ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની ગયુ છે.એક સમયે પંજાબમાં ડ્રગ્સ માટે બદનામ હતું.તો હવે ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનુ સેન્ટર બની ગયુ છે તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સુરતમાં એક કરોડ રૂપિયાનો ગાંજો(Drugs) ઝડપાયો છે. પુણાની નિયોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં ગાંજો લાવવામાં આવી રહ્યો હતો, તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.
આરોપી ડીંડોલી વિસ્તારનો હતો રહેવાસી
પુણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નિયોલ ચેક પોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે ઝડપાયેલો અરુણ મહાદીપ ડીંડોલી વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. સાથે જ મોહંમદ ફઇમ મોહંમદ રફીક શેખ ઉવ. ૨૪ રહે. ઘર નં-૧/૧૫૪૬/૯, ખલીફા સ્ટ્રીટ, અગારીની ચાલ, નાનપુરા મોહંમદ યુસુફ ગોસમોહંમદ શેખ ઉવ.૪૫ રહે. ઘર નંબર, ૧/૩૧૭૨, ખ્વાજાદાના દરગાહ, બડેખા ચકલા, નાનપુરા સુરતને ઝડપી હાલ ડીસીપી પોલીસે કરોડ રૂપિયાના ગાંજા સાથે ઝડપાયેલા ઇસમની સધન પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે
ગાંજા (Drug)કેસમાં મોટા નામ ખૂલે તેવી શક્યતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના ડ્રગ્સનૂ (Drugs)દૂષણ ડામવા માટે કટિબદ્ધ બન્યા છે. ત્યારે તેમના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે. જોકે, એક કરોડના ગાંજાના મામલામાં અનેક મોટા નામ ખૂલે તેવી શક્યતા છે.આ નામે મોટા નામો હોઇ શકે છે.સુરતમાં ડ્રગ્સ અગેઇનનો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી અંદાજે એક કરોડના ગાંજાના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે.તો આગળ અનેક નામો મોટા સામે આવી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4