Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeહેલ્થડેલ્ટા પ્લસ વેરિયન્ટ: ડાયાબીટીસ, બ્લડ પ્રેશરનાં દર્દીઓ કઇ રીતે બચી શકે?

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ: ડાયાબીટીસ, બ્લડ પ્રેશરનાં દર્દીઓ કઇ રીતે બચી શકે?

Delta plus Varrint
Share Now

દેશમાં મહામારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે કોરોનાકાળમાં ઘણા એવા વેરિએન્ટ અને બ્લેક ફંગસ, યલો પંગસ જેવી બીમારીઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે  હવે ચિંતાનો વિષય એ પણ છે કે, જે લોકોને પહેલાથી કોઇ બીમારી હોય અને ડેલ્ટા વેરિયન્ટ નો કેસ તે વ્યક્તિમાં જોવા મળે તો કરવુ?

કોરોનાએ નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસએ (Corona Virus Delta) ચિંતા વધારી દીધી છે, ત્યારે ભારતમાં પણ લોકોને આ ( Corona Virus Delta) વેરિયેન્ટને લઇને ચિંતા છે. દેશમાં કોરોના વેરિએન્ટ આવવાથી કર્ણાટકથી મહારાષ્ટ્ર આવનારા પ્રવાસીઓ પર નેગેટીવ રિપોર્ટ હોવા અનિવાર્ય કરી દીધી છે.

hypertension

Image Courtsey : Shutterstock

મહારાષ્ટ્ર સરકારનાં પગલાં 

મહારાષ્ટ્ર સરકારે પોતાના શહેરને સુરક્ષિત રાખવા માટે જરુરી પગલાં પણ લીધા છે. ત્યારે થોડા સમયથી કોરોનાના કારણે બીપી અને બ્લડ શુગર પ્રેશર વધતા દર્દીઓને પણ ચેતવ્યા હતા. દેશમાં કોરોના બાદ હવે ડેલ્ટા વેરિએન્ટને લઇને 50 થી પણ વધુ કેસ મળ્યા છે, ત્યારે ICMR એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરથી પીડીત દર્દીઓ માટે એક ગાઇડલાઇન બહાર પાડી હતી.

હાર્ટનાં દર્દીઓને થાય છે પ્રોબ્લમ

What to eat in low blood pressure: Suffering from low blood pressure? Here's what you should eat - Times of India

Image Courtsey: TOI

હાર્ટના પેશન્ટને, ડાયબિટિઝ  અને હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને કોરોનાની ચપેટમાં આવ્યા બાદ ઘણા કોમ્પ્લીકેટ થાય છે. પણ તેવી જ રીતે કોરોનાના ડેલ્ટા પ્લસ વોરિઅન્ટની અસર જોવા મળે છે. આ સિવાય પણ કોરોનામાં જોવા મળતા લક્ષણોથી જ સમસ્યા થાય છે. જે લોકોને બ્લડ પ્રેશર અને હાઇ બીપીને લગતી સમસ્યાઓ છે, તે દર્દીઓને ખાવા પીવામાં સાવધાની રાખવી જોઇએ. આ સિવાય કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરીને યોગ અને કસરત પણ કરવી જોઇએ.

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની વાત કરીએ તો મળતી માહિતી પ્રમાણે હાલ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્રિપુરામાં 90 થી વધુ ડેલ્ટા વેરિએન્ટ કેસ મળી આવ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. 

  • ગાઇડલાઇન મુજબ કોરોનાના સંકટમાં બીપીના દર્દીઓને કોવિડ 19 ની ગંભીરતા પર ધ્યાન આપવુ જોઇએ
  • બ્લડ પ્રેશર અને હાઇ બીપીને લગતી સમસ્યાઓ છે, તે દર્દીઓને ખાવા પીવામાં સાવધાની રાખવી જોઇએ 
  • કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરીને યોગ અને કસરત પણ કરવી જોઇએ
  • દર્દીઓને ખાવા પીવામાં સાવધાની રાખવી જોઇએ
  • ICMR મુજબ બીપીની દવાઓ દિલ માટે સારી
  • ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પુરી રીતે વેક્સિનેટ થયેલા લોકોને પણ નથી છોડી રહ્યો

ઇન્ડિયન કાઇન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પોતાની ગાઇડલાઇન મુજબ, ICMR એ કહ્યું છે કે, હાલ એવા કોઇ સબુત નથી મળ્યા જેનાથી એવુ સાબિત નથી થતુ કે, કોરોનાની દવાઓ કોવિડ 19 ની ગંભીરતાને વધારે છે.

Heart disease

Image Courtsey : Shutterstock

ICMR મુજબ બીપીની દવાઓ દિલ માટે સારી છે, તેમના દાવા મુજબ આ દવાઓ હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હાર્ટ ફેલ થતા રોકે છે, જો આ દવાઓને તમે જાતે જ લેવાનું બંધ કરી દેશો તો તમારા શરીર અને દીલ માટે આ ઠીક નથી. એટલે કે દવાઓ લેવાનું બંધ ન કરવુ જોઇએ, ખાસ કરીને આવા દર્દીઓ જેમને ડાયાબિટિસ અને બીપીની પ્રોબ્લેમ છે. 

કોરનાના ડેલ્ટા વેરિઅન્ટને લઇને ખુદ WHO એ પણ ચિંતા વ્યક્ત કરી છે, એક પ્રેશ કોન્ફરન્સ મુજબ કોરોનાનું ઓરિજનલ સ્ટ્રેન મ્યુટેટ થઇને વધુ ખતરનાક થઇ ગયુ છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પુરી રીતે વેક્સિનેટ થયેલા લોકોને પણ નથી છોડી રહ્યો.

આ પણ વાંચો: પીરિયડ્સમાં હેવી બ્લડીંગ થાય છે? તો ચિંતા ન કરો આ રહ્યાં ઉપાય

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment