Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝઅફઘાન એરસ્પેસ બંધ થતા દિલ્હીથી કાબુલ જનારી ફ્લાઈટ કરી રદ્દ

અફઘાન એરસ્પેસ બંધ થતા દિલ્હીથી કાબુલ જનારી ફ્લાઈટ કરી રદ્દ

air india flight diverd
Share Now

કાબુલ હવાઈ મથકથી પરથી તમામ પ્રકારની ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે અફઘાનિસ્તાન જવા રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ સ્થિતિ વણસતા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જો કે, પરિસ્થિતિ વધુ બેકાબૂ બનતા તાત્કાલિક અસરથી ફ્લાઈટ રદ્દ કરવાનો AI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન દ્વારા એર સ્પેસ બંધ કરવાના નિર્ણય બાદ એર ઈન્ડિયાએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે કાબૂલ માટે તેમનું ઓપરેશન ઠપ રહેશે. તેવામાં દિલ્હીથી કાબૂલ જનારી એર ઈન્ડિયા જનારી ફ્લાઈટ્સ જે પહેલા 8.30 વાગ્યાની જગ્યાએ 12.30 એ જવાની હતી તે હવે ઓપરેટ નહીં કરવામાં આવે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર એર ઈન્ડિયાએ કન્ફોર્મ કર્યું છે કે અફઘાનિસ્થાનનો હવાઈ માર્ગ બંધ હોવાના કારણે તે ફ્લાઈટ ઓપરેટ નહીં કરી શકે. સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે તે કાબૂલમાંથી ઈમરજન્સી રસ્ક્યૂ માટે 2 વિમાન સ્ટેન્ડબાય રાખે. એર ઈન્ડિયાએ કાબૂલથી દિલ્હી સુધી એક ઈમરજન્સી દળ તૈયાર કર્યું છે.

તાલિબાનોએ મહિલાઓ પર કર્યું ફાયરિંગ

કાબૂલ એરપોર્ટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાબૂલ એરપોર્ટ પર તાલિબાની વિમાનોએ બે એવી મહિલાઓને ગોળી મારી દીધી જેમણે હિજાબ નહોંતો પહેર્યો. તેના જવાબમાં અમેરિકન સૈનિકોએ જવાબી ફાયરિંગ કર્યુ. જેનાથી એરપોર્ટ પર ભાગદોડ મચી હતી.

આ પણ વાંચો : તાલિબાનનો ખોફ: અફઘાનિસ્તાન તાલિબાનોના હાથમાં જતા જ લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા

તાલિબાનીને દ્વીપક્ષીય રુપે માન્યતા ન આપવી જોઇએ- બ્રિટન

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ અફઘાનીસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈઘતા છે. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું કે બ્રિટન શુક્રવારે નાટો બેઠકના માધ્યમથી એક સ્પષ્ટ સંદેશ મોકલવા માટે સહયોગિઓની સાથે કામ કરી રહ્યું છે. કોઈ પણ તાલિબાનીને દ્વીપક્ષીય રુપે માન્યતા ન આપવી જોઇએ.

તાલિબાને લોકોને 17 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધી ઘરે રહેવા કહ્યું

આ દરમિયાન સમાચાર મળ્યા છે કે તાલિબાને લોકોને 17 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધી ઘરે રહેવા કહ્યું છે. કાબૂલ એરપોર્ટથી કર્મશિયલ ફ્લાઈટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. માત્ર સૈન્ય વિમાનોને ઉડાનની પરવાનગી છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા બાદ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યુ કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈધતા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment