Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝઆવી ગઈ કોરોનાની દવા, ક્યાંથી મળશે, કેટલામાં અને કોણ ખરીદી શકે છે, જાણો વધુ માહિતી એક ક્લિક પર

આવી ગઈ કોરોનાની દવા, ક્યાંથી મળશે, કેટલામાં અને કોણ ખરીદી શકે છે, જાણો વધુ માહિતી એક ક્લિક પર

covid treatment
Share Now

(Covid medicine and treatment) અત્યાર સુધી કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે એક પણ ટેબ્લેટ જાહેર કરવામાં આવી નથી. જેમ કે તાવ માટે પેરાસિટામોલનો (Paracetamol) ઉપયોગ કરવામાં આવે છે, તે જ રીતે કોરોના માટે એક પણ ગોળી ન હતી, પરંતુ હવે એક નવી ગોળી માર્કેટમાં આવી છે, જેનું નામ મોલનુપીરાવીર (Molnupiravir Tablet)  છે. બ્રિટિશ કંપની દ્વારા આ ટેબલેટને બનાવવામાં આવ્યું છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, “અમારા માટે આ એક ઐતિહાસિક દિવસ છે, દર્દીઓ ઘરે બેસીને આ દવા લઈ શકે છે”. 

આરોગ્ય નિષ્ણાતનું શું કહેવું છે? 

જો કે આરોગ્ય નિષ્ણાતે ચોક્કસપણે સ્પષ્ટ કર્યું છે, “આ ટેબ્લેટ રશીનો વિકલ્પ નથી પરંતુ આ ગોળી તમને કોરોના સંક્રમળથી બચવા માટે લેવી પડશે.  અને હા જો હવે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે, તો તેને આ ટેબ્લેટ દ્વારા ઠીક કરી શકાય છે. બ્રિટનની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીનું કહેવું છે કે આ દવા લેવાથી કોઇ આડઅસર (Side effects) જોવા મળ્યુ નથી. 

આ પણ વાંચો: ઓમિક્રોન કરતાં વધુ ઘાતક છે કોરોનાનો નવું વેરિઅન્ટ, જાણો IHU સાથે જોડાયેલા અત્યાર સુધીના અપડેટ્સ

ટેબલેટને ભારતમાં મળી મંજૂરી: 

માહિતી મુજબ આ વાતો બ્રિટને ગયા વર્ષે ૨૦૨૧ના નવેમ્બર મહિનામાં કહી હતી. જે બાદ અમેરિકાએ પણ કોવિડ દર્દીઓની સારવાર માટે આ દવાને મંજૂરી આપી હતી. જ્યાં સુધી ભારતનો સવાલ છે, ડિસેમ્બર 2021માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેને મંજૂરી આપવાની જાણકારી આપી હતી. 28 ડિસેમ્બર 2021 ના ​​રોજ, તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે કોરોના સામેની લડાઈને મજબૂત કરવા માટે, CDSCO અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવેક્સ અને કોર્બિવેક્સ, તેમજ એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીરને મંજૂરી આપી છે.

covid-1treatment

covid-1treatment- google image

ભારતમાં આ કંપનીઓ દવા બનાવશે: (Covid medicine and treatment)

હવે તમે વિચારતા હશો કે જ્યારે ભારત સરકારે આ દવાને મંજૂરી આપી દીધી છે અને બ્રિટને પણ કહ્યું છે કે તમે ઘરે બેઠા દવા લઈ શકો છો. કોરોનાની આ દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. સિપ્લા અને સન ફાર્મા જેવી દવાઓ બનાવતી લગભગ 13 કંપનીઓ તેને ભારતમાં બનાવશે, જેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. માત્ર ડૉક્ટરની સલાહ પર દર્દીઓને આપી શકાય છે.

medicine of covid-19

medicine of covid-19, google image

શું છે દવાની કિમત? 

હવે તમે વિચારતા હશો કે દવાની કિંમત કેટલી હશે? તો જાણી લો ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર મુજબ એક કેપ્સ્યુલની કિંમત 35 રૂપિયા હશે. દર્દીએ 5 દિવસમાં 40 કેપ્સ્યુલ લેવાની રહેશે. જો કોઈ દર્દીને આ દવા (Molnupiravir Tablet) થી સજા થવું હોય તો ટોટલ ખર્ચ રૂ. 1400 થશે. આ દવા આવતા અઠવાડિયાથી (next week) બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે. આ દવા કોરોનાના વધતા કહેર વચ્ચે સંજીવની સાબિત થઈ શકે છે.

જુઓ આ વિડીયો: Expert on live about covid-19 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment