Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝઅધિકારીઓનું રાજકોટમાં સ્વાગતમ્

અધિકારીઓનું રાજકોટમાં સ્વાગતમ્

CHARGE OF COLLECTOR
Share Now

ગુજરાતમાં આઇએએસ અધિકારીઓની બદલી થઈ રહી છે. જેમાં રાજકોટમાં કલેકટર, મનપા કમિશનર, ડીડીઓ તથા નાયબ કમિશનરની બદલી કરવામાં આવી છે. જેમાં ગઈ કાલે કલેકટર તરીકે અરુણ મહેશ બાબુએ વિધિવત રીતે ચાર્જ સાંભળ્યાં બાદ આજે નાયબ કમિશનર તરીકે આશિષ કુમાર મનપા કમિશનર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો છે. અમિત અરોરા સાથે વાત કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે આવનારી કથિત ત્રીજી લહેર તથા ચોમાસું ચાલી રહ્યું હોવાથી તેના પર અત્યારે ખાસ ધ્યાન આપવામાં આવશે.

વેક્સિનેશનને વેગ અપાશે- અમિત અરોરા

amit arora

નવા કમિશનર અમિત અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વેક્સિનેશનને વેગ આપવો તે અમારી પ્રાથમિકતા રહેશે. અલગ અલગ બ્રિજનું નિર્માણ કામ પણ પૂરજોશમાં કરવામાં આવશે. ચોમાસામાં પાણીની સમસ્યા રાજકોટમાં વધુ રહે છે તેના નિકાલ માટે પ્રાથમિકતા રહેશે. નવા ભળેલા ગામડાઓમાં રોડ-રસ્તાની સૌથી વધુ સમસ્યા છે. ત્યારે નવા ભળેલા ગામોનો વધુ વિકાસ કરવામાં આવશે અને તેને પૂરતી સુવિધા એ પ્રાથમિકતા રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. જે નવા કમિશનર માટે પડકારરૂપ સાબિત થશે.

 

આ પણ જુઓ : શું હાર્દિક પટેલ જોડાશે “આપ” માં ???

ડીડીઓ તરીકે દેવ ચૌધરીએ સંભાળ્યો ચાર્જ

રાજકોટમાં ડીડીઓ તરીકે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે. તેઓનું રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર દ્વારા સ્વાગત કરાયું હતું. દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને ઝડપી બનાવવામાં આવશે. એક માત્ર વેક્સિનેશન પર ભાર મૂકવાની અમારી પ્રાથમિકતા છે.

rajkot

 

રાજકોટમાં કલેક્ટર અને મનપા કમિશનરની બદલી થતા નવા કલેક્ટરે ગઇકાલે ચાર્જ સંભળ્યો હતો. તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી નિકાલને રાજકોટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો છે.

ગઇકાલે સંભાળ્યો હતો કલેક્ટરે ચાર્જ

નવ નિયુક્ત રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુનું ગઇકાલે કલેક્ટર કચેરી ખાતે આગમન થતાં ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો હતો. અને પૂર્વ કલેકટર રેમ્યા મોહનને સ્ટાફે યાદગાર વિદાય આપી હતી. આ પ્રસંગે નવ નિયુક્ત કલેક્ટરે કહ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીઓને અગ્રતા આપીશું.

ત્રીજી લહેર પહેલાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી 

વધુમાં તેમને ડેલ્ટા પ્લસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસ વેરીએન્ટ ડિટેક્ટ થયા બાદ ગુજરાતમાં ઇમ્યુનો ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે. ત્રીજી લહેર પહેલાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેની 100 ટકા અમલવારી કરાવવામાં આવશે. જેમાં દરેક લોકોના જીવ બચાવવા અમારી પ્રાથમિકતા રહેશે આ માટે જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સજ્જ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment