રાજ્યમાં ધીરે ધીરે ઠંડી (Cold)પડવાનુ શરૂ થયુ છે. ત્યારે આ તમામ વચ્ચે માવઠાંની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યાં અનુસાર, આવતીકાલ બુધવાર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે.
વહેલી સવારે ગુલાબી ઠંડી તો બપોરે…
પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. ધીમે ધીમે ઠંડી પણ પોતાની પકડ મજબુત બનાવી રહી છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુ (Season)નો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
Cold સાથે ડબલ ઋતુનો અનુભવ
રાજ્યમાં હાલમાં શિયાળીની સિઝન શરૂ થઇ છે. આ તમામ વચ્ચે હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાટનગર બન્યું સૌથી ઠંડુ શહેર
ઉત્તર-પૂર્વ ભારતમાં પવનો તેજ થતા આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તાપમાન (Temperature)નો પારો ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે. નલિયામાં દર વર્ષે સૌથી નીચું તાપમાન નોંધાતું હોય છે, આ વખતે નલિયામાં 13.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16.08 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું છે જ્યારે તાપમાનનો પારો 11 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંની આગાહી, ઠંડીએ પણ જોર પકડ્યુ
Cold સાથે ગાંધીનગર અને નલિયાનું તાપમાન સૌથી નીચું
ગુજરાતમાં આગામી દિવલોમાં ઠંડીનો ચમકારો વધવાના અણસાર મળી રહ્યા છે. રાજ્યનાં કેટલાંક શહેરોમાં તો સવારે વધારે ઠંડી પડી રહી છે. ગત રાત્રિએ 15 ડિગ્રી સાથે ગાંધીનગર-નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4