Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝશું નેતાઓને કોરોના નહિ થાય ?

શું નેતાઓને કોરોના નહિ થાય ?

congress meeting
Share Now

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે લાખો લોકોના જીવ લીધા છે.. ત્યારે કોરોનાની આ બીજી લહેરમાં લોકો એક તરફ પોતાનાં સ્વજનોને બચાવવા લાઈનો લગાવી હતી બેડ, હોસ્પિટલ, ઇન્જેકસન કે પછી ઓક્સિજનના બાટલા લેવા ત્યારે એક પણ કોર્પોરેટર કે ધારાસભ્ય પોતાનો જીવ બચી રહે તે માટે ઘરની બહાર પણ નીકળ્યા ન હતા અને જાણે પ્રજા ભગવાન ભરોશે હોઈ તેમ રાજકીય પક્ષોએ લોકોને તરછોડી દીધા હતા…જો કે કોરોનાની બીજી લહેર હળવી થતાની સાથે જ ભાજપ હોઈ કે કોંગ્રેસ બંને લોકો પોતાંનું રાજકારણ ફરી શરૂ કર્યું હતું અને મોટી સંખ્યામાં રાજકીય રોટલા શેકવાઅનેક કેમ્પો અને અનેક કાર્યક્રમો શરૂ કર્યા હતા ..તો આવા સમયમાં આ કાર્યક્રમો યોજવા કેટલા હિતાવહ ? ભાજપ હોઈ કે કોંગ્રેસ આ બંનેને કદાચ સોશ્યિલ ડિસ્ટન્સ કે માસ્કના નિયમો લાગુ નથી પડતા તેવું લાગી રહ્યું છે ..અને આ વાતને પુરવાર કરતો એક તાજો દાખલો અમરેલીમાં જોવા મળ્યો …જી હા …આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શહેર અને તાલુકા કોંગ્રેસની મળી વિસ્તૃત કારોબારી બેઠક. ધારાસભ્ય પ્રતાપ દુધાતના અધ્યક્ષ સ્થાને મળી હતી બેઠક. જોવા મળ્યા નિયમોના ધજગરા…..સરકાર કહી કહીને થાકી ગઈ છે કે માસ્ક પહેરો, સોશ્યિલ ડિસ્ટન્સ જાળવો પણ માને કોણ ? ભાજપ પણ પોતાના કાર્યક્રમમાં નિયમોના ઉલાળ્યા કરે જ છે .અને કોંગ્રેસ હોઈ કે બીજી રાજકીય પાર્ટી…..આ બધા જ રાજકીય સ્વાર્થ સાધવા માટે સભાઓ કરે જ છે અને જો એમાં નિયમોના ભંગ થઇ એટલે રાજકીય પક્ષો એક બીજા પર પ્રહારો કરવામાં તો માહેર જ છે કે સરકારની ગાઈડલાઇનનું પાલન નથી કરતા …કડક કાર્યવાહી થવી જોઈએ ….પરંતુ એ જ પાર્ટીઓ અત્યારે સભા કરી નિયમોના ઉડાડી રહી છે ધજાગરા…. જુઓ આ કોંગ્રેસના મહાશયોને ..કે જે ખુલ્લેઆમ કોરોના ગાઈડ લાઈનનું ભંગ કરી રહ્યા છે… નથી માસ્ક નજરે પડતું કે નથી જળવાતું સોશ્યિલ ડિસ્ટન્સ ….શું આ મહાશયો હજુ કોરોનાને આમન્ત્રણ આપી રહ્યા છે ?

congress breaking

 

કોંગ્રેસના યુવા ધારાસભ્ય પ્રતાપ દુઘાતના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક નિયમોનું ઉલલંઘન

હજુ પણ કોરોના ગયો નથી અને કોરોના ગાઈડલાઈનના નિયમો યથાવત છે તેમ છતા રાજનેતાઓ આ નિયમો પાળવા તૈયાર નથી, તે વરવી વાસ્તવિકતા છે. આજે સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી સાવરકુંડલા લીલીયા કોંગ્રેસના યુવા ધારાસભ્ય પ્રતાપ દુઘાતના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કોરોના ગાઈડ લાઈન ને ભૂલી બેઠક યોજી હોવાના દ્રશ્યો અતિ ચિંતા જનક સામે આવ્યા છે.

આ પણ જુઓ : ‘ ભગવાન ‘ ના ઘરે દરોડા

members of congress without maskનથી પહેર્યું માસ્ક , નથી જાળવતા સોશ્યિલ ડિસ્ટન્સ

આ મહામારીમાં થોડા અંશે કોરોના કેસ ઘટયા છે જ્યારે કોરોના સંક્રમણ હજુ અમરેલી અને ગુજરાત ભરમા યથાવત છે તેવા સમયે એક સાથે સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ કરી કાર્યકમો શરૂ થઈ રહ્યા છે. જ્યારે આ બેઠક કોરોનાને ભૂલી ને જ કરી હોવાનુ લાગી રહ્યું છે. કેમ કે આ બેઠકમા કોઈ માસ્ક પહેર્યું જ નથી ઉપરાંત પ્રજાના સેવક જનપ્રતિનિધિ કહેવાય છે તેવા ધારાસભ્ય પ્રતાપ દુધાત જ માસ્ક ન પહેરે તો સ્વભાવિક છે કોંગી કાર્યકરો કેમ પહેરે. અહીં ધારાસભ્ય થી લઈ કોંગ્રેસના હોદેદારો કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા.

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

અહીં કોરોના સંક્રમણ ફેલાય તે રીતે જ કાર્યક્રમ યોજી બેઠક કરી હતી જ્યારે સ્થાનીક પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કેમ? કોઈ કાર્યવાહી ન કરી શુ આ આટલી મોટી બેઠક યોજવાની છે તે પોલીસના ધ્યાને નહિ હોય તેવા અનેક સવાલો પોલીસ સામે પણ ઉઠ્યા છે.

કડક કાર્યવાહી થશે કે કેમ ?

સામાન્ય લોકો પાસે દંડ વસૂલતું તંત્ર નેતાઓ સામે ક્યારે કાર્યવાહી કરશે? અમરેલી જિલ્લામા કોરોના કાળ જ્યાર થી શરૂ થયો ત્યારથી સમગ્ર જિલ્લામા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈન નો ભંગ કરનાર આમ નાગરિકો પ્રજા સામાન્ય માણસ સામે કાર્યવાહી કરાય છે. જ્યારે માસ્ક વગરના લોકોને લાખો ના દંડ ફટકાર્યા છે ત્યારે આ કોંગ્રેસના ધારાસભ્યની બેઠકમા કોઈ કોરોના સંક્રમણ વધે નહી અને નિયમો ભંગ બદલ કોઈ કાર્યવાહી કરવાની હિંમત કરશે કે કેમ તે તો અવનારો સમય જ બતાવશે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment