચાલન મેનેજરને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે 24 કલાક સંચાલન નિયંત્રણ કક્ષોને તૈયાર કરે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment