Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝકોરોનાને કારણે થયેલા મૃત્યુ પર સરકારે આપવું જોઈએ વળતર, જાણો શું છે સુપ્રીમ કોર્ટનો આદેશ

કોરોનાને કારણે થયેલા મૃત્યુ પર સરકારે આપવું જોઈએ વળતર, જાણો શું છે સુપ્રીમ કોર્ટનો આદેશ

supreme court verdict to central goverment
Share Now

દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા છે. જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે જે-જે લોકોના મોત કોરોનાવાયરસથી નીપજ્યાં છે, સરકાર તેમના પરિવારોને વળતર આપે. જોકે આ વળતર કેટલું હોવું જોઇએ એ સરકારે નક્કી કરવાનું રહેશે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વળતર નક્કી કરતા નથી પરંતુ NDMA છ અઠવાડિયાની અંદર પ્રત્યેક કોવિડ પીડિતને ચૂકવવામાં આવનારી સહાયતાની રકમ નિર્ધારિત કરવાના દિશાનિર્દેશ જાહેર કરે.

કોરોનાથી દેશમાં લગભગ 4 લાખ લોકોના થયા છે મોત

અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 3,98,454 લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 45,951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો હવે 3,03,62,848 પર પહોંચી ગયો છે. હાલ કુલ 5,37,064 દર્દીઓ સારવાર હેઠળ છે.

સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે કોવિડના કારણે જેટલા લોકોના મોત થયા છે તેમને 4 લાખ રૂપિયાની સહાયતા કરવી મુશ્કેલ છે. જોકે સુપ્રીમ કોર્ટે આની સાથે NDMAને કહ્યું કે એક એવી સિસ્ટમ બનાવવી જોઇએ જેનાથી ઓછામાં ઓછું વળતર આપી શકાય.

અરજદારોની અપીલ શું હતી?

આ કેસમાં ઘણી અરજદારોએ અપીલ કરી હતી કે કોરોના સંક્રમણથી જેટલા લોકોના મોત નીપજ્યાં છે, તેમના પરિવારના સભ્યોને ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત 4 લાખ રૂપિયાની સહાયતા મળવી જોઇએ. આના સિવાય અરજદારો દ્વારા કોવિડ ડેથ સર્ટિફિકેટ અંગે ઘણા સવાલો પણ કરવામાં આવ્યા હતા. જે અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

આ પણ જુઓ : મેયરનું ત્રીજી લહેરને આમંત્રણ ?

કેન્દ્ર સરકારે સોગંદનામું આપ્યું હતું

જોકે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામુ અપાયું હતું તેમાં સરકારે આ અંગે અસમર્થ હોવાની જાણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવું કરવું અશક્ય છે, સરકારનું ધ્યાન અત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ટરને વધારે મજબૂત કરવા કેન્દ્રીત છે.

કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે 4 લાખ રૂપિયાનું વળતર કોઈ અકસ્માત કે ગંભીર પરસ્થિતિમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને આપવામાં આવે છે, મહામારીના સમયે આ પ્રમાણેની સહાયતા કરવી શક્ય નથી.

ડેથ સર્ટિફિકેટ વિશે પણ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

આ સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ડેથ સર્ટિફિકેટ ઉપર મોતનું કારણ કોરોના અને મોતનો દિવસ લખવાનો રહેશે. સરકાર છ મહિનામાં તેના પર ગાઈડલાઈન બનાવશે. જે લોકોને ડથ સર્ટિફિકેટ મળી ગયું છે અને તેમને તેના પર આપત્તિ છે તો સરકાર તેના પર ફરીથી વિચારશે. આ માટે સરકાર એવા લોકોને ફરિયાદનો વિકલ્પ આપશે જેથી કરીને ડેથ સર્ટિફિકેટ ફરીથી આપી શકાય.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ડોઢ વર્ષથી ભારત દેશમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે. દેશમાં અત્યારસુધી આ મહામારીના કારણે લગભગ 4 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે અત્યારે કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ ત્રીજી લહેર વધુ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment