Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeએન્ટરટેઈન્મેન્ટCordelia Cruise એ નવરાત્રી ટૂર પેકેજ જાહેર કર્યું જેમાં ભક્તોને કરાવશે સોમનાથના દર્શન

Cordelia Cruise એ નવરાત્રી ટૂર પેકેજ જાહેર કર્યું જેમાં ભક્તોને કરાવશે સોમનાથના દર્શન

Cordelia Cruise
Share Now

સમુદ્રના વચ્ચોવચ્ચ ડ્રગ્સ પાર્ટી પર એનસીબીએ દરોડા કર્યા હતા ત્યારબાદ ચર્ચામાં આવેલા કોર્ડિલા ક્રૂઝ (Cordelia Cruise) હવે ધાર્મિક આયોજન તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે કંપની તરફથી હવે લોકો માટે નવરાત્રી ટૂર પેકેજનું ઈન્વિટેશન આપવામાં આવ્યું છે. આ દરમિયાન ક્રૂઝમાં મ્યૂઝિકલ પ્રોગ્રામ, ડાન્સ અને સ્ટેન્ડ અપ કોમેડીનું આયોજન કરવાની વાત કરવામાં આવી રહી છે. ક્રૂઝ કંપની તેના મહેમાનોને આખી રાત્રે પાર્ટી કરવાનું અવસર પણ આપવાની વાત કરે છે.

Cordelia Cruise નવરાત્રી પેકેજ

કંપનીના નવરાત્રી ટૂર પેકેજમાં એકતરફ જ્યાં લોકો ક્રૂઝ (Cordelia Cruise) પર વિભિન્ન આયોજનનું આનંદ લેશે. જ્યાં સોમનાથ મંદિરના પણ દર્શન કરાવવાની વાત થઈ રહી છે. તે માટે ક્રૂઝનું સ્ટોપેજ સોમનાથ રાખવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, નવરાત્રી દરમિયાન ક્રૂઝ પર સંપૂર્ણ શાકાહારી ભોજન આપવામાં આવશે.

કંપની તરફથી નવરાત્રીનું આ આમંત્રણ ગત અઠવાડિયે ક્રૂઝ પર આવેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના દરોડામાં બાદ આપવામાં આવ્યુ. આ દરોડામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ થઈ હતી.

આ પણ વાંચોઃ- Aryan Khan ની સાથે જેની તસવીર વાઈરલ થઈ હતી, જાણો તે કોણ છે?

Cordelia Cruise નું જાહેરનામુ

તમામ આરોપીઓ પર એનડીપીએસ એક્ટની વિભિન્ન ધારાઓ લગાવવામાં આવી છે. એનસીબીએ બધાને કોર્ટમાં હાજર કરીને 7 ઓક્ટોબર સુધી તેમને રિમાન્ડ પર લીધા છે. સોમવારે ક્રૂઝ કંપની તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. તેમાં તેને ક્રૂઝ પર થયેલી રેવ પાર્ટીમાં વેશપલટો કરીને પહોંચ્યા હતા.

કંપની તરફથી જણાવવામાં આવે છે. ‘અમે જણાવવા માંગીએ છીએ કે, કોર્ડિલિયા ક્રૂઝ (Cordelia Cruise) કોઈ પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આ ઘટના સાથે જોડાયેલી નથી. કંપનીએ તેના ક્રૂઝને એક પ્રાઈવેટ કાર્યક્રમ માટે દિલ્હી સ્થિત એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને ભાડા પર આપી હતી. અમે આ પ્રકારના તમામ કૃત્યની નિંદા કરીએ છીએ અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ માટે અમારા ક્રૂઝને બહાર મોકલતી વખતે સખત પગલા લઈશુ.’

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment