આજે ૨૧ જૂન એટલે વિશ્વ યોગા દિવસ …આજે જયારે પુરી દુનિયા યોગ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ વિવાદ છેડ્યો…યોગ દિવસ પર શું વિવાદ કરવો યોગ્ય છે ? રાજકીય પક્ષો એ રાજનીતિ કરી રહ્યા છે અને આફતમાં પણ અવસર ગોતી લીધો હતો અને આરોપો કરવાનું છોડ્યું નથી ત્યારે ફરી એક વાર કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ વિવાદ સર્જ્યો એ પણ ટ્વિટ કરીને ….એક ટ્વીટ દ્વારા નવો વિવાદ ઉભો કરવા પ્રયત્ન કર્યો..જેમાં યોગ ગુરુ બાબા રામદેવે જડબાતોડ જવાબ આપ્યો….અભિષેક મનુ સિંધવીએ ૐ કહેવાથી ના તો યોગની શક્તિ વધે કે અલ્લહા કહેવાથી ના યોગની શક્તિ ઓછી થઇ..જેને લઇ યોગ ગુરુએ વળતો પ્રહાર કર્યો. પરંતુ કોંગ્રેસ દ્વારા યોગને શા માટે આ ધાર્મિક રીતે ભગવાન અને અલ્લાહ સાથે જોડવામાં આવ્યું એ એક સૌથી મોટો પ્રશ્ન છે ?
દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે …. ભારતમાં પણ અલગ અલગ જગ્યાઓ પર કોરોના નિયમોનું પાલન કરતા યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ એક ટ્વીટ કરીને વિવાદ ઉભો કર્યો છે. અભિષેક મનુ સિંધવીએ યોદને લઈને ॐ અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો છે. તો યોગગુરુ બાબા રામદેવે તેમને જવાબ આપતા કહ્યું કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. યોગમાં બધાનું સમાધાન છે એવું ગીતામાં કહેવામાં આવ્યું છે છતાં પણ વિવાદ ??
અભિષેક મનુ સિંધવીએ ટ્વીટ કર્યું
ॐ के उच्चारण से ना तो योग ज्यादा शक्तिशाली हो जाएगा और ना अल्लाह कहने से योग की शक्ति कम होगी | #YogaDay2021 #InternationalDayOfYoga
— Abhishek Singhvi (@DrAMSinghvi) June 21, 2021
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ॐના ઉચ્ચારણથી ન તો યોગ વધારે શક્તિશાળી થાય છે અને ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થાય છે.”
આ પણ જુઓ : 50 લોકોએ એક સાથે કર્યા સૂર્ય નમસ્કાર
બાબા રામદેવે આપી પ્રતિક્રિયા
economic times
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ આ ટ્વીટને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર એક નવો વિવાદ ઉભો કરી દીધો છેય સિંધવીના ટ્વીટને લઈને એક ચેનલ સાથે વાતચીત કરતા યોગ ગુરુ બાબા રામદેવે પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું છે કે ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. તેમણે કહ્યું કે અલ્લાહ, ભગવાન, ખુદા બધા એક જ છે. એવામાં ॐ બોલવામાં મુશ્કેલી શું છે? આપણે કોઈને ખુદા બોલવાનો ઈનકાર નથી કરી રહ્યા. રામદેવે કહ્યું કે આ બધાએ પણ યોગ કરવો જોઈએ. પછી તેમને એક જ પરમાત્મા દેખાશે.
યોગમાં બધાનું સમાધાન
ગીતામાં કહેવાયું છે કે વિયોગથી મુક્તિને જ યોગ કહેવાય છે. બધાને સાથે લઈને ચાલનારી આ યોગ યાત્રાને આપણે આવી રીતે જ આગળ વધારવાની છે. કોઈપણ સ્થાન, પરિસ્થિતિ કે ઉંમર હોય, યોગમાં બધાનું સમાધાન છે. આજે વિશ્વમાં યોગ સંસ્થાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં યોગના મૂળભૂત સિદ્ધાંતોને દરેક લોકો સુધી લઈ જવાનું કામ જરૂરી છે. આપણે યોગનો સંકલ્પ લેવાનો છે અને પોતાના લોકોને એમાં જોડવાના છે.
ॐ મંત્ર નો જાપ કરવાથી શરીરમાં મહેસૂસ થશે આ અલૌકિક ફેરફાર
તમે રોજ ઓમ મંત્રનો જાપ કરશો તો તમે તમારી અંદર પડેલી શક્તિઓનો સાક્ષાતકાર કરી શકશો….ૐ બોલવાથી શરીરમાં રહેલી સ્નયુઓ અને ફેફસા સારું વર્ક કરે …હિન્દુ માન્યતા અને ઉપનિષદોમાં ઉલ્લેખ મુજબ ઓમ એ આ સૃષ્ટિમાં જન્મ લેનાર સૌથી પહેલો શબ્દ છે. એ સમયે આખા જગતમાં સન્નાટો હતો અને તેમાં સૌ પ્રથમ ઓમ શબ્દ ગૂંજ્યો હતો. આથી ઓમ શબ્દના વાઈબ્રેશન ગજબ છે. તેનો જાપ કરવાથી તમને અલૌકિક અનુભૂતિ થશે…તે ઈશ્વર સુધી પહોંચવાનું માધ્યમ છે. તમે ઓમ બોલશો તો તમારા મનમાં ચાલતી દ્વિધાઓ ગાયબ થઈ જશે અને તમારી એકાગ્રતામાં વધારો થશે. જૈન ધર્મમાં નમોકાર મંત્ર બધા જ પાપનો નાશ કરતો હોવાનું માનવામાં આવ્યું છે.
વિશ્વ યોગા દિવસ કે જે વિશ્વ આખું યોગા કરે છે કે કારણકે સ્વસ્થ રહીયે પરંતુ યોગાને ધર્મ સાથે જોડવાની શું જરૂર છે ? શા માટે કોંગ્રેસના પ્રવક્તા એ આ ટ્વિટ કરી વિવાદ કરી રહ્યા છે એ તો નથી ખબર પરંતુ શું દરેક વખતે રાજનીતિ કરી વિવાદ કરવો જરૂરી છે…ટ્વિટ કરી શું જરૂર છે વિવાદ બનાવની ? શું કોંગ્રેસના નેતાઓ માટે યોગની કોઈ વૅલ્યુ નથી?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt