દિવાળીના તહેવારને લઇને સુરત (Surat) બહાર ગયેલાં શહેરીજનોએ લાભ પાંચમ પહેલાની પુર્વ સંધ્યાથી જ શહેરમાં પરત ફરવાનું શરૂ કર્યું છે. આ તમામ હિલચાલને જોતા જ પાલિકાએ રેલવે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ ઉપરાંત શહેરનાં 7 પ્રવેશદ્વાર પર લોકોને ટ્રેસ કરી કોરોના ટેસ્ટિંગ (Corona Testing)ની કવાયત હાથ ધરી છે.
Suratના પ્રવેશ દ્વાર પર Corona Testing શરૂ
તહેવારના પગલે શહેરથી બહાર ગયેલા લોકો હવે ધીરે ધીરે ફરી શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે પાલિકાએ કોરોનાનો પગપેસારો ફરી શહેરમાં ન થાય તેને લઇને કાર્યવાહી શરૂ કરી છે. શહેરના 5 પ્રવેશ દ્વારો પર લોકોના કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યાં છે. ગઇકાલે સોમવારે 390 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જોકે, રાહતની વાત તો એ છે કે, આ તમામ સ્થળ પરથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહતો. આજે સવારથી 100 થી વધુ લોકોના કોરોના ટેસ્ટિંગ થયા હતા તેમાંથી પણ કોઈ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી
આ પણ વાંચો: LRDની 10 હજાર જગ્યાઓ માટે 11 લાખથી વધુ ફોર્મ ભરાયા, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
Surat માં પ્રવેશ કરનારે વેક્સિનના બે ડોઝ લીધા હોય તેઓને Corona Testing માંથી મુક્તિ
રાજ્ય બહાર ગયેલા લોકો પાસે 72 કલાકની મર્યાદાવાળા આરટીપીસીઆર (RTPCR)રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે. જોકે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા લોકોને ટેસ્ટિંગમાંથી મુક્તિ અપાઇ હતી.
આયુર્વેદથી કોરોનાનો ઉપચાર જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4