Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝરશિયામાં કોરોના બન્યો બેકાબૂ :છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા કેસ વધ્યા.

રશિયામાં કોરોના બન્યો બેકાબૂ :છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા કેસ વધ્યા.

Corona
Share Now

દિવાળીના તહેવાર કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો હતો.તો દુનિયાભરમાં  કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોવા મળી રહી છે.રશિયામાં છેલ્લા 24 કલાકમાં 1,188 લોકોના મૃત્યુ થયા.રશિયામાં છેલ્લા 24 કલાકમાં 1,188 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.રશિયામાં શનિવારે રેકોર્ડ કોરોનાના(corona) નવા કેસ નોંધાયા છે.તો  અહીં છેલ્લા 24 કલાકમાં 41,335 કોરોના સંક્રમિતો સામે આવ્યા છે. આ મહામારીની શરૂઆતથી લઈને એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1,188 લોકોના મૃત્યુ થયા હતા.તો દિવાળીના તહેવારમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યા છે. સંક્રમિતોની આ રેકોર્ડ સંખ્યા રશિયામાં એવા સમયે સામે આવી છે. જ્યારે દેશે 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી પેઇડ રજા જાહેર કરી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધતા કોરોના કેસ પર કાબૂ મેળવવા માટે પેઇડ રજા જાહેર કરી છે. તેનો હેતુ એ છે કે મોટાભાગના લોકો ઘરોમાં રહે, જેથી કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રિત કરી શકાય.તો કોરોના કેસો વધવાથી સરકાર પણ હેરાન જોવા મળી રહી છે. 

મોસ્કોમાં  સૌથી વધુ સંક્રમિતો
રશિયામાં અત્યાર સુધીમાં 80.7 લાખ કોરોનાના(corona) કેસ નોંધાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તે દુનિયાના તે દેશોમાં સામેલ છે, જે કોરોનાથી(corona) સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે.  મોટાભાગના કેસ રાજધાની મોસ્કોમાં સામે આવી રહ્યા છે.તો ભારતમાં પણ આ વધ્તા કેસોને લઇને ચિંતા જોવા મળી રહી છે. 

આ પણ વાચો :સોનેરી ઇતિહાસનો સાક્ષી સોનગઢ કિલ્લો

મૃત્યુની સંખ્યાને ખોટી બતાવવાનો આરોપ 
રશિયન ઓથોરિટી પર કોરોના સંક્રમણના આંકડાઓને ઘટાડીને બતાવવાના આરોપ છે. આંકડાકીય એજન્સી રોસસ્ટેટે ઓક્ટોબરમાં અહેવાલ આપ્યો હતો કે સરકારી આંકડાઓની તુલનામાં લગભગ બમણા મોત થયા હોવાનું સામે આવ્યું છે. રોસસ્ટેટ મુજબ રશિયામાં સપ્ટેમ્બરમાં કોરો  નાથી 44,265 લોકોના મોત થયા છે, જ્યારે સરકારી આંકડાની સરખામણી બે ગણા છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે રશિયામાં સપ્ટેમ્બર સુધી 4.50 લાખ લોકોના મોત થયા છે. આ સંખ્યા યુરોપના અન્ય દેશોની સરખામણીએ સૌથી મોટી છે.તો આ સાથે જ કોરોનાના (corona)કેસોમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. અને આ વધી રહેલા કેસોથી ધણી મોટી સંખ્યામાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી સંભાવના જોવા મળી રહી છે.રશિયામાં કોવિડ વેક્સિનેશનની ગતિ ધીમી છે. રશિયાએ કોરોના સામે સ્પુટનિક V સહિત ઘણી વેક્સિન વિકસાવી છે.  પરંતું રસી આપવાની ગતી ખુબ ધીમી જોવા મળી છે.જેના કારણે પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર ત્રીજા ભાગના લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. દેશમાં વેક્સિનેશનની ગતિને ઝડપી બનાવવાની માંગ વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સિન દેશના દરેક ભાગમાં પહોંચાડવી જોઈએ.અને રસી આપવાનું જેમ બને તેમ વધારે કરવું જોઇએ.જેના કારણે કોરોનાને હરાવી શકીશું,

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment