Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝમહિલાઓ માટે કોંગ્રેસનો અલગથી ચૂંટણી ઢંઢેરો, ફ્રીમાં સિલિન્ડર સહિત કરી આ મોટી જાહેરાત

મહિલાઓ માટે કોંગ્રેસનો અલગથી ચૂંટણી ઢંઢેરો, ફ્રીમાં સિલિન્ડર સહિત કરી આ મોટી જાહેરાત

Congress
Share Now

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (UP Eleciton 2022) માટે કોંગ્રેસે (Congress)તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તકે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોરચો સંભાળતા યૂપી ચૂંટણી પહેલાં મહિલાઓ માટે એક અલગ ચૂંટણી ઢંઢેરો (Congress Manifesto for UP Election) તૈયાર કર્યો છે. આ અંગેની જાણકારી પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે.

Congress 3 સિલિન્ડર ફ્રીમાં આપશે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશની મારી પ્રિય બહેનો, તમારો દરેક દિવસ સંઘર્ષોથી ભરેલો રહે છે, કોંગ્રેસ પાર્ટી તેને સમજે છે. તમારા માટે એક અલગથી ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીની સરકાર રચાતા વર્ષમાં 3 સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે. પ્રદેશની સરકારી બસોમાં મહિલાઓ માટે યાત્રા ફ્રી હશે.

આ પણ વાંચો: અમિત શાહે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત શિબિરનું કર્યું ઉદ્ઘાટન

મહિલાઓ માટે Congress ની જાહેરાતો

પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું કે, આશા અને આંગણવાડીની મારી બહેનોને દર મહિને 10 હજાર રૂપિયા મળશે. નવા સરકારી પદો પર અનામતની જોગવાઇ અનુસાર 40 ટકા પદો પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે. વૃદ્ધા વિધવા પેન્શન 1000 રૂપિયા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની ધરતીની વીરાંગનાઓ નામ પર પ્રદેશભરમાં 75 દક્ષતા વિદ્યાલય ખુલી જશે. વિદ્યાલય ખોલવામાં આવશે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકીટ મહિલાઓને આપશે. તો વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપશે.

કોંગ્રેસનું ખાડા બૂરો અભિયાન જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment