Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝશું કપિલ સિબ્બલ બનશે કોંગ્રેસ અને વિપક્ષની એકતાના સૂત્રધાર?

શું કપિલ સિબ્બલ બનશે કોંગ્રેસ અને વિપક્ષની એકતાના સૂત્રધાર?

kapil sibbal,news in gujarati,national politics,political news
Share Now

દેશમાં હાલ ભાજપ(BJP) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(PM NARENDRA MODI) જાદુ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેને કારણે દેશના મોટા ભાગના રાજ્યોમાં ભાજપની તેમજ ભાજપના સહયોગથી સરકાર ચાલી રહી છે. ત્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં(LOKSABHA ELECTION) ભાજપને રોકવા માટે વિપક્ષ તરીકે કોંગ્રેસ(CONGRESS) તનતોડ મહેનત કરી રહ્યું છે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં તમામ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવીને નરેન્દ્ર મોદીને રોકી શકે તેમ છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા કપિલ સિબ્બલના(KAPIL SIBBAL) નિવાસસ્થાને સોમવારે તમામ વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી. જેને નિષ્ણાતો દ્વારા લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીની ભાગરૂપે જોવામાં આવે છે. ત્યારે એ પ્રશ્ન થાય છે કે, શું કપિલ સિબ્બલ 2024માં ભાજપને રોકવા માટે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચેના ગઠબંધનના સૂત્રધાર બનશે? 

કોંગ્રેસે ગાંધી પરિવારના નેતૃત્વમાંથી મુક્ત થવું જોઈએ 

કપિલ સિબ્બલના(KAPIL SIBBAL) નિવાસ સ્થાને વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેનાર એક નેતાના જણાવ્યા મુજબ, શિરોમણી અકાલી દળના નેતા નરેશ ગુજરાલે કોંગ્રેસને ગાંધી પરિવારના નેતૃત્વ છોડી દેવાની સલાહ આપી હતી. જોકે બેઠકમાં હાજર એક પણ નેતાએ તેમને ટેકો આપ્યો ન હતો. અને કહ્યું કે કોંગ્રેસે કોનું નેતૃત્વ રાખવું એ તેમની આંતરિક બાબત છે. પરંતુ બેઠકમાં ઉપસ્થિત તમામ નેતાઓનો અભિપ્રાય એ હતો કે કોંગ્રેસે તેના નેતૃત્વના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ. જેથી સમગ્ર વિપક્ષ એક થઈને સંસદમાં અને રસ્તા પર નરેન્દ્ર મોદી સરકાર સામે લડી શકે. બેઠકમાં ઉપસ્થિત નેતાઓ આનંદ શર્મા, શશી થરૂર અને પી.ચિદમ્બરમે પણ આ સાથે સહમતી દર્શાવી અને કહ્યું કે પાર્ટી સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

kapil sibbal,news in gujarati,national politics,political news

આ પણ વાંચો:ભાજપ નેતાને તેમની જ કાર સાથે સળગાવી દેવાયા, કારની ડેકીમાંથી મળ્યો મૃતદેહ

કપિલ સિબ્બલ બનાવી રહ્યા છે અલગ જુથ 

કપિલ સિબ્બલે(KAPIL SIBBAL) ગાંધી પરિવારના સભ્યોની ગેરરજરીમાં તેમના નિવાસસ્થાને વિપક્ષી પાર્ટીઓની બેઠક કરી હતી. ત્યારે પત્રકાર દ્વારા તેમણે પૂછવામાં આવ્યું હતું કે શું તમે કોઈ અલગ જુથ બનાવવાની તૈયારી છે/ તેના જવાબમાં કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, અલગ જૂથ બનાવવાની કોઈ વાત નથી. તેમણે જણાવ્યું કે આ બેઠક તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે સતત વાતચીત જાળવી રાખવાનો અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયાસ છે.  તેમણે કહ્યું કે જો મોદી સરકારને 2024 માં હરાવવી હોય તો તેની રણનીતિ અત્યારથીજ તૈયાર કરવી પડશે. આ માટે જરૂરી છે કે એક જ વિચારો અને મુદ્દાઓ માટે લડતા પક્ષો અને તેમના નેતાઓ સાથે સતત સંવાદ થવો જોઈએ. આ પ્રક્રિયાથી અમે વૈચારિક સ્તરે પણ એકબીજાની નજીક આવીશું અને વ્યક્તિગત સ્તરે પણ સંબંધો બનશે. અને ત્યારે જ 2024 ની લોકસભા ચૂંટણી માટે અસરકારક વ્યૂહરચના બની શકશે. તેમણે કહ્યું કે જનતા વારંવાર વિપક્ષની એકતા અને મોદીના વિકલ્પ વિશે સવાલ કરે છે. આ બંને પ્રશ્નોના જવાબો આવી સતત બેઠકો અને સંવાદોમાંથી જ બહાર આવશે.

ભાજપને રોકવા માટે વિપક્ષી એકતાની જરૂર 

સિબ્બલે કહ્યું કે 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને રોકવા માટે માત્ર ગઠબંધન અથવા બેઠકોથી કામ ચાલશે નહીં. ભાજપને રોકવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓએ એકબીજા સાથેબેસીને વાતચીત કરીને આંતરિક સબંધો સુધારીને ભાજપ સામે એક જૂટ થઈને લડવું પડશે. અને આવું થશે તો તમામ વિપક્ષી પાર્ટીઓના રાજકીય હિતો પણ સુરક્ષિત રહેશે. અને વિપક્ષી એકતાના આધારે જ 2024 ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકાર અને ભાજપને એકસાથે હરાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે મેં એક શરૂઆત કરી છે જેને આગળ લઇ જવાની જરૂર છે અને આવી બેઠકો અન્ય નેતાઓ દ્વારા પણ આયોજિત થવી જોઇએ. કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ પાર્ટીને નબળી પાડવાનો નહીં પરંતુ તેને મજબૂત કરવા અને અન્ય પાર્ટીઓમાં તેને સ્વીકાર્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

kapil sibbal,news in gujarati,national politics,political news

કોંગ્રેસે અન્ય પક્ષોને સપોર્ટ કરવો પડશે 

બેઠકમાં ભાગ લેનાર અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે મોટાભાગના નેતાઓના મંતવ્ય હતા કે કોંગ્રેસે પોતાની નીતિમાં સુધારો કરવો જોઈએ. અને તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે સતત વાતચીત અને સહકાર વધારવો જોઈએ. હવે કોંગ્રેસ આખા દેશમાં એકલા હાથે ચાલી શકે તેમ નથી. ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસનો આધાર ખૂબ જ મર્યાદિત બની ગયો છે અને ઘણી જગ્યાએ તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જ્યારે દિલ્હી, હરિયાણા, ગુજરાત, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોંગ્રેસ પહેલા જેટલી મજબૂત નથી. ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો તેમના કરતા વધુ મજબૂત છે. તેથી, જમીન વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે તે તમામ દળોને સપોર્ટ કરવો પડશે. 

કોંગ્રેસ પાર્ટી નો કાર્યક્રમ નહોતો 

કપિલ સિબ્બલના ઘરે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે કેમ તેના જવાબમાં સિબ્બલે કહ્યું કે આ કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ નહોતો. પરંતુ મારા વ્યક્તિગત સંબંધોના આધારે દરેકને દાવત માટે આમંત્રણ આપ્યું હતું. નોંધનીય બાબત છે કે કપિલ સિબ્બલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હોવા ઉપરાંત તેઓ દેશના જાણીતા વકીલ પણ છે. અને તેમણે કોંગ્રેસ અને વિપક્ષના મોટા ભાગના નેતાઓને કાનૂની મદદ કરી છે. એટલા માટે તે તમામ નેતાઓ સાથે ખૂબ નજીકના વ્યક્તિગત સંબંધો ધરાવે છે. તેથી, જો કોંગ્રેસ ઇચ્છે તો કપિલ સિબ્બલનો ઉપયોગ વિપક્ષી દળો સાથે સંકલન કરવા માટે પણ કરી શકે છે.  કોંગ્રેસ પક્ષ અને બીજા અન્ય પક્ષો જેમની સાથે કોંગ્રેસનું ખૂબ અંતર રહેલું છે તેવ પક્ષો સાથે સંકલન કરવામાં કપિલ સિબ્બલનો ઉપયોગ કોંગ્રેસ પાર્ટી કરી શકે છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment