ગુજરાતમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તેના સ્થાનિક નેતૃત્વની શોધમાં છે. અને આ વાત હવે પાર્ટીના નેતાઓ પણ ખૂલીને બોલવા લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પાર્ટી હાઇકમાન્ડને ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસને મજબૂત નેતૃત્વ આપવાની વાત કરી છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અનેકોંગ્રેસ પાર્ટીના મહાસચિવ વેણુગોપાલને ટ્વિટર પર ટેગ કરીને ગુજરાત કોંગ્રેસના નેતા માટે માંગ કરી છે.
ગુજરાતને આક્રમક નેતૃત્વ આપવા કરી માંગ
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસનાપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલને ટ્વિટર ટેગ કરીને લખ્યું છે કે, આદરણીય વેણુગોપાલજી, ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં ફેરફાર કરી દીધો છે, તે એક સંકેત છે કે પરિસ્થિતિઓ આપણા માટે અનુકૂળ બની શકે છે, કૃપા કરીને ગુજરાતને જનહિતમાં ઝડપી આક્રમક નેતૃત્વ પ્રદાન કરો.
आदरणीय @RahulGandhi जी BJP मुख्यमंत्री और मंत्रीमंडल बदलती है, यह बहुत सुचक है की हमारे लिये स्थितयां अनुकूल बन सकती है जनहित में त्वरित आक्रामक नेतृत्व प्रदान करने की कृपा करें।#RahulGandhi
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) November 30, 2021
આ પણ વાંચો: બિહાર વિધાનસભા પરિસરમાં મળી દારૂની બોટલો, તેજસ્વી યાદવે સીએમ નીતીશ કુમાર પર કર્યા પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાહુલ ગાંધીએ કરી હતી વન ટુ વન બેઠક
થોડા સમય પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અને તેમણે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ સાથે દિલ્હીમાં રાહુલ ગાંધીએ વન ટુ વન બેઠીક યોજી હતી. જો કે, તે પછી પણ ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય પોતે પાર્ટી હાઇકમાન્ડ સામે નેતૃત્વની માંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, હમણાં થોડા સમય પહેલા જ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. અને લગભગ બધી જગ્યાએ ભાજપનો ભગવો લહેરાયો હતો. ઘણી જગ્યાએ તો કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નહતું. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલ આ પરિણામને કારણે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી આ બંને પાડો ખાલી પડ્યા છે. આમ હાલ ગુજરાત કોંગ્રેસ પાસે કોઈ સ્થાનિક નેતૃત્વ નથી.
યુવા ચહેરાની શોધમાં કોંગ્રેસ
આગામી વર્ષ 2022 માં ગજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) યોજવાની છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તેનએ લઈને કોંગ્રેસે બેઠકો શરૂ કરી છે. અને તમામ કોંગ્રેસી નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના ખાલી પડેલ પદની જવાબદારી માટે પાર્ટી હાઇકમાન્ડ યુવા ચહેરાની શોધમાં છે. ગુજરાતમાં થોડા સમય પહેલા જ યોજાયેલ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. તેમજ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. ત્યારે પાર્ટી વિધાનસભાની ચૂંટણીને સહેજ ઢીલાશ મૂકવા માંગતી નથી. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓના ચાલી રહેલ આંતરિક જૂથવાદને જોતાં પાર્ટી હાઇકમાન્ડ યુવા ચહેરાની શોધમાં છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4