દિવાળીના તહેવારો સમયે જ ગુલાબી ઠંડીથી બચવા માટે તૈયાર થઇ જજો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. જણાવી દઇએ કે, હજુ તો શિયાળાની સિઝનની શરૂઆત થઈ છે. ધીરે ધીરે ઠંડી પણ પોતાની પકડ મજબુત બનાવશે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઠંડીનો ચમકારો વધશે તેવા સંકેત આપી દીધાં છે. આ વર્ષે તો સૌથી પહેલા રાજ્યનું પાટનગર પણ ઠંડુગાર બન્યુ છે. જી હાં, ગઈકાલે સોમવારે અચાનક તાપમાનનો પારો ગગડી જતા ગાંધીનગર ગુજરાતનું સૌથી ઠંડુ (coldest)શહેર બન્યું છે.
આ શહેર coldest રહ્યું
જણાવી દઇએ કે ઉત્તર ભાગમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે જેની અસર સીધી જ રાજ્ય પર પડી રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે અમદાવાદમાં છેલ્લાં 9 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી.
આગામી 24 કલાકમાં વધી શકે છે ઠંડી
દેશના ઉત્તર ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસોથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. ગઇકાલે સોમવારે સિઝનમાં પ્રથમ વખત અમદાવાદનું લધુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે 14 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ તમામ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં માવઠાંની આગાહી, ઠંડીમાં થશે વધારો
વહેલી સવારે વધી રહી છે ઠંડી
આ વર્ષે શિયાળો (Winter)મોડો શરૂ થયો છે. પરંતુ આગામી દિવસોમાં ભારે ઠંડી પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા બે દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. પવનની સરેરાશ ઝડપ પણ 6થી 8 કિ.મી. પ્રતિ કલાક રહેતાં સવારે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર…
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 3 દિવસ 16થી 18 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે.અમદાવાદમાં ગત વર્ષે 24 નવેમ્બરે 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું. સોમવારે રાજ્યમાં અમરેલી-જુનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભૂજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન (Temperature)નોંધાયું હતું. ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
હવામાન વિભાગ (Meteorological Department)ના અનુમાન પ્રમાણે આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. શહેરમાં ગત 27મી ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે ઘટીને 14.6 ડિગ્રી થઈ ગયું છે. આમ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાનની સરખાણીએ 50 ટકા કરતાં પણ ઓછુ થઈ ગયું છે. જેથી અચાનક રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4