સુરત :- કોરોનાની(Corona) ત્રીજી લહેર સામે લડવા તંત્રએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોરોનાની(Corona) બીજી લહેર ખૂબ ઘાતક સાબિત થઈ હતી.જેમાં કોરોનાના(Corona) નવા વેરીયન્ટ સામે આવતા સૌથી વધુ કેસ અને મોત નોંધાયા હતા.જોકે બીજી લહેર દરમ્યાન કોરોનાના નવા વેરિયન્ટના ચેકીંગ માટે લેબોરેટરીની વ્યવસ્થા ન હતી.જેથી સેમ્પલોના ચેકીંગ માટે પુનેની લેબોરેટરી સુધી મોકલવામાં આવતા હતા.પરંતુ હવે આ વ્યવસ્થા સુરતમાં જ ઉભી કરાઇ છે.સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે જીનોમ સિકવનસિંગ લેબોરેટરીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામા આવી છે.
સુરતમાં કોરોના વેરીયન્ટ જણાવતું મસીન ઉપલબ્ધ કરાયું
કોરોનાની(Corona) બીજી લહેર દરમ્યાન સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન કોરોનાના વેરીયન્ટ જોવા મળ્યા હતા.પરંતુ હવે કોરોનાનો કયો વેરીયન્ટ આવશે તે સુરતમાં જાણી શકાશે. આ માટે સુરતમાં વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.કોરોના વેરિએન્ટ હવે રાજ્યની લેબમાં જ જાણી શકાય આ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.કોરોનાના વેરિએન્ટ જાણવા માટે પુનેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવતા હતા.પરંતુ સુરતમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના લેબમાં કોરોના વેરિયન્ટ અંગેની તમામ જાણકારી મળી જશે.જે માટે યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જીનોસેમ મસીન ફળવામાં આવ્યું છે.આ અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી હોય છે. ગાંધીનગરથી પરવાનગી મળી છે.જેથી હવે સુરતના કોરોના સેમ્પલ આ માસીનમા ટેસ્ટ કરાવી તેનું સાચું વેરીયન્ટ તાત્કાલિક જાણી શકશે.
આ પણ વાંચો :વેક્સિન લેવા માટે તંત્ર વેપારીઓને દબાવવાનું બંધ કરે
હવે માત્ર 7 દિવસમાં જ ખબર પડી જશે કે કોરોનાનો કયો વેરિયન્ટ છે
યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી લેબમાં મશીન પણ ઉપલબ્ધ છે.જેથી હવે માત્ર 7 દિવસની અંદર જાણી શકાશે કે, કોરોનાનો કયો વેરિયન્ટ છે.કોરોનાની(Corona) બીજી લહેરમાં સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન જોવા મળ્યો હતો અને તેની તપાસ માટે સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતાં. અને તેનો રિપોર્ટ આવતા એક મહિના જેટલો સમય નીકળી જતો હતો.હવે કોરોનાના શંકાસ્પદ જણાતા જુદા જુદા સેમ્પલો લઈ તાત્કાલિક તેમનું ટેસ્ટિંગ સુરતમાં જ થઈ જાય તેવી વ્યવશ્યા ઉભી કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે જીનોમ સિકવનસિંગને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.જેથી હવે સુરતમાં જ સેમ્પલોનું ટેસ્ટિંગ કરાવી તત્ક્લિક રિપોર્ટ મેળવી તેનાથી બચવા જરૂરી પગલાં ભરવા તંત્ર તૈયાર થઈ ગયું છે.
શું છે મશીનની ખાસિયત ?
વી એન એસ જી યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજીના પ્રોફેસર પ્રદીપ દુધગરાએ આ માસીનની ખાસિયત વિશે જણાવતા કહ્યું હતું કે આ એક અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી હોય છે. આ કીટની કિંમતનો ચોક્કસ આંક ખબર નથી પરંતુ તે લાખોમાં હોવાનું જાણવા મળ્યું છે.કોરોનાના શંકાસ્પદ સેમ્પલ માટે આ મશીન પર ટેસ્ટિંગની તમામ પ્રક્રિયા ત્રણ ચરણમાં કરવામાં આવે છે.ઉપરાંત આ મશીનમાં એકસાથે 96 સેમ્પલ્સ મૂકી તેમનું એક સાથે ટેસ્ટિંગ કરી શકાય છે.અને આ સેમ્પલોને માત્ર સાત દિવસમાં તમામ પ્રક્રિયા થકી જાણી શકાય છે કે, કોરોનાનો કયો વેરિયન્ટ છે.
ત્રીજી લહેર માટેની છે આ આગોતરા તૈયારી ?
કોરોનાની ત્રીજી લહેર ત્રાટકે તે પહેલાં જ આગોતરા આયોજનના ભાગરૂપે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પહેલા તમામ કેસોના 5 ટકા કેસ જીનોમ સિકવનસિંગ માટે મોકલવામાં આવતા હતા. પણ હવે સુરતમાં નોંધાતા તમામ કેસના જીનોમ સિકવનસિંગ ટેસ્ટ આ લેબોરેટરીમાં કરવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4