Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝસુરતમાં સ્વાનને ન્યાય અપાવવા ગ્રાહક કોર્ટના દરવાજે દસ્તક

સુરતમાં સ્વાનને ન્યાય અપાવવા ગ્રાહક કોર્ટના દરવાજે દસ્તક

JAMKUDI MOT
Share Now

સુરતના એક સ્વાનના(Dog) મોતથી એક વેટરનરી હોસ્પિટલ( Hospital) સામે કોર્ટમાં ફરિયાદ કરવાંમાં આવી છે.વેટરનરી હોસ્પિટલમાં(Hospital) બિમારીની સારવાર માટે ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયેલા તથા ર૬ દિવસ લાપત્તા થયા બાદ મોતને ભેટનાર સ્થાનની સેવામાં બેદરકારી દાખવનાર નંદિની વેટરનરી હોસ્પિટલ , પાંજરાપોળના ટ્રસ્ટીઓ વગેરે સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઈ છે.ટ્રસ્ટીઓ વિરુદ્ધ વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા સ્વાનના માલિકે સૌ પ્રથમવાર સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી છે.જેથી ગ્રાહક કોર્ટે વેટરનરી હોસ્પિટલ ,ટ્રસ્ટીઓ સામે નોટીસ કાઢી છે.

Jamkudi

ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ ડોગી જમકુડીના મોતથી કોર્ટમાં ફરિયાદ કરાઇ 

સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી જાગૃત્તિબેન ઠક્કરે પાળેલી જમકુડી નામની ડોગીનું(Dog) વર્ષ 2019માં મોત થઈ જતાં તેમણે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ છે. ડોગી(Dog) જમકુડીની ઇન્ડોર સારવાર માટે દાખલ કરવામાં આવેલ નંદિની વેટરનરી હોસ્પિટલ અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવા બદલ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઇ છે.સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ફરિયાદી જાગૃત્તિબેનની ડોગી(Dog) જમકુડીને કાનમાં ઈન્સેકશન થતાં પ્રથમ પ્રયાસ નામની સંસ્થા તથા ત્યારબાદ તા.9 – 12-2019 ના રોજ નંદિની વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.ડોકટરે તપાસીને જમકુડીને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી હતી.નવા કેસ અને ડિપોઝીટ તરીકે રૂા.5100 વસુલ કરી પેશન્ટની માહિતી સાથેનું કાર્ડ આપ્યું હતું.બે દિવસ બાદ જમકુડીને આંખમાં મોતિયો હોવાનું જણાવી સારવાર ચાલુ કરી હતી.અને તા.11-12-2019ના રોજ હોસ્પિટલમાંથી આસુતોષ પાટીલનો ફોન આવ્યો હતો કે જમકુડી હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગઈ છે.જેથી જાગૃતિબેને જમકુડીના ફોટો સાથે ગૂમ થયાની જાહેરાત અખબારોમાં આપીને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.દરમિયાન પ્રયાસ સંસ્થાના પ્રયાસોથી ર૬ દિવસે તા.4-1-2020ના રોજ જમકુડી ઉધના વિસ્તારમાંથી મળી આવી હતી.

આ પણ વાંચો : ગાંડી ગીરના સિંહ વિશ્વમાં થશે પ્રખ્યાત

Nandani Hospital

નંદિની વેટનરી હોસ્પિટલ અને પાંજરાપોળના ટ્રસ્ટીઓને બચાવ પુરાવા સાથે હાજર રહેવા કોર્ટનો નિર્દેશ 

જમકુડી મળી તો આવી પરંતુ અનેક દિવસના રઝળપાટથી બિમાર જમકુડીની તબિયત વધુ લથડતાં લાગી હતી. અને તેનું તા.30-11-2020 ના રોજ મૃત્યુ થયું હતુ.ફરિયાદીએ પ્રયાસ સંસ્થાને ગુમસુદા ડોગીને શોધી આપવા બદલ 7500 ચુકવ્યા હતા. જોકે જમકુડીના મોતના થોડા દિવસો બાદ તેના ડોગીને ન્યાય આપવાનું નક્કી કર્યું અને ગાહક કોર્ટમાં વળતર ચુકવણી અંગે ફરિયાદ નોંધાવી.જાગૃતિ બેને પોતાના ડોગી માટે  નંદિની વેટનરી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયા બાદ ગુમસુદા જમકુડીની સારવાર , દેખરેખ તથા સેવામાં બેદરકારી દાખવવા બદલ વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા શ્રેયશ દેસાઈ મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે. જેની સામે ગ્રાહક કોર્ટે વેટનરી હોસ્પિટલ અને સુરત પાંજરાપોળ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓને પોતાના બચાવના પુરાવા સાથે જાતે અથવા વકીલ મારફતે આગામી તા .૨૪ મી સપ્ટેમ્બરના રોજ હાજર થવા નિર્દેશ આપ્યો છે.સુરતમાં આવુ પ્રથમ વખત સામે આવ્યું છે કે એક સ્વાનના મૃત્યુ બાદ તેના ન્યાય માટે કોર્ટમાં વળતરની ફરિયાદ કરવામાં આવી હોય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment