સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે કોરોના મૃતકોના પરિવારને સરકાર તરફથી 50,000ની સહાય મળવાની શરૂઆત કરવામાં આવી છે.આ સહાય કોરોનાથી અત્યાર સુધી મોત થયું છે તેવા મૃતકોના પરિવાર જ નહીં, પરંતુ ભવિષ્યના કોરોના (Corona )મૃતકોના પરિવારને પણ સહાય મળશે.રાજ્ય સરકારો તેમના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી આ સહાયની રકમ ચુકવશે અને તેની ચુકવણી જરૂરી દસ્તાવેજ મળ્યાના 30 દિવસમાં થશે.તો એવી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી.જેમનું કોરોના (Corona ) વાઇરસથી મોત થયું હશે તો તેમના પરિવારજનોને પણ આ સહાય મળશે.
કોને મળી શકશે છે આ વળતર
કોરોનાની પ્રથમ અને બીજી લહેરથી અસરગ્રસ્ત થયેલા કુટુંબો પૂરતી સીમિત નહીં હોય.અને કોરોનાની ભવિષ્યની લહેરના સંદર્ભમાં પણ તે લાગુ પડે છે. ગાઇડલાઇનમાં જણાવ્યા અનુસાર કોરોના મોતથી અસરગ્રસ્ત પરિવારો માટેની આ સહાય કોરોના મહામારીના ભાવિ તબક્કામાં મોત થશે તો તેમના પરિવારને પણ સહાય મળશે.ગુજરાતમાં કોરોનાથી(Corona ) મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર મેળવવા માટેના ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની સાથે સુરત અને રાજકોટમાં પણ આ ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે.તો લોકો કોરોનામાં(Corona ) કટાળી જવા પામ્યા છે. પરંતુ હવે સહાય મળ્તાની સાથે લોકોમાં હવે હાશ કારો જોવા મળી રહ્યો છે. બાકીનાં રાજ્યમાં આ ફોર્મનું વિતરણ ક્યારથી શરૂ થશે એ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જરૂરી પુરાવાઓ આપ્યા બાદ વળતર ચૂકવવામાં આવશે તેવી હાલ માહિતી મળી રહી છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
કોને મળી શકશે વળતર
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં દર્દીનું મોત થયું હોય તો એને સત્તાવાર રીતે ‘કોવિડ-19થી થયેલું મોત’ ગણવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું છે. આ સાથે કોરોનાથી મૃત્યુ પામેલા 95 ટકાથી વધુ મૃતકોના અરજદારો માટે સુપ્રીમકોર્ટના આદેશ બાદ ગુજરાતમાં કોરોનાથી (Corona )મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર મેળવવા માટેના ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની સાથે સુરત અને રાજકોટમાં પણ આ ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. બાકીનાં રાજ્યમાં આ ફોર્મનું વિતરણ ક્યારથી શરૂ થશે એ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જરૂરી પુરાવાઓ આપ્યા બાદ વળતર ચૂકવવામાં આવશે.
અમદાવાદમાં ફોર્મ મળવાની શરૂઆત
અમદાવાદમાં વળતર માટેના ફોર્મ ઉપલબ્ધ થયા છે. AMCના સિવિક સેન્ટર પરથી ફોર્મ મળી રહેશે. 60 સિવિક સેન્ટર પર 15 હજાર ફોર્મ ઉપલબ્ધ કરાવાયા છે. તો બીજી તરફ, સુરતમાં પણ ફોર્મ મળવાની શરૂઆત થઈ છે. પરંતુ કેટલાક લોકોના મેડિકલ સર્ટિફિકેટમાં કોઝ ઓફ ડેથનું કારણ નથી લખ્યું. જેના કારણે લોકોને વારંવાર સેન્ટર ધક્કા ખાવા પડી રહ્યા છે. કેટલાક લોકોના સર્ટી પર જ કોરોનાથી(Corona )મોત થયાનો ઉલ્લેખ છે. જેથી સ્વજનોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે.સંબંધિત પરિવારોએ સહાય મેળવવા માટે કોરોનાથી મોત થયું છે .તેવું સરકારની ગાઇડલાઇન મુજબનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. આ સર્ટિફિકેટ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નિયમો હેઠળ જારી થયેલું હોવું જોઇએ
Android: http://bit.ly/3ajxBk4