કોંગ્રેસ (Congress)પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ ઈ કોમર્સ કંપની એમેઝોન (Amazon)દ્વારા અપાયેલી કાનૂની ફી લઈને સવાલો ઉભા કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, એમઝોન કંપની દ્વારા ૮૫૪૬ કરોડની રિશ્વત આપવામાં આવી છે. તો આ મામલે સરકાર ચુપ કેમ છે. આ મામલે ન્યાયિક તપાસ કેમ કરવામાં આવતી નથી. આ લાંચ થકી નાના ઉધોગકારોના ધંધા ચોપટ થઇ ગયા છે. એટલું જ નહી છેલ્લા દોઢ વર્ષમાં ૧૪ કરોડ રોજગાર દેશમાંથી ખત્મ થઇ ગયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
કોંગ્રેસ (Congress)પ્રવક્તાએ લગાવ્યા આક્ષેપ
વિદેશી ઈ કોમર્સ કંપની (E-commerce company)એમેઝોનએ છેલ્લા બે વર્ષમાં ભારતમાં કાનૂની ફીસના નામે ૮૫૪૬ કરોડ રૂપિયાનું ભુગતાન કર્યું છે. જયારે દેશના કાનુન મંત્રાલયનું વાર્ષિક બજેટ ૧૧ કરોડ છે. ત્યારે આ પૈસા તથાકથિત રૂપે રિશ્વત આપવામાં આવી છે અને આ વાત એમેઝોન કંપનીએ પણ સ્વીકારી છે.
આ પણ વાંચો: 1 દિવસ માટે અમદાવાદની કલેક્ટર બનેલી ફ્લોરાનું દુ:ખદ નિધન
કોંગ્રેસે (Congress)કર્યા અનેક સવાલ
ગૌરવ વલ્લભે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં ૧૪ કરોડ રોજગાર દેશમાંથી ખત્મ થઇ ગયા છે. નાના ઉધોગો ચોપટ થઇ ગયા છે. આ બધા વચ્ચે એક સમાચાર એ પણ સામે આવ્યા હતા કે એમેઝોને ૮૫૪૬ કરોડની લાંચ આપી છે. અમારો સવાલ છે કે, આ લાંચ ભારત સરકારના ક્યાં મંત્રી ક્યાં આધિકારીને આપવામાં આવી. જયારે એમેઝોન તેઓની ફાઈલિંગમાં આ લાંચ અંગે કહી રહ્યું છે. તો પછી સરકાર આ મામલે મૌન કેમ છે. શું આ સરકાર દ્વારા નાના ઉઘોગોને ખત્મ કરવાની સોપારી લેવામાં આવી છે શું? આ લાંચ કાંડની ન્યાયિક તપાસ ન થવી જોઈએ. આ મામલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ચુપ કેમ છે
કોગ્રેસની જન આક્રોશ યાત્રા જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4