સુષ્મિતા દેવે કોંગ્રેસ સાથે સંબંધ તોડ્યો છે. કોંગ્રેસ સાથે સંબંધ તોડતા જ કોંગ્રેસ પાર્ટીમાં સવાલો ઉઠી રહ્યા છે. પહેલા તેમણે પાર્ટીનું વ્હોટ્સએપ ગ્રુપ છોડ્યું. એ બાદ હવે તેમણે ટ્વિટરના બાયોમાં પોતાને કોંગ્રેસના પૂર્વ નેતા ગણાવ્યા છે. સુસ્મિતા દેવ કોંગ્રસ સાથે છેડો ફાડ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે એવી ચર્ચા થઇ રહી છે. સુસ્મિતા દેવાઈ તેમણે પાર્ટીની અંતરિમ અઘ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી તેઓ પાર્ટીથી નારાજ રહ્યા હતા. આસામ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની નારાજગીના સમાચાર સતત આવતા રહ્યા હતા.
કપિલ સિબ્બલની પ્રતિક્રિયા – યુવાઓ પેઢી છોડે અને જિમ્મેદાર વૃધોને ઠહેરાવે
Sushmita Dev
Resigns from primary membership of our Party
While young leaders leave we ‘oldies’ are blamed for our efforts to strengthen it
The Party moves on with :
Eyes Wide Shut
— Kapil Sibal (@KapilSibal) August 16, 2021
કોંગ્રેસની પૂર્વ સંસદ સુસ્મિતા દેવએ પાર્ટી છોડતા કોંગ્રેસમાં જ વિખવાદ અને પાર્ટીમાં જ સવાલો ઉઠી રહ્યા છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ સવાલો ઉઠાવ્યા છે. કપિલ સિબ્બલએ ટ્વિટ દ્વારા કહ્યું કે, સુસ્મિતા દેવ રાજીનામુ આપ્યું એમાં યુવાઓ પેઢી છોડે એમાં અમારા જેવા વૃધો જે પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈ એને દોષી ઠહેરાવે છે. પાર્ટી આગળ વધી રહી છે આંખ બંધ કરી ને!!!
આ પણ વાંચો : તાલિબાનનો ખોફ: અફઘાનિસ્તાન તાલિબાનોના હાથમાં જતા જ લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા
સુષ્મિતા દેવે રવિવારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ
કોંગ્રેસની મહિલા વિંગના પ્રમુખ સુષ્મિતા દેવે રવિવારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા એોક સંક્ષિપ્ત પત્રમાં પૂર્વ સંસદ સભ્યએ કહ્યું કે તે પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી રાજીનામું આપી રહી છે. પરંતુ કોઈ ખાસ કારણ નથી જણાવ્યું. પરંતુ સુસ્મિતા દેવએ પોતાના ટ્વિટર બાયોમા પૂર્વ કોંગ્રેસ ઉપડૅટ કર્યું છે ણ એ હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એ જોડાઈ શકે છે તૃણમૂલ કોંગ્રેસમાં. માર્ચ મહિનામાં તો આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ સુષ્મિતા દેવના રાજીનામાની અટકળોને ફગાવવી પડી હતી. તેમણે સીટ વહેંચણીને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સુષ્મિતા દેવ તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે
તેમણે કહ્યું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સાથે પોતાના ત્રણ દશક લાંબા સંબંધને સમજુ છું. તમને મને જે માર્ગદર્શન આપ્યું અને જે તક આપી તે માટે હું વ્યક્તિગત રીતે તમારી આભારી છું. દેવ દિવંગત કોંગ્રેસી સંતોષ મોહન દેવની દીકરી છે. 2014માં પહેલી વાર સિલચરની પારિવારીક સીટ પરથી સંસદ પહોંચ્યા હતા. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ સુષ્મિતા દેવ તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેવી ચર્ચા ચાલી રહી છે.એવી પણ અટકળો સામે આવી રહી છે કે સુસ્મિતા દેવ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને આજે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી શકે છે.
હાલ તો કઈ જ સાફ વાત કરવામાં નથી આવી પરંતુ બીજેપીમાં જોડવાની અટકળો પણ સામે આવી રહી છે. તો બીજેપી નેતાઓ કહી રહ્યા છે કે અમારી પાર્ટીમાં નહિ આવે સુસ્મિતા દેવ.સાથે જ એ અમારા કોઈ સિનિયર નેતાઓના સંપર્કમાં પણ નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt