રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થયુ હતુ. આ તમામ બેઠક પર આજે મંગળવારે મતગણતરી ચાલી રહી છે. આ તમામમાં રાજકોટ જિલ્લાની નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર પણ 3 ઓક્ટોબરના રોજ મતદાન થયુ હતું, જેનું આજે મંગળવારે પરિણામ આવ્યું છે. આ પરિણામ આવતાની સાથે જ ભાજપ ચોંકી ઉઠ્યુ છે. કારણ કે, આ બેઠકો પર ભાજપની કરારી હાર થઇ છે અને કોંગ્રેસ (Congress)ની જીત થઇ છે.
રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, જેના પગલે ભાજપે આ બેઠક જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપી હતી. જોકે તેમાં તેઓ ક્યાંકને ક્યાંક નિષ્ફળ નિવળ્યા છે.
શિવરાજપુર બેઠક પર કોંગ્રેસ (Congress)ના ઉમેદવારની જીત
કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું નિધન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ તરફથી છગન તાવિયા અને કોંગ્રેસ તરફથી વિનુ મેણિયા વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. જેમાં છગન તાવિયાને 4800 થી વધુ મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5600 થી વધુ મત મળ્યા હતા, આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને 2 હજારથી પણ વધુ મતથી હાર આપી છે.
આ પણ વાંચો: Patan: રાધનપુર પાલિકાના વોર્ડ નંબર 7 માં ભાજપનો ભગવો લહેરાયો
સાણથલી બેઠક પર પણ કોંગ્રેસનાં ઉમેદવારની જીત
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું પણ કોરોનાકાળ દરમિયાન નિધન થયુ હતુ જેમાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ તરફથી શારદાબેન ધડુક અને ભાજપ તરફથી રસીલાબેન વેકરિયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસનાં શારદાબેનને 5100 થી વધુ મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને 4800 થી વધુ મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 200 થી વધુ મતથી વિજેતા થયાં છે.
ઉપલેટામાં પણ કોંગ્રેસ (Congress)ની જીત
રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત થઇ છે. જણાવી દઇએ કે ભાજપનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી જેમાં પેટાચૂંટણી યોજવામાં હતી, આ બેઠકમાં પણ કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે, આથી કોંગ્રેસના દક્ષાબેનની 150 થી પણ વધુ મતથી જીત થઇ છે.
રાજકોટ યાર્ડની ચુંટણીનું મતદાન શરૂ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4