Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝપ્રિયંકા ગાંધીની અટકાયત, આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર ભારે હોબાળો

પ્રિયંકા ગાંધીની અટકાયત, આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર ભારે હોબાળો

Priyanka Gandhi Vadra
Share Now

પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ની પોલીસે (Police)ફરી એકવાર અટકાયત (detained)કરી છે. લખનૌ પોલીસે કલમ 144 અને કાયદાના ઉલ્લંઘન બાબતે તેમની અટકાયત કરી છે.

આ પણ વાંચો: PM મોદીએ કર્યું કુશીનગર એરપોર્ટનું ઉદ્ઘાટન, કહ્યું- ખેડૂતોને પણ થશે લાભ

આ મુદ્દે પ્રિયંકાએ કહ્યું કે, કોઈની મોત પર તેમના ઘરના પરિવારજનો સાથે મુલાકાત કરવા બાબતે લો ઓર્ડર બગડી જાય છે? તમને લોકોને ખુશ કરવા માટે શું હું લખનૌના ગેસ્ટ હાઉસમાં આરામથી બેસી રહું. કોઈને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારીને મારી નાખવો આ ક્યાનો ન્યાય છે?

પ્રિયંકાએ આ મુદ્દે ટ્વિટ કરીને કહ્યું કે, અરુણ વાલ્મીકીની મોત પોલીસ કસ્ટડીમાં થઈ. તેમનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. હું પરિવારને મળવા માગુ છું. ઉત્તર પ્રદેશ સરકારને ડર કઈ વાતનો છે? મને કેમ રોકવામાં આવી રહી છે. આજે ભગવાન વાલ્મીકી જયંતી છે, પીએમે મહાત્મા બુદ્ધ પર મોટી વાતો કરી, પરંતુ તેમના સંદેશાઓ પર હુમલા કરી રહ્યા છે. 

17 દિવસમાં બીજી વખત પોલીસ કસ્ટડીમાં પ્રિયંકા

ઉલ્લેખનિય છે કે, આ પહેલા 3 ઓક્ટોબરે પણ લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ ખેડૂત પરિવારનો મળવા પહોંચેલી પ્રિયંકાની અટકાયત કરવામાં આવી હતી. 30 કલાકની કસ્ટડી બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે મોડી રાત્રે 5 ઓક્ટોબરે તેમને મુક્ત કરવામાં આવ્યા હતાં.

પોલીસને સફાઇ કર્મી પર હતી શંકા

પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા 25 લાખ રૂપિયા ગાયબ હતા. પોલીસ આ મામલે પોલીસ સ્ટેશનમાં રોજ આવન-જવન કરતા લોકો પર શંકા કરી રહી હતી. કેટલાક લોકોની પુછપરછ કર્યા બાદ સફાઈ કર્મચારી અરુણ પર શંકા ગઈ. તે આ ઘટના બાદ સ્ટેશન આવી રહ્યો નહોતો. આ પહેલા તે સ્ટેશનની સફાઈ કરવા આવતો હતો. પોલીસે તેના ઘરે તપાસ કરી તો 15 લાખ રુપિયા મળી આવ્યા હતાં. આરોપી સફાઈકર્મીનું ગઇકાલે મંગળવારે રાત્રે પોલીસ કસ્ટડીમાં અવસાન થયું હતું. પોલીસે મંગળવારે તેને કસ્ટડીમાં લીધો હતો.

પોરબંદરમાં કોંગ્રેસનો અનોખો વિરોધ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment