Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝમોંઘવારીનો વધુ એક માર, ગેસ સિલિન્ડર 266 રૂપિયા થયો મોંઘો

મોંઘવારીનો વધુ એક માર, ગેસ સિલિન્ડર 266 રૂપિયા થયો મોંઘો

gas cylindre
Share Now

સામાન્ય માણસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોના ખિસ્સા પહેલાથી જ ઢીલા પડી રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો છે. ગેસ સિલિન્ડરના વધતા ભાવ (LPG Cylinder Price Hike) બળવા પર મીઠું ભભરાવવા સમાન સાબિત થઈ રહ્યા છે. 

ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

આ વખતે એવી અટકળો હતી કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતો પણ વધી શકે છે. જો કે ,હાલ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો ક્યાંક સામાન્ય માણસને ભારે પડી રહ્યો છે. જો કોમર્શિયલ સિલિન્ડરની વધેલી કિંમતો પર નજર કરીએ તો હવે દિલ્હીમાં તે 2000 રૂપિયાને પાર કરી ગયો છે. પહેલા તે 1734 રૂપિયા હતો. જ્યારે મુંબઈમાં 19 કિલોનો સિલિન્ડર જે પહેલા 1683 રૂપિયામાં મળતો હતો તે હવે 1950 રૂપિયામાં મળશે. આ સિવાય કોલકાતામાં ઈન્ડેન ગેસ સિલિન્ડર 2073.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2133 રૂપિયા થઈ ગયો છે.

gas cylindre

આ પણ વાંચો:અમિત શાહે આપી દિવાળીની ભેટ, ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું કર્યું લોકાર્પણ

તમને જણાવી દઈએ કે જેમ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રોજ ફેરફાર થાય છે. તેમ LPG સિલિન્ડરની(CYLINDER) કિંમત અંગે દર મહિને સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. જોકે આ વર્ષે ફબ્રુઆરીમાં મહિનામાં ત્રણ વખત LPGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અને જૂન મહિનાની વાત કરીએ તો લપગની કિંમતમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે આ મહિને LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવાંમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારી કંપનીઓ દ્વારા LPGના સિલિન્ડરના ભાવમાં અવારનવાર ફેરફાર કરવામાં આવે છે.

પ્રજા પર મોંઘવારીનો માર

દેશમાં કોરોનાકાળ ને લીધે લોકડાઉન કરવામાં આવ્યું હતું. હજુ પણ મોટા ભાગના રાજ્યોમાં પ્રજા પર કેટલાક નિયંત્રણો લાગુ છે. જેને લઈને ખાસ કોઈ ધંધામાં હજુ કોઈ આવક થઇ નથી. વધુમાં કોરોનાકાળ દરમ્યાન ઘણા લોકો બેરોજગાર બન્યા છે. તો ઘણા લોકોના પગારમા ઘટાડો પણ કરવામાં આવ્યો છે. તો ઘણા લોકોના વેપાર ધંધા ઠપ થઇ ચુક્યા છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે દરેક ચીજ વસ્તુઓના ટ્રાન્સ્પોટેશનના ખર્ચમાં વધારો થાય છે. જેથી દેશમાં જેમ જેમ પેટ્રોલના ભાવમાં વધારો થઇ રહ્યો છે એમ એમ દરેક ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈ કાલે અમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આમ એક પછી એક રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય માણસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોના ખિસ્સા પહેલાથી જ ઢીલા પડી રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો છે. ગેસ સિલિન્ડરના વધતા ભાવ (LPG Cylinder Price Hike) બળવા પર મીઠું ભભરાવવા સમાન સાબિત થઈ રહ્યા છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment