Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝસુરત કોર્ટે બળાત્કારના વધુ એક કેસમાં દોષિતનો ચુકાદો આપ્યો, સોમવારે સજાનું એલાન

સુરત કોર્ટે બળાત્કારના વધુ એક કેસમાં દોષિતનો ચુકાદો આપ્યો, સોમવારે સજાનું એલાન

rapist in Surat
Share Now

સુરતમાં બાળકી સાથે જાતીય શોષણ અને દુષ્કર્મ (rapist in Surat)બાદ હત્યાની ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં વારંવાર સામે આવી રહી હતી. ત્યારે બાળકીઓ સાથે બદકામ કરનારો સામે કડક પગલાં લેવાય તેમ દાખલા રૂપ સજાઓ થાય તે જરૂરી બન્યું હતું. જે મુજબ સુરતમાં એક પછી એક સુરત કોર્ટ (Surat Court)દ્વારા ઐતિહાસિક દાખલા રૂપ ચુકાદાઓ કરવામાં આવી રહ્યા છે. એક જ મહિનામાં એક આજીવન કેદ અને બીજો ફાંસી સજા સાથેનો ચુકાદો સાંભળવામાં આવ્યો છે. ત્યારે વધુ એક 10 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી ક્રૂર હત્યા કરનાર સામે દોષિત હોવાનો સુરત સેશન કોર્ટના એડિશનલ જજે ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ (Public prosecutor)દ્વારા આરોપીને મહત્તમ ફાંસીની સજા થાય તે મુજબ જજ સમક્ષ રજૂઆત કરી છે. ત્યારે એડિશનલ જજ એન એમ કંજારીયા દ્વારા સજાની સુનાવણી માટે 16 ડિસેમ્બરને સોમવારે સંભળાવવા તારીખ આપી છે.

rapist in Surat ને દોષિત જાહેર કર્યો

સુરતમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યા (Murder)ના કેસોમાં સુરત સેશન કોર્ટે (Surat Sessions Court)વધુ એક ચુકાદો જાહેર કર્યો છે. એક વર્ષ પહેલાં પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીને દોષિત કરારનો ચુકાદો સાંભળવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર આચરી આરોપીએ માથામાં ઈંટના ઘા કરી હત્યા કરી હતી. પાડોશમાં રહેતા દિનેશ દશરથ બૈસાણે બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી લઈ ગયો હતો. 7 ડિસેમ્બર 2020ના દિવસે બનાવ બન્યો હતો અને બનાવ બન્યાના 15 જ દિવસમાં પોલીસે પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં કુલ 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે આ કેસમાં ચુકાદો જાહેર કરી આરોપી દશરથ બૈસાણેને કોર્ટે દોષિત (Guilty)જાહેર કર્યો છે અને તે માટે એડિશનલ જજ એન એમ કંજારીયા દ્વારા આગામી 16 મી ડિસેમ્બર સોમવારે સજા સાંભળવા નિર્ણય કર્યો છે. બે દિવસ પહેલા જ પોકસો કોર્ટે અઢી વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારે ફરી એક ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર કરનારાઓ સામે દાખલા રૂપ મજબૂત સકંજો હવે ગુજરાતમાં કસાઈ રહ્યો છે.

કેવી રહી કોર્ટમાં વકીલો વચ્ચેની દલીલો

સુરતના પાંડેસરામાં બાળકી બળાત્કાર (Rape)મર્ડર કેસમાં આરોપી દોષિત કરાર જાહેર કરાયો છે અને સજાની સુનાવણી આગામી સોમવાર 16 ડિસેમ્બરે થશે. ત્યારે સરકારી વકીલ નયન સુખડવાળા દ્વારા કોર્ટમાં જજ સમક્ષ બાળકીના શરીર પર 49 જેટલા ઇજાના નિશાન હતાનો ઉલ્લેખ કર્યો હતો. બચાવ પક્ષે દલીલ કરવામાં આવી કે, આરોપીની ઉંમર ફક્ત 23 વર્ષની છે અને પરિવારનો મુખ્ય આધાર છે. જેના પર ફરિયાદી પક્ષે નયન સુખડવાળાની દલીલ રહી હતી કે, બનાવના દિવસે આરોપીની મા બીમાર હોવા છતાં તેને દવાખાને લઈ જવાના બદલે આ કૃત્ય આચર્યું હતું. જેથી આરોપીને ફાંસીની સજા જ ફટકારવામાં આવે અને ભોગ બનનારના પરિવારને યોગ્ય વળતર પણ આપવામાં આવે. ત્યારે આવનાર સોમવારના ચુકાદા પર સૌ કોઈની નજર રહી છે. આરોપીને જો ફાંસીની સજા સંભળાવાય તો બળાત્કારી માટે એક જ સપ્તાહમાં બે મોતની સજાનો દાખલા રૂપ કિસ્સો બની રહેશે.

આ પણ વાંચો: Surat: કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે આરોપીને 29 જ દિવસમાં ફાંસીની સજા

સુરત (Surat)ના પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તારીખ 7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ ઉર્ફે દશરથ બૈસાણેએ તેને વડા પાઉં ખવડાવવાની લાલચ આપીને હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. જેના પગલે આરોપીએ ઉશ્કેરાઇને જઈને બાળકીને માથા પર ઇંટના ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે આરોપી દશરથની ધરપકડ કરી હતી. લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment