Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝખેતીમાં કોઠાસૂઝ અને ટેકનોલોજીનો સમન્વય

ખેતીમાં કોઠાસૂઝ અને ટેકનોલોજીનો સમન્વય

chotila photo
Share Now

કોઠાસુઝથી ખેતી 

આજના વૃદ્ધો અને ખેડૂતો કોઠાસૂઝ વાળા હોય છે. ત્યારે કોઠાસૂઝથી કરવામાં આવતી ખેતીમાં વધુ આવક અને વધુ સારો પાક લઇ શકાય છે. એવા જ એક ખેડૂત ચોટીલામાં પણ છે.

chotila photo

ખેડૂત ઓછા ભણેલા પણ ટેકનોલોજીનો પુરતો ઉપયોગ 

ચોટીલા તાલુકાના પાંચવડા ગામના ખેડૂત રામશીભાઈ મેટાળીયા ઓછું ભણેલા હોવા છતાં પોતાની કોઠા સૂઝ અને ટેકનોલોજીના ઉપયોગથી ખેતી કરી રહ્યા છે. અને માત્ર એક વીઘા જમીનમાંથી રૂપિયા 4થી 5 લાખની આવક મેળવી રહ્યા છે.

chotila photo

બાગાયતી પાકની ખેતી 

બે વીઘા જમીનમાં તેઓ રીંગણી, મરચી, ટામેટા, કોબીજ, ફલાવર અને ફૂલછોડના રોપનો ઉછેર કરે છે. અને ખુબ સારી આવક મેળવે છે. આ પાક લઇ વેચાણમાંથી તો તેને આવક મળે છે અને આ રોપમાંથી બી બનાવે છે તેને પણ જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાનાં અનેક ખેડૂતો ખરીદવા અહી આવે છે. જેમાંથી પણ ખુબ સારી એવી આવક થાય છે.

chotila photo

ઓછા ખર્ચમાં વધુ આવક 

ખેતીમાંથી લેવાતો પાક વેચતા આવક તો બધાને થાય છે. પરંતુ રામશીભાઈ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી કરતા હોવાથી ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં વધુ આવક મેળવે છે. રામશીભાઈએ તેના ખેતરમાં અનેક શાકભાજી અને ફૂલછોડનું વાવેતર કર્યું છે. સાથે જ જે તે પાકને જરૂરી એવું વાતાવરણ પણ અહી જ ઉભું કરવામાં આવ્યું છે.

chotila photo

ગ્રીનહાઉસમાં છોડનો યોગ્ય વિકાસ 

રીંગણીના છોડ, ટમેટીના છોડ અને તેના અલગ બ્રીડ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને આ દરેક છોડ પર ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિથી પિયત પદ્ધતિ ગોઠવી ઓછા પાણીએ રોપાનો ખુબ સારો ઉછેર કરી રહ્યા છે. રામશીભાઈ જે છોડના બી તૈયાર કરે છે તેને પણ અલગ રીતે વાવી ગ્રીન હાઉસમાં મૂકી તેનો ઝડપી પણ યોગ્ય ઉછેર કરે છે. ખેતીકામ માટે રામશીભાઈને કોઈ વધુ લોકો કે મજૂરોની જરૂર નથી પડતા. ઘરના જ સભ્યો ખેતીમાં મદદ કરે છે. જેથી કોઈ વધારાનો ખર્ચ પણ નથી થતો.

chotila photo

 

જુઓ આ વિડીયો : સોનાની લગડી સમાન કાજુની ખેતી

કોઠાસૂઝ અને ટેકનોલોજીનો સમન્વય 

વૃદ્ધોની સામે આટલી કોઠાસૂઝ યુવાનોમાં ખુબ થોડી જોવા મળે છે. યુવાનો ટેકનોલોજી તરફ વધુ આકર્ષાય છે. પરંતુ જો કોઠાસૂઝ અને ટેકનોલોજીનો સમન્વય થાય ત્યારે પરિણામ કંઇક અલગ જ હોય છે. આવું જ કઇક રામશીભીના ખેતરમાં પણ છે. આધુનિક ખેતીની પ્રેરણા લઇ ઘણા બધા ખેડૂતો પણ રોપ ઉછેર તેમજ બાગાયતી ખેતી કરતા થયા છે. પરંતુ હજુ આવા ખેડૂતો ખુબ ઓછા છે અને આવું વાવેતર પણ ખુબ ઓછું છે. ત્યારે જો બધા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે તો ખેડૂતને પણ અમીરોની હરોળમાં આવતા કોઈ જ નહિ રોકી શકે.

chotila photo

બધા ખેડૂતોએ આધુનિક ખેતી તરફ વળવું જોઈએ 

આપણા દેશમાં મોટાભાગનો વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે પરંતુ મોટાભાગના ખેડૂતો હજુ પણ જૂની, પરંપરાગત અને દેશી ખેતી કરે છે. બાગાયતી પાક માટે સારું વાતાવરણ હોવા છતાં જૂની રૂઢી મુજબ દર વર્ષે એકનો એક પાક લઇ જમીનની ફળદ્રુપતા ઘટાડી દે છે. અંતે પાકની ગુણવત્તા પણ ઓછી થાય છે અને પાક પણ ઓછો થાય છે. સરકાર આધુનિક ખેતી કરવા મદદ થઇ રહી છે. તેના માટે અનેક યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તેમ છતાં ખેડૂતો હજુ સંપૂર્ણપણે આધુનિકતા તરફ વળી શક્ય નથી. જેની સીધી અસર જીવનધોરણ અને અર્થતંત્ર પર પણ પડે છે. અને વર્ષના અંતે વધુ એક ઉદ્યોગોનું મુલ્ય વધી જાય છે. જેમાં નુકસાન માત્ર ખેડૂતોનું નહિ સમગ્ર રાષ્ટ્રનું થાય છે.  

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment