Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝ“પેગાસસ જાસૂસીનો રિપોર્ટ એક ષડયંત્ર ” : સંસદમાં હોબાળો

“પેગાસસ જાસૂસીનો રિપોર્ટ એક ષડયંત્ર ” : સંસદમાં હોબાળો

IT MINISTER ON PAGSUS
Share Now

આજથી સંસદનું ચોમાસુ સત્ર ચાલુ થયું જેમાં દેશની સંસદમાં આજે ફોન ટેપિંગ વિવાદ મામલો ચર્ચામાં રહ્યો હતો. વિપક્ષના નેતાઓએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા. હવે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે ફોન ટેપિંગથી જાસૂસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. સંચાર મંત્રીએ કહ્યુ કે, તેના તથ્ય ગેરમાર્ગે દોરનારા છે અને તેમાં કોઈ દમ નથી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સંસદના સત્રના એક દિવસ પહેલા પેગાસસ જાસૂસીનો રિપોર્ટ આવવો સંયોગની વાત નથી તેની પાછળ એક ષડયંત્ર હોવાનું લાગી રહ્યું છે.તેમણે ફોન ટેપિંગથી જાસૂસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. સંચાર મંત્રીએ કહ્યુ કે, તેના તથ્ય ગેરમાર્ગે દોરનારા છે અને તેમાં કોઈ દમ નથી.

સંચાર મંત્રીએ ટાઇમિંગ પર ઉઠાવ્યા સવાલ

sansad pegsus

ZEE NEWS

લોકસભામાં આ મુદ્દે જવાબ આપતા સંચાર મંત્રીએ રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટોનું આવવું સંયોગ ન હોઈ શકે. હંગામા વચ્ચે વૈષ્ણવે કહ્યુ કે, રવિવારે રાત્રે એક વેબ પોર્ટલ પર ખુબ સનસનીખેજ સ્ટોરી ચાલી. આ સ્ટોરીમાં મોટા-મોટા આરોપ લગાવવામાં આવ્યા. સંસદના સત્રના એક દિવસ પહેલા આ પ્રેસ રિપોર્ટ સામે આવ્યો છે. આ સંયોગ ન હોઈ શકે.

મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે Pegasus સોફ્ટવેરના ઉપયોગથી ભારતમાં અનેક પત્રકારો, નેતાઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ રાજકીય માહોલ ગરમ છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે.

જાસૂસી અને ગેરકાયદે દેખરેખ સામે કડક જોગવાઈઓ

વૈષ્ણવે કહ્યું, “આપણા દેશમાં કોઈપણ પ્રકારની જાસૂસી અને ગેરકાયદે દેખરેખ સામે કડક કાયદા છે. દેશની અંદર પ્રક્રિયા હેઠળ આવું કરવાની એક સિસ્ટમ છે. રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે કોઈપણ ઇલેક્ટ્રોનિક સંદેશવ્યવહારની દેખરેખ રાખતી વખતે નિયમો અને નિયમોનું કડક પાલન કરવામાં આવે છે.’

16 મીડિયા સમૂહોના રિપોર્ટમાં હતો ફોન ટેપિંગનો દાવો

રવિવારે રાતે 16 મીડિયા સમૂહોની સંયુક્ત તપાસ બાદ જારી થયેલા રિપોર્ટમાં કહેવાયું કે ઈઝરાઈલની એક હેકિંગ કંપનીએ દુનિયાભરમાં સરકારોની જાસૂસીમાં મદદ કરી છે. આ રિપોર્ટમાં દુનિયાભરના 180 વધારે રિપોર્ટરો અને સંપાદકોની ઓળખ કરાઈ છે જેમને સરકારોએ દેખરેખ હેઠળ રાખ્યાં છે. આ દેશોમાં ભારત પણ સામેલ છે જ્યાં સરકાર અને પ્રધાનમંત્રી મોદીની ટીકા કરનાર પત્રકારોને પણ દેખરેખ હેઠળ રખાયા હતા.

મોદી CM હતા ત્યારે 15 વર્ષ પહેલાં પણ નેતાઓ અને અધિકારીઓના ફોન-ટેપિંગના આક્ષેપો થયા હતા

ઉલ્લેખનીય છે કે અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે પણ ગુજરાતમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓના ફોન ટેપ થવાના વખતોવખત તેમની પર આક્ષેપો થયા હતા. આ તમામ આક્ષેપોનું સંકલન કરીને અહીં એક અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે.ગુજરાત ભાજપના હાલના મહામંત્રી અને એ સમયે મોદીના વિરોધી ગોરધન ઝડફિયા ઉપરાંત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ તથા શંકરસિંહ વાઘેલાએ પણ ફોન-ટેપિંગના મામલે મોદી અને અમિત શાહ મામલે ગંભીર આક્ષેપો કરી તપાસની માગણી કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એક મહિલાની જાસૂસી કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે તપાસની પણ માગણી કરી હતી.

આ પણ વાંચો : શા માટે હેકિંગ સોફ્ટવેર pegasus ને લઇ વિપક્ષ ઘેરી રહી છે સરકારને ?

કેવી રીતે કરે છે પેગાસસ સોફ્ટવેર કામ?

પેગાસસ (Hacking Software Pegasus) એક માલવેર છે જે આઈફોન અને એન્ડ્રોઈડ ડિવાઈસને હેક કરી લે છે. આ માલવેર મોકનાર વ્યક્તિ તે ફોનમાં રહેલા મેસેજ, ફોટો અને ઈમેઈલ સુદ્ધા જોઈ શકે છે. એટલું જ નહીં આ સોફ્ટવેર તે ફોન પર આવતા કોલ પણ રેકોર્ડ કરી શકે છે. આ સોફ્ટવેરથી ફોનના માઈકને ગુપ્ત રીતે એક્ટિવ કરી શકાય છે.

પેગાસસે પણ આંકડાઓને ખોટા ગણાવ્યા હતા

pagsus parent company

pbs

પેગાસસની પેરેંટ કંપની NSO ગ્રુપે ફોન હેકિંગ પર રવિવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. NSOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ ખોટા અનુમાન અને પાયવિહોણી થિયરીથી ભરેલો છે. આ રિપોર્ટ મજબૂત તથ્યો પર આધારિત નથી. અહેવાલમાં આપેલી વિગતો વાસ્તવિકતાથી ઘણી દૂર છે. જ્યારે વિશ્વભરના જાસૂસી પત્રકારોની સૂચિ અંગે કંપનીએ કહ્યું, ‘પેગાસસ ઉપયોગ કરનાર દેશોની યાદી સંપૂર્ણપણે ખોટી છે. તેમાંના ઘણા તો પેગાસસના ક્લાયન્ટ પણ નથી.

સંસદ સત્ર કરાયું આવતીકાલ 11 વાગ્યા સુધી સ્થગિત

સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે વિરોધ પક્ષોએ કોવિડ મેનેજમેન્ટ, તેલના ભાવ, કૃષિ કાયદા અને ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસીની તપાસની માંગ કરી સંસદના બંને ગૃહોમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અને હંગામો કર્યો હતો. બંને ગૃહોની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ અગાઉ વડા પ્રધાન મોદીએ સાંસદોને કોવિડને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment