ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના(VIJAY RUPANI) શાસનના 5 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત સરકાર પોતાના પાંચ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે ઉજવણી કરી રહી છે. જેમાં સરકાર દ્વારા તારીખ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીના અલગ-અલગ કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે ગુજરાત સરકાર દ્વારા સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળ દરમ્યાન જે બાળકોએ પોતાના મોટા-પિતાને ગુમાવ્યા હોય તેવા બાળકો સાથે ભોજન કર્યું હતું. ત્યારે ગુજરાત સરકારના પાંચ વર્ષ થયાની ઉજવણીનો ગુજરાત કોંગ્રેસ(CONGRESS) દ્વારા પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસે કર્યો વિરોધ
ગુજરાતના(GUJARAT) મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગજરાત કોંગ્રેસ સરકારની આ ઉજવણીનો સમગ્ર ગુજરાતમાં વિરોધ કરી રહ્યું છે. આજ રોજ ગુજરાત સરકાર દ્વારા સંવેદન દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગુજરાત કોંગ્રેસે(CONGRESS) સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સંવેદના દિવસનો વિરોધ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આરોગ્ય બચાવો અભિયાન અંતર્ગત સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મહત્વનો ફેરફાર
અર્જુન મોઢવાડીયાએ રાજકોટ સિવિલ ખાતે કર્યો વિરોધ
રૂપાણી સરકાર હાલ પોતાના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહી છે. જેને લઈને ગુજરાત સરકારે આજે સંવેદના દિવસની ઉજાણી કરી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળ દરમ્યાન જે બાળકોના મોટા-પિતા મૃત્યુ પામ્યા હોય તેવ બાળકો સાથે બેસીને ભોજન કર્યું હતું. ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ(ARJUN MODHWADIA) આ મુદ્દે રાજકોટ સિવિલ ખાતે વિરોધ કર્યો હતો. અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતો. તેમણે આ દરમ્યાન મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રાજ્યમાં કોરોના કાળ દરમ્યાન સરકારની બેદરકારીને લીધે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સરકાર લજવાને બદલે ગાજી રહી છે. ગુજરાત સરકાર ઉજવણીના નામે તાયફાઑ કરીને શું સાબિત કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે અત્યારસુધી એક પણ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળની ઉજવણી નથી કરી. તો હવે કેમ રૂપાણી સરકાર તાયફાઑ કરી રહી છે. તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, રૂપાણી સરકારમાં બદલાવ થવાનો છે. તેને લઈને જ આ તાયફાઑ કરવામાં આવી રહ્યાંછે.
आज राजकोट सिविल अस्पताल के सामने @INCGujarat आयोजित #આરોગ્ય_બચાઓ_અભિયાન अंतर्गत धरना प्रदर्शन कार्यक्रम में शहर-जिला कांग्रेस नेता, युवा कांग्रेस/महिला पदाधिकारियों के साथ हिस्सा लिया।
कोरोना मोत असरग्रस्त परिवारजनों को ₹4 लाख सहायता और निजी अस्पताल खर्च भुगतान की माँग रखी। pic.twitter.com/PruvC9yT4Z
— Arjun Modhwadia (@arjunmodhwadia) August 2, 2021
આમ આદમી પાર્ટી પણ કરી રહી છે વિરોધ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી ઉજવણીનો આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારના આજના સંવેદન દિવસના કાર્યક્રમની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ અસંવેદન દિવસ ઉજવ્યો હતો. અને સરકારનો વિરોધ કર્યો હતો. ત્યારે હાલ રાજ્યની રૂપાણી સરકાર તેના 5 વર્ષના શાસનકાળ પૂર્ણ થતાં ઉજવણી કરી રહી છે. અને વિપક્ષ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરાઇ રહ્યો છે. જેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના 5 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત સરકાર પોતાના પાંચ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે ઉજવણી કરી અહી છે. જેમાં સરકાર દ્વારા તારીખ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીના અલગ-અલગ કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે ગુજરાત સરકાર દ્વારા સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળ દરમ્યાન જે બાળકોએ પોતાના મોટા-પિતાને ગુમાવ્યા હોય તેવા બાળકો સાથે ભોજન કર્યું હતું. ત્યારે ગુજરાત સરકારના પાંચ વર્ષ થયાની ઉજવણીનો ગુજરાત કોંગ્રેસ(CONGRESS) દ્વારા પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4