Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝConjoined Twins: 12 કલાકની સતત સર્જરી બાદ બે જુડવા બહેનોનું થયુ સફળ ઓપરેશન

Conjoined Twins: 12 કલાકની સતત સર્જરી બાદ બે જુડવા બહેનોનું થયુ સફળ ઓપરેશન

Conjoined Twins
Share Now

દુનિયામાં ઘણાં એવા બાળકો છે, જે ટ્વીન્સમાં જન્મે છે, તે ભાઇ-બહેન હોઇ શકે છે, ભાઇ-ભાઇ અથવા બે બહેનો..પણ શું આપણે જાણીએ છીએ કે આ રીતે જીવવુ કેટલું કઠિન છે.  દુનિયામાં દર વર્ષે 50 થી 60 હજાર બાળકો એવા છે, જેમનો જન્મ આ રીતે જોઇન્ટ (Conjoined Twins )થાય છે, તેને (Conjoined Twins) કહેવાય છે.

એક મોટો ખર્ચો અને સર્જરી કર્યા બાદ આ ટ્વીન્સને અલગ કરી શકાય છે, પણ તેમાં બાળકોનો જીવ પણ એટલો જ ખતરામાં હોય છે. 5 સપ્ટેમ્બર , 2021 એ ઇઝરાયલમાં ડૉક્ટરોએ એક સફળ ઓપરેશન પાર પાડ્યુ.

The twins

Image Courtsey: via Reuters

12 કલાકની સર્જરી બાદ મળી સફળતા

સામાન્ય જીવન જીવવા માટે બાળકોને અલગ કરવામાં આવ્યા હતા, આ બે બહેનો ઇઝરાયલી છે, અને તે 12 મહિનાની છે, ડૉક્ટરોની મેડિકલ ટીમને જાણ હતી, કે જો તે આ ઓપરેશનમાં થોડી પણ ભુલ કરશે તો જીવ પણ જઇ શકે છે. કારણ કે, બાળકોના માથા વચ્ચે રક્ત વાહિનીઓની વચ્ચે સર્જરી કરવાની હતી, એક પણ ભુલ બાળકીનો જી લઇ શકતી હતી. પણ પરિષ્કૃત ઇજરાયલી ( Israel) તકનીક ના કારણે ડૉક્ટરોના અભ્યાસ માટે 3D  મોડલ બનાવ્યા છે, તેમજ આ ઓપરેશનને સફળ બનાવ્યુ છે.

 

આ પણ વાંચો: હેલ્થ: તમારા હાર્ટનું રાખશે ધ્યાન આ ‘સ્માર્ટ ટી શર્ટ’

સોરોકાના પ્રમુખે બાળકોના રોગના ન્યુરોસર્જન મિકિ ગિદોને એક પ્રખ્યાત પોર્ટલના ઇન્ટવ્યુહમાં જણાવ્યુ કે, આ એક દુર્લભ અને જટિલ સર્જરી છે, દુનિયાભરમાં ફક્ત 20 વખત જ કરવામાં આવી છે, ઇઝરાયલમાં પહેલીવાર આવો દુર્લભ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. આ સર્જરી ખુબ જ કઠિન હતી અને આ સર્જરીમાં રિસ્ક પણ હતુ, બંને બહેનોના કપાળ પુનનિર્માણ અને સ્કેલ્પ ગ્રાફ્ટ સામેલ છે.  

Craniopagus twins

Image Courtsey: medicaldialogues

આ ઓપરેશન થયા બાદનો અનુભવ પણ ખુબ જ સુંદર હતો , જે સોશિયલ મીડિયામાં વીડિયોમાં જોઇ શકાય છે, 12 કલાકના સતત ઓપરેશન બાદ બંને બહેનો ના ધડ અલગ થયા હતા.

ડૉ.ઇસાક લાજાર (Dr. Isaac Lazar) એ રવિવારે આ ક્ષણ વિશે જણાવતા કહ્યું હતુ કે, બંનેએ પોતાના ફેસ ને પ્રથમ વાર જોયા અને ઓપરેશન બાદ બાળકોના માતા-પિતા પણ ખુબ ખુશ હતા. નર્સ જ્યારે બંને અલગ થયેલી બાળકીઓને એકસાથે એક બેડ પર સુવડાવ્યા ત્યારે બંને બહેનો એકબીજીને જોઇને બુમો પાડવા લાગી અને એકબીજાને ધીમે રહીને ટચ કરવા લાગી હતી, આ બાળકીઓનું સુંદર દ્ર્શ્ય કેમેરામાં કેદ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો : ભારતમાં યુવા વર્ગ પર વધી રહ્યો છે, દિલની બીમારીનો ખતરો: સર્વેમાં ચોંકાવનારા ખુલાસા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment