દેશભરમાં અત્યારે કોલસાનું સંકટ (Coal Shortage) ચાલુ જ છે. જેના લીધે વિજળી ઘરોમાં પહેલા 17-17 દિવસનો કોલસાનો સ્ટોક રહેતો હતો, જ્યાં હવે લગભગ 4-5 દિવસનો જ સ્ટોક વધ્યો છે. જ્યારે અડધાથી વધારે પાવર પ્લાન્ટમાં તો એક કે બે જ દિવસનો સ્ટોક વધ્યો છે. ઊર્જા મંત્રાલય અનુસાર, વિદેશથી આવનારા કોલસાની કિંમત વધવાથી તેમનું સપ્લાઈ ઓછુ થઈ ગયુ છે. આથી ઘરેલૂ કોલસા પર નિર્ભરતા વધી ગઈ છે. પરિણામ સ્વરુપે, કોલસાની ઉણપ જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, એશિયામાં થર્મલ કોલસાની કિંમતો ટોચ પર પહોંચી ગઈ છે, જેનાથી ચીન અને ભારતમાં કોલસાનું સંકટ ઊભુ થઈ ગયુ છે. ચીન બાદ ભારત કોલસાનો સૌથી વધારે ઉપયોગ કરે છે.
કોલસાની કિંમતમાં વધારો
ઓસ્ટ્રેલિયાનું હાઈ ગ્રેડ થર્મલ કોલસાની કિંમત 8 ઓક્ટોબરે પૂર્ણ થયેલા અઠવાડિયામાં 229 ડોલર પ્રતિ ટન પહોંચી ગઈ, જ્યારે આ વર્ષે 30 એપ્રિલે તેની કિંમત 88.52 ડોલર પ્રતિ ટન હતી. એ જ રીતે જાપાન અને દક્ષિણ કોરિયાઈ કોલસાની કિંમતો પણ ગત વર્ષના સપ્ટેમ્બરની તુલનામાં આ વર્ષે 400% થી વધારે વધી ગઈ છે. ઈન્ડોનેશિયાના કોલસો જે 2020ના પોતાના અત્યાર સુધીના નીચેના સ્તર 22.65 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગયુ હતુ, તેની કિંમત 439% વધીને 8 ઓક્ટોબરે 122.08 ડોલર પ્રતિ ટન થઈ ગયુ છે.
ઓસ્ટ્રેલિયાના કોલસાની કિંમત વધવા છતા ઈન્ડોનેશિયાના કોલસાની તુલનામાં ઘણું ઓછુ છે. પરિણામ સ્વરુપે, ચીને ઓસ્ટ્રેલિયા પાસેથી કોલસાને ખરીદવાનું બંધ કરીને ઈન્ડોનેશિયા પાસેથી વધારી દીધુ છે. જોકે, ઓસ્ટ્રેલિયા હજુ પણ ભારતના કોલસાની આપૂર્તિ કરી રહ્યું છે.
કોલસાની ખરીદી પર ભારતની પ્રતિક્રિયા
કોલસાની વધતી જતી કિંમતથી તેનું આયાત પ્રભાવિત થયુ છે. ભારતે પણ કોલસાની આયાતમાં કાપ મૂક્યો છે. રોયટર્સે કમોડિટી કન્સલ્ટન્ટ Kpler તરફથી જણાવ્યુ છે કે, ભારતની આયાત જૂનથી ઓછી થઈ રહ્યું છે. ભારતે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં 2.67 મિલિયન ટન કોલસો આયાત કર્યો હતો ત્યારે ગત વર્ષ દરમિયાન 3.99 મિલિયન ટન કોલસો આયાત કર્યો હતો.
ચીનમાં વધી રહી છે કોલસાની આયાત
એકતરફ ભારતમાં કોલસાની આયાતમાં (Coal Shortage) ઉણપ આવી રહી છે ત્યારે તેનાથી વિરુદ્ધ ચીનમાં આયાત વધી રહી છે. ચીને આ વર્ષે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં 3.27 મિલિયન ટન થર્મલ કોલસો આયાત કર્યો છે, જે ગત વર્ષે આ જ અઠવાડિયાની તુલનામાં 1.47 મિલિયન ટન વધારે છે. અટકળો પ્રમાણે બીજા અઠવાડિયામાં ચીનની આયાત વધીને 4.50 મિલિયન ટન થઈ જશે.
આ પણ વાંચોઃ- કોલસાની ઉણપના લીધે આગામી ચાર દિવસોમાં દેશના કેટલાક વિસ્તારોમાં અંધકાર સર્જાઈ શકે છે
ક્યાં સુધી પરિસ્થિતિમાં સુધારો આવશે?
ભારત અને ચીન બંને માટે આયાત કોલસાની ઘણી જરૂર છે. જોકે, આયાત કોલસાની કિંમત વધતા જ બંને જ દેશોએ ઘરેલૂ ઉત્પાદન વધારવાના પ્રયત્નો ઝડપથી કરી રહ્યાં છે. ચીને આ ખીણોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. ભારતની સરકારી કંપની કોલ ઈન્ડિયા પણ પ્રોડક્શન વધારવાનો પ્રયત્ન કરી રહી છે.
આ પ્રયત્નો સફળ થતા હજુ કેટલાક મહિના વધારે લાગી શકે છે. જ્યાં સુધી ઘરેલૂ ઉત્પાદન વાસ્તવમાં વધી નહીં જાય, ત્યાં સુધી આયાત કોલસાની કિંમતોમાં વધારો જોવા મળશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4