Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝકોલસા સંકટની વચ્ચે સબ સલામતના દાવાઓ, હવે FM સીતારામણે શું કહ્યું?

કોલસા સંકટની વચ્ચે સબ સલામતના દાવાઓ, હવે FM સીતારામણે શું કહ્યું?

Coal
Share Now

(Coal) કોલસા સંકટ પર મોદી સરકારના એક પછી એક મંત્રીઓ નિવેદન આપવા લાગ્યા છે. પહેલા (Coal) કોલસા મંત્રી અને હવે નાણામંત્રી સીતારામણ પણ કોલસા સંકટ અંગે આપ્યુ નિવેદન છે. દેશમાં કોલસા (Coal) અને વીજ સંકટ ઘેરુ બની રહ્યું છે ત્યારે મોદી સરકારના એક પછી એક મંત્રીઓ સામે આવીને કોલસાની અછત ન હોવાનું રટણ કરી રહ્યાં છે. પહેલા અમિત શાહ પછી પાવર મિનિસ્ટર અને હવે નાણા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રીઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે દેશમાં કોલસાની જરા પણ અછત  નથી પરંતુ હકીકતની સામે આંખ આડા કાન થઈ શકે તેવી નથી. 

એક કાર્યક્રમમાં બોલતા નાણા મંત્રી સીતારામણે કહ્યું કે પાવર મંત્રી બે દિવસ પહેલા જ કહી ચુક્યા છે કે કોલસા સંકટ કે બીજી કોઈ ચીજવસ્તુની અછતની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે.  ‎કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનને મોસાવર-રહેમાની સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ગવર્નમેન્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતમાં હાર્વર્ડના પ્રોફેસર લોરેન્સ સમર્સની ઊર્જાની અછત અને કોલસાની અછત અંગેના અહેવાલો અંગે પૂછવામાં આવતા પ્રતિક્રિયા આપી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, પુરવઠાને અસર કરી શકે તેવી કોઈ અછત નથી આ રીતે અમે દેશની સ્થિતિનું ધ્યાન રાખી રહ્યા છીએ. હવે આપણે ઊર્જા સરપ્લસ ધરાવતો દેશ છીએ.

અજય કરશે એડવેન્ચર જુઓ વીડિયો

નિર્મલા સીતારામન પહેલા  કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતુ કે હું કોઈ રાજ્યનું નામ લેવા માગતો નથી પરંતુ જાન્યુઆરીથી જુન સુધી અમે રાજ્યોને સતત અનુરોધ કરી રહ્યાં હતા કે તેઓ કોલસાનો થોડો સ્ટોક વધારે. જુનમાં રાજ્યોએ કેન્દ્ર સરકારને એવી અપીલ કરી કે અમારે હવે કોલસાની જરૂર નથી.

મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે અમે ગઈકાલે 1.94 મિલિયન ટન કોલસો સપ્લાય કર્યો છે. ઈતિહાસમાં આ ઘરેલુ કોલસાનો સૌથી વધારે સપ્લાય છે. પહેલા જે 15-20 દિવસનો કોલસાનો સ્ટોક હતો તે ઓછો થયો છે પરંતુ કાલે કોલસાનો સ્ટોક વધ્યો છે. મને વિશ્વાસ છે કોલસાનો સ્ટોક વધશે. 

આ પણ વાંચો:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ભારતની કંપનીઓ વિદેશથી કોલસો મંગાવતી હતી. પરંતુ વિદેશી કોલસાનો ભાવ વધતા આ કંપનીઓ ભારતના ઘરેલુ કોલસા તરફ વળી જેથી કોલસાના સ્ટોકને અસર થઈ છે. વિદેશી કોલસાની આયાતમાં 12 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment