મા ભોમની રક્ષા માટે દિન-રાત ખડેપગે રહી દેશના સીમાડાઓની રક્ષા કરનારા વીર જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના અવસરે આજે મંગળવારે સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day)નિમિત્ત સૈનિક કલ્યાણ નિધિમાં સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પોતાનો વ્યક્તિગત ફાળો આપીને જવાનો પ્રત્યે ઋણ અદા કર્યું હતું.
Armed Forces Flag Day નિમિતે કલેક્ટરે શું અપીલ કરી?
કલેક્ટરે દેશના સીમાડાઓથી માંડીને પૂર-વાવાઝોડા-ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોના જાન-માલના બચાવ અને રાહતની કામગીરી કરનારા વીર જવાનો તથા તેમના પરિવારોના કલ્યાણ માટે આર્થિક યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરે પહાડથી લઈને સમુદ્ર સુધી ભારતવર્ષની રક્ષા કરનારા ત્રણેય સૈન્ય પાંખોના વીર જવાનોને ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી દિપક તિવારી, પુનઃવર્સન કચેરીના હેડ કલાર્ક જે.બી. ટાંક, કલ્યાણ વ્યવસ્થાપક ડી.એ.રાઠોડ, જુનિયર ક્લાર્ક ડી. એમ.ખેંગાર, મહિલા કલ્યાણ વ્યવસ્થાપક રેખાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Armed Forces Flag Day ની ઉજવણી ક્યારથી કરવામાં આવી રહી છે
નોંધનીય છે કે, દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર તા.૭ ડિસેમ્બર ૧૯૪૯થી સમગ્ર દેશમાં ‘‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’’ ઉજવણી (Celebration)કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરતા સમગ્ર દેશમાં, ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બ્લ્યુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિક વેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસ્સું ઘેલું છે.
આ પણ વાંચો: ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’, જાણો કેમ કરવામાં આવે છે ઉજવણી
Armed Forces Flag Day નિમિતે દેશવાસીઓ પાસેથી કર્મીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસે’ ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળ (Indian Armed Forces)ના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે. જેનો ઉપયોગ દેશની રક્ષા કાજે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના પુન:વસવાટ માટે તેમજ ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત થતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાનો ફાળો સુરત ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે રોકડમાં અથવા ડ્રાફટ/ચેક કલેક્ટર અને પ્રમુખ, સશસ્ત્ર સેના ધ્વજ દિનફંડ, સુરતના નામનો જમા કરાવીને સરકારી પહોચ મેળવી શકે છે.
સશસ્ત્ર સેના ઝંડા દિવસ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4