Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeઇતિહાસઆજે બંધારણ દિવસ, 26 નવેમ્બરને શા માટે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે?

આજે બંધારણ દિવસ, 26 નવેમ્બરને શા માટે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે?

Constitution Day of India
Share Now

આજે 26 નવેમ્બરના દિવસ છે મહત્વનો. 26 નવેમ્બરના રોજ દર વર્ષે ભારતમાં બંધારણ દિવસ (Constitution Day of India )મનાવવામાં આવે છે. આ દિવસને નેશનલ લો દિવસ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે વર્ષ 1949માં ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું જે 26 જાન્યુઆરી,1950ના દિવસે અમલી બનાવવામાં આવ્યું હતું. આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો.

Constitution Day of India નો ઇતિહાસ

26 નવેમ્બરના દિવસે ભારતની બંધારણ સભાએ બંધારણ (Constitution)ને સ્વીકાર્યુ હતુ. જેને વર્ષ 1950થી અમલી બનાવવામાં આવ્યું હતું. 19 નવેમ્બર, 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે નાગરિકો વચ્ચે બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન કરવા માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 નવેમ્બરના રોજ ‘બંધારણ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો.

બંધારણ સભાના મુખ્ય સભ્યો

બંધારણ સભાના સભ્યોની પસંદગી ભારતના રાજ્યોની સભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાઈ હતી. જવાહરલાલ નેહરુ, ડો. ભીમરાવ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે બંધારણ સભાના મુખ્ય સભ્યો હતા.

આ પણ વાંચો: દેશના પ્રથમ PM પંડિત નેહરુની જન્મજયંતિ પર PM મોદી અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ડૉ. બી આર આંબેડકર (Dr. B. R. Ambedkar)એક પ્રસિદ્ધ સમાજ સુધારક, રાજકારણી અને ન્યાયશાસ્ત્રી હતા અને તેમને ભારતીય બંધારણના જનક પણ કહેવામાં આવે છે. બી આર આંબેડકરની 29 ઑગષ્ટ, 1947 ના રોજ બંધારણ ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. ડો. આંબેડકર ભારતીય બંધારણ (Indian Constitution)નો ડ્રાફ્ટ તૈયાર કરનાર વ્યક્તિ હતા. જણાવી દઇએ કે, વર્ષ 2015માં આંબેડકરની 125મી જ્યંતી હતી. ભારતના બંધારણ દિવસનો ઉદ્દેશ્ય ભારતીય બંધારણ અને તેના ઘડવૈયા ડૉ. બી આર આંબેડકરના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો છે. આ દિવસ મનાવવાની ઘોષણા 11 ઑક્ટોબર, 2015માં કરવામાં આવી હતી.

શું છે ભારતનું બંધારણ?

બંધારણ ભારત સરકારના લેખિત સિદ્ધાંતો અને ઉદાહરણોનો એક સમૂહ છે જે મૂળભૂત રાજનૈતિક સિદ્ધાંતો, પ્રક્રિયાઓ, અધિકારો, નિર્દેશ સિદ્ધાંતો, પ્રતિબંધો અને સરકાર અને દેશના નાગરિકોની ફરજને દર્શાવે છે. આ ભારતને એક સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે અને પોતાના નાગરિકોની સમાનતા, સ્વતંત્રતા અને ન્યાનની ખાતરી આપે છે.

ફિરોજ ગાંધીની સફર પર એક નજર જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment