પંજાબ (Punjab)માં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ (Resign)આપ્યા બાદ કોંગ્રેસ (Congress)માટે હવે કપરા ચઢાણ છે. પરંતુ આ વચ્ચે પણ કોંગ્રેસ નમતુ જોકવા માટે તૈયાર નથી. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે હવે નવા પ્રદેશ અધ્યક્ષની ખોજ શરૂ કરી દીધી છે. એટલે કે નવજોત સિંહ સિદ્ધુ માટે મુશ્કેલી વધતી જઇ રહી છે.
પંજાબ (Punjab)કોંગ્રેસ પ્રભારીએ પોતાનો પ્રવાસ કર્યો રદ્દ
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસ હાઇકમાન્ડ (Congress High Command)દ્વારા પંજાબ કોંગ્રસ પ્રભારી હરીશ રાવત (Harish Ravat)નો ચંદીગઢનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. આ પહેલા માનવામાં આવી રહ્યું હતુ કે, હરીશ રાવત ચંદીગઢમાં નવજોત સિંહ સિદ્ધુને મનાવવા જઇ રહ્યાં છે.
આ પણ વાંચો: નવજોત સિદ્ધુના રાજીનામાં પર કેપ્ટનએ પ્રહાર કરતા કહ્યું સિદ્ધુ નથી અનુકૂળ વ્યક્તિ પંજાબ માટે !
આ રેસમાં હાલમાં બે નામ આગળ ચાલી રહ્યાં છે. જેમાં કુલજીત નાગરા અને રવનીત સિંહ બિટ્ટૂનું નામ સામેલ છે. કુલજીત હાલમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે જ્યારે રવનીત લોકસભા સાંસદ (Lok Sabha MP)છે, જે સંસદ સત્ર દરમિયાન ચર્ચામાં રહ્યાં છે.
સિદ્ધુના સમર્થનમાં કેટલાક નેતાઓનું રાજીનામું
જણાવી દઇએ કે નવજોત સિંહ સિદ્ધુએ ગઇકાલે મંગળવારે પ્રદેશ અધ્યક્ષ (president)પર પરથી રાજીનામું આપ્યુ હતુ, તેમણે કહ્યું કે, તેઓ કોઈપણ રીતે સમાધાન કરી શકે નહીં. નવજોત સિંહ સિદ્ધુના આ પગલા બાદ ઘણા સમર્થકોએ તેમના સમર્થનમાં પદ્દ છોડ્યા હતા.
પંજાબ (Punjab)કોંગ્રેસના કેટલાક સભ્યએ પદ્દ પરથી આપ્યુ હતુ રાજીનામુ
રજિયા સુલ્તાને મંત્રી પદ્દ છોડ્યુ તો બાદમાં પંજાબ કોંગ્રેસ (Punjab Congress)ના કેટલાક સભ્યએ પોતાના પદ્દ પરથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ કોંગ્રેસની સામે અનેક પડકાર ઉભા થયા છે.
PM મોદીની જો બાયડન સાથે મુલાકાત જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4