રાજ્યસભાના સાંસદ અને અસમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રિપન બોરાએ કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રમાણિક પર બાંગ્લાદેશના નાગરિક હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપોને લઈને તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અને નિસિથ પ્રમાણિકની નાગરિક્તા અંગે તપાસની માંગ કરી છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી નિશિત પ્રમાણિકની નાગરિકતા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છી છે. નિશિત પ્રમાણિક પશ્ચિમ બંગાળના કુછબિહારના સાંસદ છે. અને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. જોકે, નિશીથ પ્રમાણિકના નજીકના સૂત્રોએ આ તમામ આરોપોને નકારી દીધા છે. તેમજ નજીકના સૂત્રોએ કહ્યું છે કે, તેમનો જન્મ ભારતમાં થયો હતો, અને તેઓ ભારતમાજ મોટા થયા છે. તેમજ તેમણે ભારતમાંજ શિક્ષણ લીધું.
ન્યૂજ ચેનલોના રિપોર્ટને ટાંકીને કર્યો આક્ષેપ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને અસમ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ રિપન બોરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમાણિકની નાગરિક્તાને લાગતો પત્ર લખ્યો છે. અને પત્રને તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમણે કેટલીક ન્યુઝ ચેનલો અને વેબસાઇટ્સના રિપોર્ટને ટાંકીને કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રમાણિક પર બાંગ્લાદેશના નાગરિક હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘નિસિથ પ્રમાણિકનું જન્મસ્થળ હરિનાથપુર છે.અને તે બાંગ્લાદેશના ગાઇબંધા જિલ્લામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે ભારત આવ્યા હતા. અને કમ્પ્યુટરની ડિગ્રી લીધા બાદ, તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઇને સાંસદ બન્યા. અને કેન્દ્રીય મંત્રીના પદ પર પહોંચ્યા છે.
PC- NAVBHARAT TIMES
આ પણ વાંચો:BSFના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કરી કેટલીક મહત્વપૂર્ણ વાત
તપાસની કરી માંગ
રિપણ બોરાએ દાવો કરતાં કહ્યું કે, ન્યૂઝ ચેનલો અનુસાર, નિશીથ પ્રામણિકે ચૂંટણીના નામાંકન પત્રમાં છેડછાડ કરીને કૂચ બિહારનું સરનામું બતાવ્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, નિશિત પ્રમાણિક જ્યારે કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારે બાંગ્લાદેશના જે ગામના પ્રમાણિક વતની છે તે ગામનું ખુશીનું વાતાવરણ પણ ન્યૂજ ચેનલોએ બતાવ્યું હતું. જેમાં તેમના મોટા ભાઇ અને કેટલાક ગામલોકો નિશીથ પ્રમાણિકના કેન્દ્રીય મંત્રી બનવા અંગે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. બોરાએ વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, “જો આ વાત સાચી હોય તો તે દેશ માટે ખૂબ ગંભીર બાબત છે કે કોઈ વિદેશીને કેન્દ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.”તેથી, હું તમને વિનંતી કરું છું કે નિસિથ પ્રમાણિકના જન્મસ્થળ અને રાષ્ટ્રીયતાની તપાસ પારદર્શક રીતે કરવામાં આવે જેથી સમગ્ર દેશમાં ઉદ્ભવતી મૂંઝવણો દૂર થઈ શકે.
BarakBanglaNews, RepublicTV Tripura, IndiaToday & Business Standard publishes, @NisithPramanik is a Bangladeshi national. Its a matter of grave concern that a foreign national is an incumbent union minister. Urging PM @narendramodi in a letter to conduct an enquiry to clarify it. pic.twitter.com/5Td0xIoG8n
— Ripun Bora (@ripunbora) July 17, 2021
ભાજપે કહ્યું તમામ આરોપો પાયાવિહોણા
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને અસમ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપન બોરાએ કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમાણિકની નાગરિક્તા પર સવાલ ઉઠાવ્યા છે. અને તપાસની માંગ કરી છે. ત્યારે આ અંગે પશ્ચિમ બંગાળના ભાજપના મહાસચિવ સયંતન બાસુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમામ આરોપો પાયાવિહોણા છે. બાસુએ કહ્યું, “જો તેઓ સાચા હોય તો તેમણે કોર્ટમાં જવું જોઈએ. આ સમગ્ર મામલે જ્યારે નિશીથ પ્રાણિકની નજીકના સૂત્રોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે નિશીથ પ્રમાણિક એક દેશભક્ત ભારતીય છે, જેનો જન્મ ભારતમાં થયો છે અને તેમનો અભ્યાસ પણ ભારતમાંજ થયો છે. તેમજ નિશીથ પ્રમાણિક પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીના કેટલાક સંબંધીઓ બીજા દેશમાં ઉજવણી કરે છે તો એમ તે શું કરી શકે? છે, તેમણે કહ્યું કે, જો કેનેડિયન સંસદસભ્યના ભારતીય સબંધીઓ ભારતમાં કોઈ ગૌરવની લાગણી અનુભવે છે, તો એમાં કેનેડિયન સંસદસભ્યનો શું વાંક હોય શકે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4