મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના 71માં જન્મદિવસે (Birthday)અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વન (Narendra Modi Forest)માં રેકોર્ડ બ્રેક ૭૧ હજાર વૃક્ષારોપણ (Plantation)કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો.
નરેન્દ્ર મોદી વન (Narendra Modi Forest)માં વૃક્ષારોપણ કરી મુખ્યમંત્રીએ શું કહ્યું
આ ૭૧ હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રી (Chief Minister)એ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Happy B’day PM Modi: નરેન્દ્ર દામોદરદાસ મોદીની રાજકીય સફર પર એક નજર
નરેન્દ્ર મોદી વન (Narendra Modi Forest)માં વૃક્ષારોપણ કાર્યક્રમમાં કોન હાજર રહ્યાં
આ વૃક્ષારોપણ (Plantation)કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ, હસમુખભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, વલ્લભભાઈ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, કોર્પોરેટરો, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી જુઓ વીડિયો દ્વારા:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4