રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક બેઠક પર ગત્ત રવિવારે મતદાન યોજાયુ હતુ. જેની આજે મંગળવારે મતગણતરી થઇ હતી. ત્યારે આ મતગણતરી પર અનેક બેઠકના પરિણામ સામે આવ્યા છે. જેમાં મહીસાગરના લુણાવાડા (Lunawada) વોર્ડ નંબર 4 માં કોંગ્રેસની અને વોર્ડ નંબર 5 માં ભાજપની જીત થઇ છે. તો સાંબરકાંઠાના હિંમતનગર તેમજ પ્રાંતિજ પેટાચૂંટણીમાં ભાજપ (BJP)ની જીત થઇ છે.
મહીસાગરની એક બેઠક પર ભાજપ (BJP)ની જીત
ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક બેઠકના પરિણામ જાહેર થઇ રહ્યાં છે. ત્યારે મહીસાગરના લુણાવાડાના વોર્ડ નંબર 4 પર ભાજપના માયાબેનને 985 અને કોંગ્રેસ (Congress)ના સુમિત્રાબેનને 1030 મત મળ્યા છે. આથી, કોંગ્રેસના સુમિત્રાબેનની 45 મતથી જીત થઇ છે. તો વોર્ડ નંબર 5 પર ભાજપના બીનીતાબેન દોશીને 972, કોંગ્રેસના વર્ષાબેનને 680 અને અપક્ષના પુષ્પેન્દ્ર કુંવરબાને 760 મળ્યા છે. આથી, ભાજપના બીનીતા બેન દોષી 212 મતથી વિજેતા થયા છે.
આ પણ વાંચો: મહેસાણા: પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ગઢમાં ભગવો લહેરાયો
પ્રાંતિજમાં ભાજપ (BJP)ની જીત
તદ્દ ઉપરાંત સાંબરકાંઠાના હિંમતનગર તેમજ પ્રાંતિજ પેટાચૂંટણી (By Election)માં પણ ભાજપની જીત થઇ છે. હિંમતનગરના પરબડા તાલુકા પંચાયત વોર્ડ 22 માં ભાજપની 45 મતથી જીત થઇ છે. તો પ્રાંતિજના ઘડકણ તાલુકા પંચાયતના વોર્ડ નંબર 7 માં પણ ભાજપની 822 મતથી જીત થઇ છે. આ તમામ પેટાચૂંટણીઓના પરિણામ બાદ કહી શકાય કે ભાજપ જીત (Win)સાથે આગળ ચાલી રહ્યું છે. આ તમામ વચ્ચે એ પણ આંકલન લગાવી શકાય છે કે, ભાજપે કરેલા વિકાસના કામને જનતા મહત્વ આપ્યુ છે.
પાટનગરમાં ભાજપની જીત જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4