Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસુરતની વિદ્યાલયે મંજૂરી વિના જ શાળા શરૂ કરતાં વિવાદ

સુરતની વિદ્યાલયે મંજૂરી વિના જ શાળા શરૂ કરતાં વિવાદ

surat,gajera school,news in gujarati
Share Now

સુરતની ગજેરા વિદ્યાલયને લઈને વિવાદ સર્જાયો છે. ગજેરા વિદ્યાલયમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરીદેવામાં આવ્યા છે. તેમજ ધોરણ 1થી 4માં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ શરૂ કરી દીધી છે. જેને કારણે પોલીસ ત્યાં પહોંચી હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી. વગર પરમિશને ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરતા ગજેરા સ્કૂલ વિવાદોમાં આવી છે. અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે શાળા સંચાલકો સામે તપાસ હાથ ધરી

સુરતની ગજેરા સ્કૂલે પરમિશન વગર ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરી દેતા વિવાદ સર્જાયો છે. વગર પરમિશને સ્કૂલ શરૂ કરાતા પોલીસ ગજેરા વિદ્યાલય ખાતે પહોંચી હતી. અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢીને ઘરે મોકલ્યા હતા. અને શાળા સંચાલકો સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:વિપક્ષના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઈ

રાજ્યમાં હાલ કોરોના મહામારીને લીધે થઈને રાજ્ય સરકારે ધોરણ 1 થી 8ના વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતની ગજેરા સ્કૂલે દરેક નિયમોને નેવે મૂકીને ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરી દીધા છે. ત્યારે એક વાલી અને ગજેરા સ્કૂલના એક કર્મીની વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં વાલી સ્કૂલ કર્મીને પૂછી અહ્યા છે કે, તમે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કરી દીધા છે ત્યારે બાળકો સંક્રમિત થશે તો તેનું જવાબદાર કોણ હશે? ગજેરા સ્કૂલે સરકારના નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું? આમ ગજેરા સ્કૂલે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરતા વાલીઓ પણ રોષે ભરાયા છે.

ધોરણ 1થી8 વર્ગો છે બંધ

સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. જેને લઈને સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો અને કોલેજોને ઓનલાઇન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ હવે જયારે કોરોનનો કહેર ઓછો થયો છે. ત્યારે ગુજરાત સરકારે ધોરણ 9 થી એ ના વર્ગો શરૂ કરવા અંગે પરમિશન આપી દીધી છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓને કારણે સરકાર દ્વારા હજુ સુધી ધોરણ 1 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપાઈ નથી. કારણકે વૈજ્ઞાનિકો દ્વારા કહેવાય રહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો વધુ સંક્ર્મણ થઇ શકે છે. જેને કારણે હજુ સુધી ધોરણ 1થી8 ના વર્ગો હજુ સુધી શરુ કરવા માટે સરકારે કોઈ પરમિશન આપી નથી. ત્યારે ગજેરા સ્કૂલે શાળા શરૂ કરીદેતા વિવાદ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે ક સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. અને થોડા સમય પહેલા ગુજરાત અને દેશમાં કોરોણાની બીજી લહેર પણ આવી હતી. જેમાં ઘણા બધા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમજ ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા હતા. ત્યારે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની પુરી સંભાવના છે. અને તેમાં બાળકો વધુ પ્રમાણમાં સંક્રમિત થઇ શકે છે. તેને લઈને સરકારે હજુ સુધી નાના બાળકો માટે સ્કૂલે જવાની પરમિશન આપી નથી. પરંતુ સુરતની ગજેરા વિદ્યાલયે સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને ધોરણ 6થી8ના વર્ગો શરૂ કરી દેતા વિવાદ સર્જાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment