Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની કરશે મુલાકાત, કરી શકે છે આ કામ

રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની કરશે મુલાકાત, કરી શકે છે આ કામ

rahul gandhi,congress,jammu kashmir,rahul gandhi visit jammu kashmir
Share Now

કોંગ્રેસના(Congress) પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી(RAHUL GANDHI) 9 ઓગસ્ટના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની(JAMMU KASHMIR) મુલાકાત લેવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓને પણ મળી શકે છે. તમને જણાવી દઈએ કે જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370(ARTICLE 370) હટાવ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે.

વિપક્ષી દળોના નેતાઓ સાથેની બેઠકમાં આપી હતી માહિતી 

એક સમાચાર પત્રના અહેવાલ અનુસાર, રાહુલ ગાંધીએ(RAHUL GANDHI) મંગળવારે વિપક્ષી દળોના નેતાઓ સાથેની બેઠકમાં અનૌપચારિક રીતે માહિતી આપી દીધી હતી કે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લેવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી જમ્મુ -કાશ્મીરમાં બે દિવસ રોકાણ કરવાના છે. આ દરમિયાન, તે પાર્ટીના કાર્યકરો તેમજ જમ્મુ કશ્મીરના ઘણા મોટા નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.

rahul gandhi,congress,jammu kashmir,rahul gandhi visit jammu kashmir

આ પણ વાંચો:સીએમ યોગી ફરી વિવાદમાં, કહ્યું જય શ્રી રામ ના બોલનારના DNA પર શંકા

કાશ્મીરમાં જલ્દીથી ચૂંટણી યોજવામાં આવે 

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની(RAHUL GANDHI) જમ્મુ -કાશ્મીરની મુલાકાત રાજકારણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે. કારણ કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ કહ્યું હતું કે જમ્મુ -કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવામાં આવે અને તમામ રાજકીય પક્ષોએ તેમાં ભાગ લેવો જોઈએ. ગુલામ નબી આઝાદે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ -કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  ત્યારે આ પરીસ્થિતિમાં રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે.

થોડા સમય પહેલા પીએમ મોદીએ પણ કરી હતી મિટિંગ 

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કર્યા બાદ ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(NARENDRA MODI) નિવાસસ્થાને તમામ કાશ્મીરી નેતાઓની બેઠક યોજાઇ હતી. જેમાં અમિત શાહ(AMIT SHAH) પણ હાજર રહ્યા હતા. અને તે બેઠકમાં કશ્મીરના ભવિષ્યને લઈને તેમજ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને ત્યારે કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદેકહ્યું હતું કે કાશ્મીરમાં જલ્દીથી સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈને ચૂંટણી યોજવી જોઈએ. 

rahul gandhi,congress,jammu kashmir,rahul gandhi visit jammu kashmir

કાશ્મીરમાં સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે 

તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 અને 35Aની કલમ કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે નાબૂદ કરવામાં આવી હતી. જેને લીધે થઈને કાશ્મીરનો વિશિષ્ટ રાજ્યનો દરજ્જો છીનવાઇ ગયો હતો. અને ત્યારથી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. હાલ જમ્મુ કાશ્મીરમાં સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે વિધાનસભાની ચૂંટણીને લઈને હજુ સુધી કોઈજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં ઠરાવ પસાર કરીને કાશ્મીરમાં લાગુ કલમ 370 અને 35Aને રદ કરી નાખી હતી. અને કાશ્મીરનો વિશિષ્ટ રાજ્યનો દરજ્જો છીનવી લીધો હતો. ત્યારે કાશ્મીરમાંથી કલમ 370 અને 35Aને રદ થયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદ સભ્ય રાહુલ ગાંધી કાશ્મીરની મુલાકાતે જય રહ્યા છે. ત્યારે તે ત્યાં જઈને વિધાનસભાની ચૂંટણી પૂર્વેની તૈયારીના ભાગ રૂપે પાર્ટીના કાર્યકર્તાઓને તેમજ કાશ્મીરી નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાહુલ ગાંધી કાશ્મીરમાં બે દિવસ રોકાણ કરવાના છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment