Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝભાજપના જ્ઞાન શક્તિ દિવસની સામે કોંગ્રેસનું શિક્ષણ બચાવો અભિયાન

ભાજપના જ્ઞાન શક્તિ દિવસની સામે કોંગ્રેસનું શિક્ષણ બચાવો અભિયાન

Congress
Share Now

સુરત :- રાજ્ય સરકાર દ્વારા સફળતાના 5 વર્ષ પૂર્ણ નિમિતે ઉજવણીના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તેની સામે આપ અને કોંગ્રેસ(Congress) પાર્ટી દ્વારા વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહયા છે.ભાજપ દ્વારા સફળ સરકારના પાંચ વર્ષ અંતર્ગત પ્રથમ દિવસે જ્ઞાન શક્તિ દિવસ ઉજવામાં આવ્યો હતો.તેની સામે આજે કોંગ્રેસ(Congress) દ્વારા શિક્ષણ(education) બચાવો અભિયાન છેડવામાં આવ્યું હતું. અને MTB કોલેજ બહાર બેનરો સાથે અને સરકાર વિરુદ્ધના સૂત્રોચાર સાથે દેખાવો કર્યા હતા.

congress virodh

સુરતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો શિક્ષણ બચાવો કાર્યક્રમ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષગમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે અને તેને લઈ ભાજપ દ્વારા સરકારના પાંચ વર્ષની સફળતાની ઉજવણી 1 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ કરાઈ રહી છે.ત્યારે તેમની સામે કોંગ્રેસ(Congress) દ્વારા પણ વિરોધ પ્રદશન કરીને સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠવામાં આવ્યા છે.ભાજપ સરકાર દ્વારા રવિવારે જ્ઞાન શક્તિ દિવસ ઉજવામાં આવ્યો હતો.તેની સામે કોંગ્રેસ(Congress) દ્વારા શિક્ષણ(education) બચાબો અભિયાન હાથ ધરાયુ હતું.જે અંતર્ગત સુરતમાં કોંગ્રેસ(Congress) દ્વારા અઠવાલાઇન્સ સ્થિત આવેલ એમ ટી કોલેજ પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના(Congress) કાર્યકરોએ શિક્ષણ સામે વિરોધ નોંધાવ્યો હતો.કોંગી કાર્યકરો દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો : શોક મનાવવાને બદલે ભાજપ ઉત્સવ ઊજવે છેઃ અર્જુન મોઢવાડિયા

congress 001

શિક્ષણ સામે 50 થી વધુ કોંગ્રેસી કાર્યકરો દ્વારા કરાયા દેખાવો

સુરતમાં કોંગ્રેસ(Congress) દ્વારા આપવામાં આવેલા શિક્ષણ(education) બચાવો અભિયાન કાર્યક્રમ થકી સરકાર સામેના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને દેખાવો કર્યા હતા કોંગ્રેસ(Congress) દ્વારા ૫૦ થી વધુ કાર્યકરો દ્વારા વિરોધ કરી દેખાવો કરાયા હતા.શિક્ષણ નો વેપાર બંધ કરોના, ભાજપ સરકારની હાય હાય ઉપરાંત શિક્ષણનું ખાનગી કરણ બંધ કરો જેવા નારા લગાવામાં આવ્યા હતા.આ સાથે કોંગ્રેસ દ્વારા વિવિધ બેનરો રાખીને સરકારની ખાનગીકરણ નીતિ અને શિક્ષણનું(education) વ્યાપરિકારણની નીતિ જેવા બેનરો સાથે રાખીને વિરોધ કર્યો હતો.અને છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણની નીતિ એ વેપારની નીતિ બની ગઈ હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે એક તરફ સરકાર પોતાને સફળ હોવાના દવા કરી ઉજવણી કરી રહ્યું છે. બીજી તરફ વિપક્ષ સરકાર નિષ્ફળ હોવાના આરોપ સાથે લોકો વચ્ચે જઈ રહી છે.સરકાર 9 દિવસ દરમ્યાન જે જે કાર્યક્રમો કરી રહ્યું છે તેની સામે કોંગ્રેસ અને આપ તેજ ઉજવણીના વિરોધ સાથેના કાર્યક્રમો કરી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં હાલ ચાલી રહેલા ત્રીપાખીયા રાજકીય જંગનો ગુજરાતની જનતા ભરપૂર આનંદ ઉઠાવી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment