Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 24.
Homeન્યૂઝલખીમપુર ખીરી હિંસા: કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું, કેન્દ્રીય મંત્રીને હટાવવાની કરી માંગ

લખીમપુર ખીરી હિંસા: કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું, કેન્દ્રીય મંત્રીને હટાવવાની કરી માંગ

Lakhimpur Kheri Case
Share Now

ઉતરપ્રદેશના લખીમપૂર ખીરીમાં થયેલ હિંસાને લઈને સમગ્ર દેશમાંઆ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે લખીમપુર ખીરી હિંસાની તપાસ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

રાહુલ ગાંધીએ બે સિટીંગ જજ પાસેથી તપાસની માંગ કરી

બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ પાસેથી માંગ કરી છે કે કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાને પદ પરથી હટાવવામાં આવે. તેમને પદ પરથી હટાવ્યા વગર નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ સાથે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના બે સિટીંગ જજ લખીમપુર ખીરી હિંસાની તપાસ કરે તેવી માંગ કરી છે.

Lakhimpur Kheri Case

આ પણ વાંચો:પીએમ મોદીએ ગતિશક્તિ યોજના કરી લોન્ચ, કહ્યું માસ્ટર પ્લાન વિકાસને આપશે નવી ગતિ

રાષ્ટ્રપતિએ સરકાર સાથે ચર્ચાની ખાતરી આપી

 બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ અમને ખાતરી આપી છે કે તેઓ આ બાબત સંબંધિત અમે કરેલી માંગણીઓ અંગે આજે સરકાર સાથે ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે લખીમપુર ખીરી હિંસા બાદ વિપક્ષ સતત સરકાર પર હુમલા કરી રહ્યું છે. ઘટનાના દિવસે પ્રિયંકા ગાંધી લખનઉથી લખીમપુર ખીરી જવા માટે રવાના થયા હતા. ત્યારે તેમની ધરપકડ કરીને સીતાપુર ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.

પ્રિયંકા ગાંધી અંતિમ અરદાસમાં રહ્યા હતા હાજર 

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરી પહોંચીને પીડિતોના પરિવારોને મળ્યા હતા. ત્યારબાદ તે જ દિવસે, પ્રિયંકા ગાંધીએ અંતિમ અરદાસમાં જોડાઈને હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને કહ્યું કે આ સંઘર્ષ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ખેડૂતોને ન્યાય મળશે. તેમજ અંતિમ અરદાસ પર પહોંચેલા રાકેશ ટીકૈતે પણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે.

અત્યાર સુધી આ કેસમાં શું થયું

3 ઓક્ટોબરના રોજ લખીમપૂર ખીરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા. પાંચ દિવસ પછી ઘટનાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા અને ત્યારબાદ ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે યુપી પોલીસના વલણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હત્યા જેવા ગંભીર ગુનાના મામલે પોલીસ નોટિસ આપીને આરોપીને કેમ બોલાવી રહી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને મંગળવારે કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. આ કેસની તપાસ કરતી એસઆઈટીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કહ્યું હતું કે ઘણા પ્રશ્નોના જવાબ આપવાના બાકી છે, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉતરપ્રદેશના લખીમપૂર ખીરીમાં થયેલ હિંસાને લઈને સમગ્ર દેશમાંઆ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે લખીમપુર ખીરી હિંસાની તપાસ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment