Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝચીનની દરેક હિલચાલ પર ભારતની નજર, આર્મી ચીફે કહ્યું- અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર

ચીનની દરેક હિલચાલ પર ભારતની નજર, આર્મી ચીફે કહ્યું- અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર

Army Chief
Share Now

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના વિવાદનો ઉકેલ આવશે ખરો? જી હા ભારતીય સેનાના ચીફ (Army Chief)જનરલ મનોજ નરવણેએ કહ્યું છે કે, આ મુદ્દાઓને ઉકેલ બહુ જલ્દી ઉકેલ આવી જશે.

આર્મી ચીફે (Army Chief)શું કહ્યું?

મહત્વનું છે કે, લેહમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ભારતીય સેનાના ચીફ (Army Chief)જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, છેલ્લાકેટલાક મહિનાથી સરહદ પર સ્થિતિ સામાન્ય છે. આ ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં ચીન અને ભારતની સેના વચ્ચે ફરી વાતચીત થશે. તમામ વિવાદિત મુદ્દાઓનો એક બાદ એક ઉકેલ લઇ આવવામાં આવશે. જેમાં મારૂ માનવુ છે કે, પરસ્પર વચ્ચેની વાતચીતથી વિવાદનો ઉકેલ લઇ આવી શકાય છે.

આ પણ વાંચો: એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો

ચીને મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા

ચીફ જનરલ નરવણેએ વધુમાં જણાવતા કહ્યું હતુ કે, પૂર્વ લદ્દાખમાં ભારતને અડીને ચીને મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. સીમા પર ચીની સૈનિકોની વધતી તૈનાતી ચોક્કસ પણે ચિંતાનો વિષય છે. આ તમામ હિલચાલ બાદ પણ ભારતીય સેનાની નજર છે. ભારતીય સેનાના ચીફે કહ્યું કે, અમને જે માહિતી મળી છે તે પ્રમાણે ભારત પણ જે તે વિસ્તારમાં જવાનો તૈનાત કરી રહ્યું છે. જેથી કોઈ પણ ખતરો ઉભો થાય તો તેને પહોંચી શકાય. ભારતીય સેના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.

જુન બાદ સીઝફાયરનું નથી થયુ ઉલ્લંઘન- આર્મી ચીફ (Army Chief)

ચીફ જનરલ મનોજ નરવણેએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન સાથેની સરહદ પર જુન બાદ સીઝફાયરનું ઉલ્લંઘન થયુ નથી. આ તમામ વચ્ચે ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થયો છે. જોકે છેલ્લા 10 દિવસમાં પાકિસ્તાન બે વખત સિઝ ફાયરનો ભંગ કરી ચુકયુ છે.

રાજસ્થાન હાઇવે પર લડાકુ વિમાનનું લેન્ડિંગ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment