Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝજાણો …ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી બચવા શું કરવું જોઈએ ?

જાણો …ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી બચવા શું કરવું જોઈએ ?

delta plus variant
Share Now

કોરોના વાયરસની બીજી લહેરના કહેરથી લોકો હજું બહાર નથી આવ્યાં ત્યાં કોરોનાના ન્યૂ વેરિયન્ટ ડેલ્ટા પ્લસે ભારતમાં દસ્તક દીધી છે. આ નવો ડેલ્ટા પ્લસ વાયરસ ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુમાં ડેલ્ટા પ્લસના કેસ સામે આવી ચૂક્યાં છે. દેશભરમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક એવી વાત સામે આવી છે કે બીજા વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું ફેફસાના ટેશ્યુ સાથે વધુ જોડાણ જાણવા મળ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેનાથી ગંભીર બીમારી થશે કે તે વધુ ચેપી છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર સમૂહના કોવિડ-19 કાર્ય સમૂહ (NTAGI) ના પ્રમુખ ડો. એન કે અરોરાએ આ જાણકારી આપી છે.

12 રાજ્યોમા અત્યાર સુધીમાં 51 કેસ

કોરોના વાયરસના નવા સ્વરૂપ ડેલ્ટા પ્લસની 11 જૂનના રોજ ઓળખ થઈ. હાલમાં તેને ‘ચિંતાજનક સ્વરૂપ’ તરીકે પણ વર્ગીકૃત કરાયો છે. દશના 12 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 51 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. આ વેરિએન્ટથી સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

delta plus

economic times

કોરોનાનો નવો ડેલ્ટાપ્લસ વેરિયન્ટ શું છે?

કોરોનાનો નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એટલે B.1.617.2 સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. જો કે હવે ધીરે ધીરે અન્ય દેશોમાં પણ તેના કેસ સામે આવી રહ્યાં છે. કોરોના વાયરસના રૂપમાં બદલવાનું કારણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બન્યું છે. આ વાયરસ ભારત પહેલા પણ સૌથી પહેલા યુરોપમાં જોવા મળ્યો હતો. સ્પાઇક પ્રોટીન કોરોના વાયરસનો મુખ્ય હિસ્સો છે. જેની મદદથી આ વાયરસ ઇન્સાનના શરીરમાં ઘુસીને સંક્રમણ ફેલાવે છે.

ઝડપથી ફેલાય છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ

કોરોનાના આ ન્યુ વેરિયન્ટમાં સૌથી ખતરનાક વાત એ છે કે, તે સૌથી ઝડપથી ફેલાય છે. જો કે આલ્ફા વેરિયન્ટ પણ ખૂબ જ ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. જો કે ડેલ્ટા વેરિયન્ટ 60 ટકાથી વધુ સંક્રામક છે. ડેલ્ટાથી મળતો આવતો કપ્પા વેરિયન્ટ વેક્સિનને પણ ચકમા દેવામાં સક્ષમ છે. જો કે તે વધુ નથી ફેલાયો. જો કે હવે સુપર સ્પ્રેડર ડેલ્ટા વેરિયન્ટે લોકોને ડરાવી દીધા છે.

આ પણ જુઓ : ડેલ્ટા પ્લસથી ત્રીજી લહેરનું ભારે જોખમ

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના લક્ષણો

-કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં કેટલાક અલગ પ્રકારના લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે.
-કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં સામાન્ય લક્ષણોમાં તાવ, સૂકી ખાંસી, અને થકાવટ મુખ્ય લક્ષણ છે.
-કોરોના ડેલ્ટા વેરિયન્ટના ગંભીર લક્ષણોમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે શ્વાસ ચડવો, જેવા લક્ષણો જોવા મળે છે.
-આ સિવાય ત્વચા પર ડાઘ, પગની આંગણીનો રંગ બદલવો, જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.
-સામાન્ય લક્ષણોમાં ગળામાં ખરાશ, સ્વાદ અને ગંધની ક્ષમતા જતી રહેવી, માથામાં દુખાવો અને ઝાડાની સમસ્યા સામેલ છે.

delta plus

financial express

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી કઇ રીતે બચશો?

1. ઘરથી બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો

2. બિન જરૂરી બહાર જવાનું ટાળો
3. હાથને વારંવાર સાબુથી 20 સેકેન્ડ સુધી ધોવો.
4. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં રહો, લોકોથી 6 ફૂટનું અંત્તર હંમેશા બનાવી રાખો.
5. ઘરની વસ્તુઓ અને આસપાસની ચીજોને હંમેશા ડિસઇન્ફેક્ટ રાખો.
6. બહારથી આવતા સામાને તરત જ ન સ્પર્શ કરો, બહારથી આવતી દરેક વસ્તુને ડિસઇન્ફેક્ટ કરે

‘વધુ ચેપી કે ગંભીર બીમારીનું કારણ નથી’

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગે NTAGI ના કોવિડ-19 કાર્ય સમૂહના પ્રમુખ ડો. એન કે અરોરાએ કહ્યું કે અન્ય સ્વરૂપોની સરખામણીમાં ફેફસા સાથે તેનું વધુ જોડાણ છે. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો અર્થ એ નથી કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ગંભીર બીમારીનું કારણ બનશે કે પછી તે વધુ ચેપી છે. ડો. એન કે અરોરાએ કહ્યું કે ‘અન્ય વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસની ફેફસાની અંદર હાજરી વધુ જોવા મળી છે. પરંતુ તે વધુ નુકસાન પહોંચાડે છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. તેનો અર્થ એ પણ નથી કે તે ગંભીર બીમારી હશે કે તે વધુ ચેપી છે.’

‘ડેલ્ટા પ્લસ વિરુદ્ધ રાજ્યો બનાવી રહ્યા છે યોજનાઓ’

ડો. એન કે અરોરાએ કહ્યું કે ‘સૌથી મહત્વપૂર્ણ ચીજ એ છે કે જીનોમ સીક્વેન્સિંગનું કામ તેજ થયું છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યોને પહેલેથી જણાવી દેવાયું છે કે આ ચિંતાજનક સ્વરૂપ છે અને તેના માટે પગલાં લેવાની જરૂર છે. આથી અનેક રાજ્યોએ પહેલેથી એવા જિલ્લાઓ માટે સુક્ષ્મ સ્તરે યોજનાઓ બનાવવાની શરૂ કરી દીધી છે જ્યાં વાયરસની ઓળખ થઈ ગઈ છે. જેથી કરીને તેના પ્રસારને નિયંત્રિત કરી શકાય. નિશ્ચિતપણે તે જિલ્લાઓમાં રસીકરણ વધારવું પડશે.’

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment