Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝહાઈવેના નવિનીકરણનુ કામ ઝડપથી પૂર્ણ કરવા વડાપ્રધાનને બારૈયાનો પત્ર

હાઈવેના નવિનીકરણનુ કામ ઝડપથી પૂર્ણ કરવા વડાપ્રધાનને બારૈયાનો પત્ર

ROAD TOLL TAX
Share Now

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી પસાર થતો ફોરલેન નેશનલ હાઈવે નં.-૮ વાહનચાલકો માટે હાલ સગવડરૂપને બદલે અગવડરૂપ બન્યો છે. તેમ છતાં વાહનચાલકો પાસેથી તોતિંગ ટોલ ટેક્ષ ઉઘરાવવાનું ચાલુ છે. જેની સામે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. જેના પડઘારૂપે વિપક્ષે ટોલ બંધ કરવા અવાજ બૂલંદ કર્યોં છે.સ્થાનિક કક્ષાએ વિરોધ પ્રદર્શન અને રજુઆતો બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી સત્વરે કામ પૂર્ણ થાય તેવી રજુઆત કરી છે. ચિલોડાથી શામળાજી સુધીના હાઈવેના નવિનીકરણનુ કામ ઝડપથી પૂર્ણ કરવા વડાપ્રધાનને બારૈયાનો પત્ર.

જ્યાં સુધી રોડનું તમામ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલટેક્ષ ઉઘરાવવાનું બંધ કરવાં માંગણી કરવામાં આવી

MAHENDRA BARAIYA વડાપ્રધાનને પાઠવેલ પત્રમાં બારૈયાએ જણાવ્યું છે કે, પ્રાંતિજ તાલુકામાંથી ચિલોડા થી શામળાજી સુધીનો નેશનલ હાઇવે નંબર-૮ પસાર થાય છે.આ ફોરલેન હાઈવેના નવિનીકરણનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે.આ કામમાં ઠેર-ઠેર ઓવરબ્રિજ બનતા હોવાના કારણે ડાયવર્ઝન તેમજ સર્વિસરોડ આપવામાં આવેલ છે.જે રોડ ઉપર મોટા – મોટા ખાડા હોવાના કારણે વાહનોની બબ્બે કિ.મી. લાંબી લાઈનો લાગે છે.આ ૫૦ કિ.મી.નુ અંતર કાપતાં બેથી ત્રણ કલાકનો સમય લાગે છે.ઘણી વખતે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો પણ ફસાઈ જાય છે.જેથી આ રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે. અધુરામાં પુરું ચિલોડા થી શામળાજી સુધીનો હાઈવે સાવ ખાડાખૈયાવાળો બિસમાર હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તગડો ટોલ વસુલવામાં આવે છે.જેથી જ્યાં સુધી રોડનું તમામ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલટેક્ષ ઉઘરાવવાનું બંધ કરવાં માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : દેશ અને લોકતંત્ર શર્મસાર થયું : સંબિત પાત્રાનો પલટવાર રાહુલ ગાંધીના આરોપોનો લઇ

અન્ડરપાસ બનાવવાની માંગણી

હાલ આ નેશનલ હાઈવે નં.૮ને સિક્સલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમા પ્રાંતિજ ગામથી માર્કંડેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રસ્તે અન્ડરપાસ બનાવવામા આવતો નથી. ગામના સામે ભાગે પશ્ચિમ છેડે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન,આઈ.ટી.આઈ., પ્રાંતિજના ખેડુતોના ખેતરો તથા ૫૦૦૦ જેટલી વસ્તીનો વસવાટ છે. તેમ છતાં અન્ડરપાસ મૂકવામાં આવ્યો નથી. જેથી સૌને બે કિ.મી.નો ધરમધક્કો પડશે. તો અહીં અન્ડરપાસ બનાવવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત રસુલપુર તથા તાજપુર ગામ ખાતે પણ અન્ડરપાસ બનાવવાની રજુઆત કરવામાં આવી છે.

પ્રાંતિજ તાલુકામાં કતપુર ગામે ટોલપ્લાઝા બનાવાયું છે.જેની આસપાસના ૧૫ કિ.મી.વિસ્તારના લોકોને પ્રાંતિજ તાલુકા મથકે અવરજવર માટે પણ ટોલ ટેક્સ ભરવો પડે છે. જેના કારણે નાગરિકોએ આર્થિક બોજ વેઠવો પડે છે.જેથી તેઓના વાહનોનો ટોલ લેવાનું બંધ કરવા માંગણી કરી છે. તો તાલુકાના વાહનો માટે હાઈવેની બાજુમાં સર્વિસ રોડ બનાવવા રજુઆત કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન મોદી સાબરકાંઠાની જનતાના આ પ્રશ્નનો હલ કરશે ? તેમ પ્રજા પૂછી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment