Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / August 11.
Homeન્યૂઝવિપક્ષને એક કરવા સોનિયા ગાંધીએ બોલાવી બેઠક, બસપા અને આપ નહીં રહે હાજર

વિપક્ષને એક કરવા સોનિયા ગાંધીએ બોલાવી બેઠક, બસપા અને આપ નહીં રહે હાજર

SONIA GANDHI,LOKSABHA ELECTION,POLITICAL NEWS,BIG NEWS
Share Now

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ(Sonia Gandhi) વિપક્ષી દળોને એક કરવા અને કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ વ્યૂહરચના ઘડવા માટે આજે સાંજે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શરદ પવાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, એમ કે સ્ટાલિન, હેમંત સોરેન જેવા મોટા નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. બેઠક સાંજે 4 વાગ્યે શરૂ થશે જેમાં તમામ નેતાઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે.  રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહી શકે છે.

લોકસભામાં ભાજપને રોકવા માટેની રણીનીતિ પર થઈ શકે છે ચર્ચા  

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ વિપક્ષી દળોએ એકતા બતાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે આજે મળનારી વિપક્ષી દળોની બેઠકમાં આગામી વર્ષ 2022 માં યોજનાર છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ શકે છે. તેમજ 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.  ગત મહિને દિલ્હીની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ પણ ભાજપ સામે વિપક્ષી એકતાને આવશ્યક ગણાવી હતી.

SONIA GANDHI,LOKSABHA ELECTION,POLITICAL NEWS,BIG NEWS

આ પણ વાંચો:તાલિબાન સંકટ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન

આ નેતાઓ બેઠકમાં હાજરી આપી શકે છે

સોનિયા ગાંધીની(Sonia Gandhi) અધ્યક્ષતામાં વિપક્ષી નેતાઓની બેઠક માટે કયા પક્ષો અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તે અંગે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં 15 જેટલા નાના -મોટા પક્ષોના નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં કોંગ્રેસ ઉપરાંત TMC, NCP, શિવસેના, DMK, સમાજવાદી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, રાષ્ટ્રીય જનતા દળ, નેશનલ કોન્ફરન્સ, CPM, CPI, જનતા દળ સેક્યુલર હાજર રહેશે. હંમેશની જેમ બસપા, આમ આદમી પાર્ટી જેવા પક્ષો આ બેઠકથી દૂર રહેશે.

વિપક્ષ મજબૂત વિકલ્પ તૈયાર કરવા માંગે છે 

સોનિયા ગાંધીની(Sonia Gandhi) બેઠક અંગે કોંગ્રેસના મહાસચિવ તારિક અનવરે જણાવ્યું હતું કે, આ બેઠકનો ઉદ્દેશ્ય મુખ્યત્વે વિપક્ષની એકતા અને આગામી સમયમાં કેવી સંયુક્ત વ્યૂહરચના બનાવવી તે છ. વિપક્ષ આગામી સમયમાં મજબૂત વિકલ્પ તૈયાર કરવા માંગે છે. લોકો વર્તમાન સરકાર અને તેની નીતિઓથી કંટાળી ગયા છે અને તેઓ એક વિકલ્પ શોધી રહ્યા છે.  સોનિયા જીએ અગાઉ 2004 માં પણ યુપીએ બનાવીને દેશને એક વિકલ્પ આપ્યો હતો, તે જ રીતે ફરી એક વિકલ્પ બનાવવાની જરૂર છે. અને સોનિયા જી તે દિશામાં આગળ વધી રહ્યા છે.

વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત રીતે વડાપ્રધાનને લખ્યો હતો પત્ર 

થોડા સમય પહેલા સોનિયા ગાંધી, એચડી દેવગૌડા, શરદ પવાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, એમકે સ્ટાલિન, હેમંત સોરેન, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી રાજા, સીતારામ યેચુરી જેવા વિપક્ષી નેતાઓ  દ્વારા કોરોના રસીકરણ અને ખેડૂતો આંદોલનના મુદ્દે વડાપ્રધાનને સંયુક્ત પત્ર લખવામાં આવ્યો હતો.

સંસદમાં દેખાઈ વિપક્ષી એકતા 

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વિપક્ષી દળોની નિયમિત બેઠકો યોજાઈ હતી. કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે વિપક્ષી સાંસદો એક મંચ પર આવ્યા હતા. તેમજ રાહુલ ગાંધીએ વિપક્ષી દળોના નેતાઓને નાસ્તા માટે પણ આમંત્રણ આપ્યું હતું. અને ત્યારબાદ રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓ મોંઘા પેટ્રોલ અને ડીઝલના વધી રહેલ ભાવના વિરોધમાં સાઈકલ ચલાવીને સંસદમાં પહોંચ્યા હતા. અને વિપક્ષી એકતા બતાવી હતી. 

કપિલ સિબ્બલના નિવાસસ્થાને પણ મળી હતી વિપક્ષી પાર્ટીઓની બેઠક

એક સપ્તાહ પહેલા કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે વિપક્ષના નેતાઓને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં શરદ પવાર, અખિલેશ યાદવ, લાલુ યાદવ, ઓમર અબ્દુલ્લા, ડેરેક ઓ બ્રાયન જેવા કોંગ્રેસના સાથી પક્ષો હાજર રહ્યા હતા. પરંતુ તે સિવાય જે પક્ષોએ કોંગ્રેસથી અંતર રાખ્યું છે તેવ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, વાયએસઆર કોંગ્રેસ, અકાલી દળ, પણ જોડાયા હતા.

NCP પ્રમુખ શરદ યાદવે પણ યોજી હતી વિપક્ષી દળોની બેઠક

ગત મહિને NCP પ્રમુખ શરદ પવારે(Sharad Pawar) પણ પોતાના નિવાસ સ્થાને તમામ વિપક્ષી દળોની બેઠક યોજી હતી. આમ આગામી સમયમાં ભાજપને રોકવા માટે તમામ વિપક્ષી દળો એક મંચ પર આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીએ(Sonia Gandhi) વિપક્ષી દળોને એક કરવા અને કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ વ્યૂહરચના ઘડવા માટે આજે સાંજે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શરદ પવાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, એમ કે સ્ટાલિન, હેમંત સોરેન જેવા મોટા નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. બેઠક સાંજે 4 વાગ્યે શરૂ થશે જેમાં તમામ નેતાઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે.  રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહી શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment