હવે હિન્દુત્વ પર દરરોજ નવ નવા નિવેદનો આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ બાદ હવે રાશિદ અલ્વીએ હિન્દુઓ અને ભગવાન શ્રીરામ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના સંભલમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જય શ્રીરામના નારા લગાવનારાઓને રામાયણ યુગના રાક્ષસ ગણાવ્યા. રાશિદ અલ્વીએ કહ્યું કે રામરાજ્યનો નારો લગાવનારા મુનિ નહીં પરંતુ રામાયણના કાલનેમિ રાક્ષસ છે. આ સાથે જ તેમણે કહ્યું કે રામરાજ્યનો નારો લગાવનારા સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે.
आजकल कुछ लोग जय श्री राम का नारा लगाकर देश के लोगों को गुमराह करते हैं, ऐसे लोगों से होशियार रहना चाहिए। आज जो जय श्री राम बोलते हैं, वे बिना नहाएं बोलते हैं। आज भी बहुत लोग जय श्री राम का नारा लगाते हैं, वे सब मुनि नहीं वे निसिचर घोरा है: कांग्रेस नेता राशिद अल्वी, संभल (11.11) pic.twitter.com/DTIcIeFq11
— ANI_HindiNews (@AHindinews) November 12, 2021
ભાજપનું નામ લીધા વગર સાધ્યું નિશાન
ઉત્તર પ્રદેશના સંભલના એચોડા કમ્બોહમાં ચાલી રહેલા પાંચ દિવસના કલ્કિ મહોત્સવમાં પહોંચેલા કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ભાજપ પર નિશાન સાધતા આવું નિવેદન આપ્યું અને જય શ્રીરામનો નારો લગાવનારાની સરખામણી રામાયણના કાલનેમી રાક્ષસ સાથે કરી. તેમણે કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશમાં રામરાજ્ય હોવું જોઈએ. પરંતુ જે રાજ્યમાં બકરી અને શેર એક ઘાટ પર પાણીએ પીવે ત્યાં નફરત કઈ રીતે હોય.
શ્રીરામના નારા લગાવનારા હોશિયાર રહે- અલ્વી
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ ભાજપ તરફ ઈશારો કરતા કહ્યું કે ‘આજકાલ કેટલાક લોકો જય શ્રીરામના નારા લગાવીને દેશને ગુમરાહ કરે છે, આવા લોકોથી હોશિયાર રહેવું જોઈએ. આજે જે જય શ્રીરામ બોલે છે તે ન્હાયા વગર બોલે છે. આજે પણ અનેક લોકો જય શ્રીરામના નારા લગાવે છે. તે બધા મુનિ નથી.’
વિચારોમાં કેટલું ઝેર- અમિત માલવિય
सलमान ख़ुर्शीद के बाद अब कांग्रेस के नेता राशिद अल्वी जय श्री राम कहने वालों को निशाचर (राक्षस) बता रहे हैं।
राम भक्तों के प्रति कांग्रेस के विचारों में कितना ज़हर घुला हुआ है। pic.twitter.com/kHG3vXSpDW
— Amit Malviya (@amitmalviya) November 12, 2021
ભાજપના નેતા અમિત માલવિયે રાશિદ અલ્વીના નિવેદનનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે સલમાન ખુર્શીદ બાદ હવે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી જય શ્રીરામના કહેનારાઓને નિશાચર (રાક્ષસ) ગણાવે છે. રામભક્તો પ્રત્યે કોંગ્રેસના વિચારોમાં કેટલું ઝેર ભરેલુ છે.
આ પણ વાંચો : રસ્તા પર ઉભી રહેતી નોનવેજ-ઈંડાની લારીઓ વિશે મહેસૂલ મંત્રીનું મોટુ નિવેદન
કોંગ્રેસને મોંઘુ પડશે હિન્દુઓનું અપમાન- ભાજપ
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીના કાલનેમિ રાક્ષસવાળા નિવેદન પર ભાજપ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓમાં એવી હોડ લાગી છે કે કોણ હિન્દુઓનું કેટલું વધુ અપમાન કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે ભગવાન રામ અને કૃષ્ણને કાલ્પનિક ગણાવતા હોય, રામસેતુને તોડવા માટે સોગંદનામું આપતા હોય અને મંદિરમાં પૂજા કરનારા છોકરાઓને છોકરીઓ છેડનારા ગણાવતા હોય, હિન્દુઓનું આ પ્રકારે અપમાન કોંગ્રેસ પાર્ટીને ખુબ ભારે પડશે.
સલમાન ખુર્શીદે આતંકી સંગઠનોની હિન્દુત્વ સાથે કરી સરખામણી
આ અગાઉ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ નું વિમોચન કરીને નવા પ્રકારનો રાજકીય વિવાદ ખડો કર્યો હતો. પુસ્તકમાં તેમણે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો. પરંતુ આ સાથે જ તેમણે હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકી સંગઠનોના ‘જેહાદી ઈસ્લામવાળી સોચ’ સાથે કરી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4