આગામી દિવસોમાં તમારા ઘરની વીજળી જઈ શકે છે કેમકે દેશમાં ફક્ત 4 દિવસનો જ કોલસો વધ્યો છે. ભારતમાં વીજળી ઉત્પાદન માટે સૌથી વઘારે કોલસાનો ઉપયોગ જ થાય છે. ઊર્જા મંત્રાલય અનુસાર, કોલસા (Coal) પર આધારિત વીજળી ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાનો સ્ટોક ઘણો ઓછો થઈ ગયો છે.
દેશમાં 70 ટકા વીજળી ઉત્પાદન કેન્દ્ર કોલસા (Coal)પર આધારિત છે. કુલ 135 પાવર પ્લાન્ટ્સ પૈકી 72ની પાસે કોલસાનું 3 દિવસથી પણ ઓછુ સ્ટોક છે. જ્યારે 50 પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનું 4 થી 10 દિવસનું સ્ટોક વધ્યુ છે. 13 પ્લાન્ટ્સ જ એવા છે જ્યાં 10 દિવસથી વધારે કોલસો વધ્યો છે.
ઊર્જા મંત્રાલય અનુસાર, તેના પાછળનું કારણ કોલસાનું ઉત્પાદન અને તેની આયાતમાં તકલીફો આવી રહી છે. મોનસૂનના લીધે કોલસાના ઉત્પાદનમાં ઉણપ આવી છે. તેની કિંમત વધી છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી અડચણો આવી છે. આ એવી સમસ્યાઓ છે જેના લીધે આવનારા સમયમાં દેશની અંદર વિજળીનું સંકટ પૈદા થઈ શકે છે.
આ પણ વાંચોઃ- નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરે જાહેર કરી ગાઈડલાઇન, પ્રાઇવેટ વાહનો પર મૂક્યો પ્રતિબંધ
Coal સંકટની પાછળ કોરોના કાળ એ મોટુ કારણ છે
ઊર્જા મંત્રાલયે જણાવ્યુ છે કે, વિજળી સંકટની પાછળનું કારણ કોરોના કાળ પણ છે. જોકે, આ દરમિયાન વિજળીનો વધારે વપરાશ કરવામાં આવ્યો છે અને હવે પહેલા કરતા વિજળીની માંગણી વધી છે. ઊર્જા મંત્રાલયના એક આંકડા અનુસાર, 2019માં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વિજળીની કુલ ખપત 10 હજાર 660 કરોડ યૂનિટ પ્રતિ મહિના હતી. આ આંકડા 2021માં વધીને 12 હજાર 420 કરોડ યૂનિટ પ્રતિ મહિના સુધી પહોંચી ગઈ છે.
કોલસાની ખપત
વિજળીની આ જ જરુરિયાતને પૂર્ણ કરવા માટે કોલસા(Coal)ની ખપત વધી. 2021ના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કોલસાની ખપત 2019 કરતા 18 ટકા વધી છે. ભારતની પાસે 300 અરબ ટન કોલસાનો ભંડાર છે. છતાં પણ મોટા પ્રમાણમાં કોલસાની આયાત ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાંથી કરે છે.
જો ઈન્ડોનેશિયાની વાત કરીએ તો માર્ચ 2021માં કોલસાની કિંમત 60 ડોલર પ્રતિ ટન હતી જે હવે વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે. આજ કારણ છે કે, કોલસાની આયાત ઓછી થઈ છે. એવા ઘણા કારણો છે જેના થર્મલ પાવર પ્લાન્ટ્સની વિજળીની જરુરિયાતને પૂર્ણ કરવા માટે કોલસો પહોંચી રહ્યો નથી.
એ જ કારણથી પ્લાન્ટના કોલસાનો ભંડાર સમયની સાથે-સાથે ઓછુ થાય છે. હવે એવી પરિસ્થિતિ છે કે, 4 દિવસ બાદ દેશના ઘણાં વિસ્તારોમાં અંધારુ સર્જાઈ શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4