Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝકોંગ્રેસના આ નેતા કરોડોનું ફુલેકુ ફેરવીને સંપર્ક વિહોણા થયા

કોંગ્રેસના આ નેતા કરોડોનું ફુલેકુ ફેરવીને સંપર્ક વિહોણા થયા

gujarat congresss, sachin valera
Share Now

ગુજરાત(GUJARAT) વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીઘી છે. અને દરેક રાજકીય પાર્ટી ઓ પોતાનાથી કોઈ ચૂક ન થાય તેનું પણ ધ્યાન રાખી રહ્યા છે. ત્યાર ચૂંટણીના આ માહોલમાં કોંગ્રેસના(CONGRESS) નેતા વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસના યુવા નેતા પર કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવયાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસના યુવા નેતા સચિન વાલેરા(SACHIN VALERA) પર કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ગુજરાત કોંગ્રેસના પ્રોટોકોલ મંત્રી તરીકે સચીન વલેરા જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસના યુવા નેતા પર આવા આક્ષેપો લાગતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. જોકે સચિન વાલેરાએ કોરોડો રૂપિયાનું જે રીતે ફુલેકુ ફેરવ્યું છે તે જાણીને તમે હેરાન થઇ જશો.

શાહીબાગ પોલોસ સ્ટેશનમાં થઇ અરજી

ગુજરાત કોંગ્રેસના પ્રોટોકોલ મંત્રી સચિન વાલેરા(SACHIN VALERA) પર કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યાનો આક્ષેપ લાગ્યો છે. સચિન વાલેરા વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી. જોકે આબરૂના ડરથી કોંગ્રેસના નેતાઓએ આ અરજી પાછી ખેંચાવી લીધી હતી. તમને જણાવી દઈએ કે સચિન વાલેરા છેલ્લા 4 મહિનાથી સંપર્ક વિહોણા બન્યા છે. તેમના પર આરોપ છે કે તેઓ કોંગ્રેસના કાર્યકરો તેમજ ઘણા નેતાઓના રૂપિયા ચાઉ કરી ગયા છે. જેના લીધે પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમને શોધી રહ્યા છે. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેઓ સંપર્ક વિહોણા બન્યા છે. જેને લએને કોંગ્રેસના જે કાર્યકરો અને નેતાઓએ પૈસા આપ્યા હતા તેમનામાં રોષનો માહોલ છે

gujarat congress, sachin valera

PC- ASHOK GEHLOT TWEETER

આ પણ વાંચો:શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જ્યંતી પર જાણો એમના વિશે

ટિકિટની લાલચ આપીને રૂપિયા લીધા હતા

કોંગ્રેસના નેતા સચિન વાલેરા(SACHIN VALERA) પર પક્ષનાંજ લોકોના પૈસા ચાઉં કરી જવાનો આરોપ લાગ્યો છે. અને તેમની વિરુદ્ધ એક કાર્યકરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. સચીન વાલેરાએ કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો પાસેથી ગુજરાત સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં ટિકિટ અપાવવાની લાલચ આપીને પૈસા ઉઘરાવ્યા હતા. તેમજ કોંગ્રેસ સાશિત રાજ્યોમાં સલાહ પણ આપી હતી. સચિન વાલેરાએ આપેલી ટિકિટની લાલચમાં ઘણા લોકોએ લલચાઈને તેમને રૂપિચા આપ્યા હતા. અને કાર્યકરોના રૂપિયા લઈને તેઓ હાલ ગાયબ થઈ ગયા છે. જેના લીધે હાલ કોંગ્રેસ પાર્ટમાં માહોલ ગરમાયો છે. અને પક્ષના નેતાઓ તેમજ કાર્યકરો તેમને શોધી રહ્યા છે.

સચિન વાલેરાને લઈને પક્ષમાં છે નારાજગી

સચિન વાલેરા પર કોંગ્રેસ પક્ષનાંજ નેતાઓ અને કાર્યકર્તાઓના પૈસા ચાઉં કરવાનો આરોપ લાગ્યો છે અને તેને લઈને એક કાર્યકર દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી. સચિન વાલેરાએ કાર્યકરો તેમજ નેતાઓને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનું નામ લઈને રૂપિયા ઉઘરાવ્યા હતા. સચિન વાલેરાએ આ બે નેતાઓના નામ આપીને ટિકિટની લાલચ આપી હતી. અને પૈસા ઉઘરાવ્યા હતા. ત્યારે સચિન વાલેરા છેલ્લા 4 મહિનાથી સંપર્ક વિહોણા બન્યા છે. સચિન વાલેરાને કારણે પક્ષના કાર્યકરો અને નેતાઓ કે જેમના રૂપિયા તે લઇ ગયા છે તે તમામ લોકો હાલ પક્ષથી નારાજ છે. અને હાલ સચિન વાલેરાને લઈને પક્ષમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને લોકોએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓને ફરિયાદ કરી છે. જોકે સચિન વાલેરા હાલ સંપર્ક વિહોણા છે.

કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીઘી છે. અને દરેક રાજકીય પાર્ટી ઓ પોતાનાથી કોઈ ચૂક ન થાય તેનું પણ ધ્યાન રાખી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને aimim કોંગ્રેસની મુશળકેલી બની રહ્યા છે. ત્યારે સચિન વાલેરાએ લોકો પાસેથી ટિકિટની લાલચને લઈને રૂપિયા ઉઘરાવાની બાબત બહાર આવતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. જોકે સમગ્ર મામલે ચાકીન વાલેરા વિરુદ્ધ એક કાર્યકર દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ પાર્ટીની આબરૂને બચાવવા માટે કોંગ્રેસ નેતાઓએ તે અરજી પાછી ખેચાવી લીધી છે.

No comments

leave a comment