Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝભુતે આપી મારી નાખવાની ધમકી! ડરનાં માર્યા પોલીસને નોંધાઈ ફરીયાદ

ભુતે આપી મારી નાખવાની ધમકી! ડરનાં માર્યા પોલીસને નોંધાઈ ફરીયાદ

Home, Jambughoda Taluka
Share Now

શું આપ માનશો કે એક ભુત તમને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. અને તમે ડરનાં માર્યા પોલીસ સ્ટેશનમાં પહોંચી જોઓ છો ભુતનાં સામે ફરીયાદ નોંધાવા. ( Complaint against ghosts ) સાંભળમાં કંઈક રમુજી લાગશે પરંતુ હકીકતમાં આવું થયું છે. ( Complaint against ghosts ) પંચમહાલનાં દાહોદ જીલ્લામાં ( Dahod district ) ભુત- ડાકણ ( Ghost- witch ) હોવા સહિતનાં કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. પંચમહાલ જીલ્લાનાં છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં જોટવડ ગામે રહેતા એક ઈસમે કોઈ વ્યક્તિ નહીં પણ બે ભુતોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો દાવો કર્યો છે.


જાંબુઘોડા પોલીસને ( Jambughoda Police ) આપેલી લેખિત અરજીમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ અરજી કરનાર યુવક માનસિક રીતે અસ્વસ્થ ( Mentally upset ) હોવાની વિગતો બહાર આવી છે. જોટવટ ગામનાં કાંઠી ફળીયામાં રહેતા વરસંગભાઈ બલુભાઈ બારીયાએ જાંબૂઘોડા પોલીસ સ્ટેશનમાં બે ભુતોએ મારી નાખવાની ધમકી આપતા હોવાની લેખિત અરજી કરતા ચકચાર મચી ગઈ છે. ( Complaint against ghosts ) જાંબુઘોડા પોલીસ ( Jambughoda Police ) સ્ટેશનમાં આપેલી અરજીમાં યુવાને જણાવ્યું છે કે, તે જાંબૂઘોડામાં તેના પરિવાર સાથે રહે છે. અને તે ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ દસેક વાગે સવારે તેમનાં ખેતરમાં હતાં તે વખતે એક ભૂતની ટોળકી આવી હતી. અને ટોળકીમાંથી બે ભૂત તેમની જોડે આવેલા હતા. અને વરસંગભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેઓ ત્યાંથી ભાગીને પોલીસ સ્ટેશને આવ્યાં છે. અને તે બાદ તેમણે પોતાની જાન બચાવવા માટે સાહેબને વિનંતી કરી હતી. હવે જેનું દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નથી કે કોઈ આધાર નથી, તેવા ભૂતો વિરૂદ્ધની અરજીથી પોલીસ આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ( Complaint against ghosts )

 

Complaint against ghosts

Complaint against ghosts

Complaint against ghosts

Complaint against ghosts

કદાચ પોલીસ વિભાગમાં આવા પ્રકારનો કિસ્સો પ્રથમ વખત બહાર આવ્યો હોવાનું મનાય છે. ( Jambughoda Police ) હાલમાં તો આ ઈસમ માનસિક રીતે અસ્વસ્થ ( Mentally upset ) હોવાનું તેમના પરિવાર તરફથી જાણવા મળ્યું છે. જાંબૂઘોડા ખાતે આવેલા આલ્ફા હીલીંગ સેન્ટરમાં મનોરોગની ( Psychiatry )  વર્ષોથી સારવાર કરતા આવ્યા છે. અને જીલ્લાનાં જાણીતા મનોચિકિત્સક ( Psychiatrist ) તરીકે ફરજ બજાવતા ડો. પાર્થકુમાર સોની જણાવે છે કે, મનોરોગીઓમાં આ પ્રકારના દેખાતા લક્ષણોને મેડીકલની ભાષામાં “સાયકોસીસ ” ( Psychosis ) કહેવામાં આવે છે. જેમાં ભોગ બનનાર વ્યક્તિને તેની આસપાસ કોઇ વ્યક્તિ હોવાનો આભાસ થાય છે. પોતાની આસપાસ અવાજો પણ તેઓને સંભળાય છે. તેમણે કહ્યું કે, હકીકતમાં આવું કંઇ પણ હોતું નથી, આ માત્ર ભ્રમ હોય છે. ત્યારે આવી રીતે ભોગ બનનાર મનોરોગીના ( Psychiatry ) પરિવારનાં સભ્યોએ તાત્કાલિક મનોચિકિત્સક ( Psychiatrist ) પાસે લઇ જઇને તેની સારવાર કરાવી જોઇએ, જેથી તેનું યોગ્ય સમયે નિદાન થાય.

પંચમહાલથી શાર્દુલ ગજ્જરનો અહેવાલ OTT INDIA

આ પણ વાંચોસૌરાષ્ટ્ર શુકન અપશુકનની માન્યતામાંથી હજુ બહાર નથી આવ્યું

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment